AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નંબર પ્લેટ વગર પેટ્રોલ કોણે આપ્યું? રાજકોટમાં ભાજપ ધારાસભ્ય દર્શિતા શાહ બાઈક રેલીમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ સવાલોના ઘેરામાં

રાજકોટમાં ભાજપના ધારાસભ્ય દર્શિતા શાહની આગેવાનીમાં યોજાયેલી બાઈક રેલી વિવાદમાં સપડાઈ છે. વીડિયોમાં, ધારાસભ્ય જે બાઈક પર હતા તેની નંબર પ્લેટ નહોતી, અને હેલ્મેટ નિયમોનો પણ ભંગ થયો હતો.

નંબર પ્લેટ વગર પેટ્રોલ કોણે આપ્યું? રાજકોટમાં ભાજપ ધારાસભ્ય દર્શિતા શાહ બાઈક રેલીમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ સવાલોના ઘેરામાં
| Updated on: Aug 21, 2026 | 7:49 PM
Share

રાજકોટમાં ભાજપના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહની આગેવાનીમાં યોજાયેલી એક બાઈક રેલી હાલ રાજકીય અને કાનૂની વિવાદનો મુદ્દો બની છે. આ રેલીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતાં અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે ધારાસભ્ય દર્શિતા શાહ જે ટુ-વ્હીલર પર સવાર હતા તેની પાછળની નંબર પ્લેટ ગેરહાજર હતી. એટલું જ નહીં, રેલી દરમિયાન હેલ્મેટ પહેરવાના નિયમનો પણ ઉલાળિયો થયો હોવાના આક્ષેપો છે.

રાજકોટ શહેરના વોર્ડ નંબર એકમાં યોજાયેલી આ રેલી

આ ઘટના ખાસ કરીને ત્યારે વધુ ગંભીર બને છે જ્યારે રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા “નો નંબર પ્લેટ, નો ફ્યુલ” (Number Plate નહીં તો Fuel નહીં) અભિયાન હેઠળ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અંતર્ગત, નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ પંપ પર ઇંધણ નહીં આપવાનો સ્પષ્ટ નિર્દેશ છે. આવા સંજોગોમાં, નંબર પ્લેટ વગરના વાહનને પેટ્રોલ કેવી રીતે મળ્યું તે મોટો સવાલ છે. આ મુદ્દે રાજકોટ શહેરના વોર્ડ નંબર એકમાં યોજાયેલી આ રેલીમાં નિયમોનો ભંગ થતા, સામાન્ય જનતામાં અનેક પ્રશ્નો ઉભા થયા છે.

સામાન્ય વાહનચાલકો જ્યારે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે ત્યારે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં નિયમિતપણે ચેકિંગ અભિયાન ચલાવવામાં આવે છે અને દંડ વસૂલવામાં આવે છે. આવા સમયે, ખુદ એક જાહેર પ્રતિનિધિ દ્વારા જ નિયમોનો ભંગ થતા, લોકોમાં બેવડા ધોરણો અપનાવવામાં આવતા હોવાનો સંદેશ જઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ મામલે ઉગ્ર ચર્ચા ચાલી રહી છે કે શું નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે કે પછી તે નેતાઓ અને પ્રભાવશાળી વ્યક્તિઓ પર પણ સમાન રીતે લાગુ પડે છે.

રાજકોટ પોલીસ કમિશનરનું “નો નંબર પ્લેટ તો નો ફ્યુલ” અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે, તેમ છતાં ધારાસભ્યના વાહનમાં નંબર પ્લેટ ન હોવી એ આશ્ચર્યજનક છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે રાજકોટ પોલીસ આ મામલે શું કાર્યવાહી કરશે. શું પોલીસ ધારાસભ્ય દર્શિતા શાહ અને રેલીના આયોજકો સામે નંબર પ્લેટ અને હેલ્મેટ નિયમોના કથિત ભંગ બદલ કડક પગલાં લેશે? કે પછી આ મામલો માત્ર રાજકીય વિવાદ બનીને રહી જશે? જો જનપ્રતિનિધિઓ જ નિયમોનું પાલન નહીં કરે, તો તેઓ સામાન્ય લોકો સમક્ષ કયો દાખલો બેસાડશે તે અંગે વ્યાપક ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર પ્રકરણમાં પોલીસની આગામી કાર્યવાહી પર સૌની નજર રહેશે.

CM ભૂપેન્દ્ર પટેલના US પ્રવાસનો પાંચમો દિવસ, ન્યૂયોર્કમાં CMની વન-ટુ-વન બેઠકોનો દૌર, જુઓ Video

Follow Us
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
g clip-path="url(#clip0_868_265)">