Rajkot: સુજલામ સુફલામ જળ અભિયાનમાં સેવાભાવી સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમોને સહભાગી બનવા જિલ્લા કલેકટરે કરી અપીલ
સુજલામ સુફલામ જળ અભિયાનમાં સેવાભાવી સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમો સહભાગી બને તે હેતુસર એક બેઠક મળી હતી. જેમાં સંસ્થાઓ તળાવો દત્તક લઈ તળાવો ઊંડા ઉતારવાની સાથે ડિસીલ્ટીંગ, બ્યુટીફીકેશન, પ્લાન્ટેશન સાહિતિની કામગીરી કરી સાચા અર્થમાં સેવાકીય પ્રવૃત્તિનો ભાગ બને તેમ કલેકટરએ જણાવ્યું હતું.
સુજલામ સુફલામ જળ અભિયાન (Sujalam Sufalam Water campaign) નો રાજ્યવ્યાપી પ્રારંભ થઈ ચુક્યો છે. જળ સંચય અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ થકી પીવાના પાણીના સ્ત્રોતો વધે તે માટે તળાવો, ખેત તલાવડી ઉંડા ઉતારવા, ચેક ડેમ બાંધવા સહિતની કામગીરી રાજ્ય સરકારના વિવિધ વિભાગો તેમજ મનરેગા (MNREGA) હેઠળ કામગીરી કરવામાં આવે છે. ત્યારે રાજકોટ (Rajkot) જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ રાજકોટ જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં જળ સંચયની કામગીરી થાય તે માટે આયોજિત બેઠકમાં વિવિધ સામાજિક, ધાર્મિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમોને આમંત્રણ આપી તેઓને સહભાગી થવા ખાસ અનુરોધ કર્યો હતો.
વિશ્વ જળ દિવસે સુજલામ સુફલામ જળ અભિયાનમાં સેવાભાવી સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમો સહભાગી બને તે હેતુસર એક બેઠક મળી હતી. જેમાં સંસ્થાઓ તળાવો દત્તક લઈ તળાવો ઊંડા ઉતારવાની સાથે ડિસીલ્ટીંગ, બ્યુટીફીકેશન, પ્લાન્ટેશન સાહિતિની કામગીરી કરી સાચા અર્થમાં સેવાકીય પ્રવૃત્તિનો ભાગ બને તેમ કલેકટરએ જણાવ્યું હતું.
કલેક્ટરે જણાવ્યુ હતુ કે વહીવટી તંત્ર દ્વારા પણ સુજલામ સુફલામ યોજના હેઠળ નદી પર ચેક ડેમ બાંધવા, પાઈપલાઈન નેટવર્ક, મનરેગા સંલગ્ન કામગીરી અગ્રતાના ધોરણે શરુ કરી દેવામાં આવી છે. આ અભિયાન હેઠળ 60-40ના રેસિયોમાં જન ભાગીદારીમાં કામગીરી કરવામાં આવે છે. તેમજ તળાવોમાંથી નીકળતી માટી અને કાપ ખેડૂતોને નિઃશુલ્ક આપવામાં આવે છે.
આ સંસ્થાઓ બેઠકમાં રહી હાજર
રાજકોટ ખાતે આયોજિત બેઠકમાં બોલબાલા ચેરીટેબલ, આર્ય સમાજ, રામકૃષ્ણ મિશન, ચેમ્બર ઓફ કોમર્સ , વિવિધ ઇન્ડસ્ટ્રીયલ ઝોનના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ અને સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી સુજલામ સુફલામ યોજનામાં સહભાગી બનવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
બેઠકમા નિવાસી અધિક કલેકટર કે.બી. ઠક્કર, ડી.આર.ડી.એ. ડાયરેક્ટર એન,આર.ધાધલ, ડી.આઈ.સી. મેનેજર મોરી, નોડલ ઓફિસર પ્રેક્ષા ગોસ્વામી, પ્રાંત અધિકારીઓ, ચીફ ઓફિસરો, મામલતદારો, સંલગ્ન વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
આ પણ વાંચો-
વિશ્વ હવામાન દિવસ: ગુજરાત ભારતનું પ્રથમ એવુ રાજ્ય જેણે ‘ક્લાઇમેટ ચેન્જ’ નામનું ડીપાર્ટમેન્ટ શરૂ કર્યું
આ પણ વાંચો-