AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: અભ્યાસ અને અધ્યાત્મના સમન્વયનો અમૃત મહોત્સવ, 22થી 26 ડિસેમ્બર દરમિયાન યોજાશે મહોત્સવ

અહીં  26 ડિસેમ્બર સુધી સાંસ્કૃતિક પ્રદર્શન જોવા મળશે. જે 40 વીઘા જેટલી વિશાળ જગ્યામાં તૈયાર કરવામાં આવ્યા છે.  આ સાંસ્કૃતિક પ્રદર્શનીમાં 3 ભવ્ય ઓડિટોરિયમમાં અલગ અલગ ટેલીફિલ્મો મુલાકાતીઓને બતાવવામાં આવશે.

Rajkot: અભ્યાસ અને અધ્યાત્મના સમન્વયનો અમૃત મહોત્સવ, 22થી 26 ડિસેમ્બર દરમિયાન યોજાશે મહોત્સવ
રાજકોટ ગુરૂકૂળના અમૃત મહોત્સવની ઉજવણી
Ronak Majithiya
| Edited By: | Updated on: Dec 12, 2022 | 8:19 PM
Share

અધ્યાત્મ અને શિક્ષણના સમન્વય જેવી સંસ્થા રાજકોટ ગુરૂકુળના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના 75 વર્ષ થતાં અમૃત મહોત્સવ યોજાઈ રહ્યો છે. 22 થી 26 ડિસેમ્બર દરમિયાન આ મહોત્સવ યોજાશે. જ્યારે સાંસ્કૃતિક પ્રદર્શની 10 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી યોજાશે. આ મહોત્સવમાં દેશના મોટા સંતો સહિત અલગ અલગ ક્ષેત્રોની હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે. ચીન્ના જિયર સ્વામી,યોગ ગુરુ રામદેવ બાબા, ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા,ચિદાનંદ સરસ્વતી જી જેવા સંતો રહેશે ઉપસ્થિત. 1948માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનની સ્થાપના થઈ હતી.જેને આ વર્ષે 75 વર્ષ પૂર્ણ થયા છે.જેથી સંસ્થા દ્વારા ભવ્ય અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સાંસ્કૃતિક  પ્રદર્શન જે આપશે પારિવારિક અને સામાજિક મૂલ્યોને  સાચવવાનો સંદેશ

અહીં  26 ડિસેમ્બર સુધી સાંસ્કૃતિક પ્રદર્શન જોવા મળશે. જે 40 વીઘા જેટલી વિશાળ જગ્યામાં તૈયાર કરવામાં આવ્યા છે.  પ્રાકૃતિક પહાડો,જંગલ,ગુફા અને 1 લાખથી વધુ ફૂલ – છોડ,વનરાઈઓ વચ્ચે 30 પ્રકારની અદ્યતન ટેકનોલોજી સાથે પારિવારિક,સામાજિક,સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોને ઉજાગર કરતું ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક પ્રદર્શનીમાં 3 ભવ્ય ઓડિટોરિયમમાં અલગ અલગ ટેલીફિલ્મો મુલાકાતીઓને બતાવવામાં આવશે. જેના મુખ્ય વિષયો મારું જીવન,મારું ભારત,મારી પ્રેરણા અને મારી શ્રધ્ધા રહેશે..

  • મારું જીવન ટેલીફિલ્મમાં વ્યસનનો અંજામ,માતૃદેવો ભવ – પિતૃ દેવો ભવ અને પ્રાકૃતિક આહાર એ જ ઔષધ જેવા વિષયોને સ્થાન આપવામાં આવ્યું છે.
  • મારું ભારત ટેલિફિલ્મમાં વિશ્વગુરુ ભારતની દિલધડક ગાથા અને ગુરુકુળનું વિશ્વને પ્રદાન જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • મારી પ્રેરણા ટેલીફિલ્મમાં શાસ્ત્રી મહારાજનું જીવન દર્શન પ્રદર્શિત કરવામાં આવશે..
  • મારી શ્રદ્ધા ટેલીફિલ્મમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન દર્શન વિશે ભક્તોને દર્શન કરાવવામાં આવશે..

આ ઉપરાંત સાંસ્કૃતિક પ્રદર્શનીના આકર્ષણોની વાત કરવામાં આવે તો તેમાં અલગ અલગ કલાકૃતિઓ ઊભી કરવામાં આવી છે જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ જે ગામમાં થયો હતો તે છપૈયા ધામ ખૂબ જ બેનમૂન રીતે ઉભુ કરવામાં આવ્યું છે.અન્ય આકર્ષણો જોઈએ તો તેમાં હિમાલય પ્રવેશદ્વાર,આર્ટ ગેલેરી, સાયન્સ સિટી,આનંદ મેળો,ઝૂલતો પુલ વગેરે આકર્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ દિવસો દરમિયાન થશે વિશેષ ઉજવણી

  1. 13 ડિસેમ્બરે 75 કિશોરોના યજ્ઞોપવિત યોજાશે.
  2. 14 ડિસેમ્બરે સમૂહ લગ્નોત્સવ યોજાશે.
  3. 21 તારીખે બાળકો માટે બાળ મંચનું આયોજન.
  4. 23 થી 26 ડિસેમ્બર સર્વરોગ નિદાન કેમ્પ.
  5. 22 ડિસેમ્બરે કિસાન મંચ કાર્યક્રમ યોજાશે.જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે.
  6. 22 થી 26 ડિસેમ્બરે યોજાનાર મહોત્સવનું ઉદ્ઘાટનના દિવસે ભવ્ય શોભાયાત્રા યોજાશે
  7. 23 અને 24 ડિસેમ્બરે મહિલામંચ યોજાશે.જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહેશે..
  8. 25 ડિસેમ્બરે ભૂતપૂર્વ વિદ્યાર્થી મંચ યોજાશે..જેમાં ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હજાર રહેશે..
  9. 25 ડિસેમ્બરે સાંજે ડોકટર – એન્જિનિયર મંચ યોજાશે..જેમાં ખ્યાતનામ ડોકટરો અને એન્જિનિયર મોટી સંખ્યામાં ભાગ લેશે..
  10. 26 ડિસેમ્બરે વડીલ મંચ યોજાશે અને ત્યારબાદ ભારતની 75 પ્રતિભાઓની વિશિષ્ટ સેવાઓને પ્રોત્સાહિત કરવા ‘ધર્મજીવન એવોર્ડ ‘ એનાયત કરવામાં આવશે.

જેમાં રતન તાતા,ભારત બાયો ટેકના શ્રીકૃષ્ણ યેલ્લાં, વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન,પદ્મશ્રી ડૉ તેજસ પટેલ,સવજીભાઈ ધોળકિયા,ફિલ્મ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી વગેરે મોટી હસ્તીઓને આ એવોર્ડ એનાયત કરાશે.સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના 75 વર્ષ થતાં અમૃત મહોત્સવની ઉજવણી

g clip-path="url(#clip0_868_265)">