AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kheda : સી.આર.પાટીલે બાળકોમાં કુષોપણ સામે નિર્ણાયક લડાઈ લડવા ભાજપના કાર્યકરોને હાકલ કરી

Kheda : સી.આર.પાટીલે બાળકોમાં કુષોપણ સામે નિર્ણાયક લડાઈ લડવા ભાજપના કાર્યકરોને હાકલ કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 10:13 PM
Share

ખેડા જિલ્લાની 6 વિધાનસભા બેઠક જીતવા અંગે બુથ પ્રમુખોની તૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ કૂપોષણ સામે લડવા માટે તમામ કાર્યકરે કૂપોષિત બાળકોને દત્તક લેવા પણ પ્રદેશ અધ્યક્ષે અપીલ કરી છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે(CR Paatil ) કુષોપણ સામે નિર્ણાયક લડાઈ લડવા ભાજપના (BJP)કાર્યકરોને હાકલ કરી છે. ખેડા જિલ્લામાં યોજાયેલા સંમેલનમાં તેમણે ભાજપના એક-એક કાર્યકરને એક-એક કુપોષિત બાળક(Malnutrition Child)  દત્તક લેવા અપીલ કરી હતી. સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપનું બૂથ પ્રમુખ સંમેલન યોજાયું હતું. જેમાં ખેડા જિલ્લાની 6 વિધાનસભા બેઠક જીતવા અંગે બુથ પ્રમુખોની તૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ કૂપોષણ સામે લડવા માટે તમામ કાર્યકરે કૂપોષિત બાળકોને દત્તક લેવા પણ પ્રદેશ અધ્યક્ષે અપીલ કરી છે.

આ ઉપરાંત આજે આણંદમાં નિરોગી રહે નારી- એ પહેલ અમારી એ મહાઅભિયાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, સ્વસ્થ તંદુરસ્ત સમાજ માટે આરોગ્ય સુખાકારી પાયાની જરૂરિયાત છે, આપણા સમાજનો અડધો અડધ હિસ્સો ધરાવતી નારીશક્તિ-માતા બહેનોના સર્વગ્રાહી આરોગ્યની ચિંતા રાજ્ય સરકારે કરી છે. આજની કિશોરીઓ આવતીકાલની માતાઓ છે. જીવનચક્રના દરેક તબક્કે મહિલાઓના આરોગ્ય તેમજ પોષણની કાળજી તંદુરસ્ત ભાવિ પેઢી માટે જરૂરી છે, જેને ધ્યાને લઈ સગર્ભા અને ધાત્રી માતાઓને યોગ્ય પોષણ મળી રહે તે માટે સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના સરકારે અમલી બનાવી છે. આ માટે ‘એક હજાર દિવસની કાળજી, મા-બાળક રહે આજીવન રાજી’. એ ધ્યેયને સાકાર કરવા સરકારે ૮૧૧ કરોડ રૂપિયા બજેટમાં ફાળવ્યા છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, સમાજમાં મહિલાઓની સ્થિતિ સુધરે અને તેમને ગૌરવમય જીવન પ્રાપ્ત થાય તે માટે મહિલાઓનું સશક્તિકરણ, મહિલાઓની સુરક્ષા અને મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધી ત્રિ-સ્તરીય વ્યવસ્થા સરકારે ઉપલબ્ધ બનાવી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે ઉથલ પાથલ, અમદાવાદમાં કોંગ્રેસના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા

આ પણ વાંચો : Gujarat Assembly Election 2022 : મોરબીમાં કોળી સમાજની મહત્વની બેઠક મળી, રાજકીય પક્ષોમાં દ્વારા થતાં અન્યાય બાબતે ચર્ચા

Published on: Mar 20, 2022 10:07 PM
g clip-path="url(#clip0_868_265)">