Rajkot : વિપક્ષ પદ ગયા બાદ કોંગ્રેસે શાસક પક્ષને કર્યા સવાલ, કહ્યુ જો સંખ્યા બળ ન હતું તો બે વર્ષ પહેલા પદ કેમ આપ્યું ?

Rajkot : કોંગ્રેસ પાસે પુરતૂ સંખ્યાબળ ન હોવાને કારણે તેમને મળેલી સુવિધાઓ પરત ખેંચવા માટેની માગ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનરે વિરોધ પક્ષના નેતા ભાનુ સોરાણીને તેને મળેલી કાર પરત આપવા અને મહાનગરપાલિકા કચેરીમાં મળેલું કાર્યાલય ખાલી કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો.

Rajkot : વિપક્ષ પદ ગયા બાદ કોંગ્રેસે શાસક પક્ષને કર્યા સવાલ, કહ્યુ જો સંખ્યા બળ ન હતું તો બે વર્ષ પહેલા પદ કેમ આપ્યું ?
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 26, 2023 | 4:43 PM

રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પાસેથી વિરોધ પક્ષનું પદ છીનવાઇ ગયું છે. રાજકોટના મેયર પ્રદિપ ડવ દ્વારા સેક્રેટરી મારફતે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસ પાસે પુરતૂ સંખ્યાબળ ન હોવાને કારણે તેમને મળેલી સુવિધાઓ પરત ખેંચવા માટેની માગ કરવામાં આવી હતી.

જેના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનરે વિરોધ પક્ષના નેતા ભાનુ સોરાણીને તેને મળેલી કાર પરત આપવા અને મહાનગરપાલિકા કચેરીમાં મળેલું કાર્યાલય ખાલી કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે રાજકોટમાં કુલ 72 કોર્પોરેટરો છે, જેમાંથી કોંગ્રેસના બે કોર્પોરેટરો છે જ્યારે બે કોર્પોરેટરો કોંગ્રેસ છોડીને આપમાં ગયા હોવાને કારણે ગેરલાયક ઠેરવાયા છે.

આ પણ વાંચો-Railway News : વેકેશન દરમિયાન ફરવા જવા ઇચ્છતા હોવ તો જલ્દી ટિકિટ બૂક કરાવી લેજો, નહીંતર ટ્રેન બૂકિંગ થશે મુશ્કેલ, આ છે કારણ

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જો સંખ્યા બળ ન હતું તો બે વર્ષ પહેલા પદ કેમ આપ્યું-કોંગ્રેસ

આ મુદ્દે કોંગ્રેસે શાસકો સામે સવાલો ઉભા કર્યા હતા. કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે કહ્યું હતું કે, બે વર્ષ પહેલા પણ સંખ્યા બળ ન હતુ, તો શા માટે ત્યારે વિરોધ પક્ષના નેતાનું પદ આપ્યું હતું. વિરોધ પક્ષના નેતા તરીકે ભાનુબેન સોરાણીએ ભગવતી પરા વિસ્તારમાં થયેલા ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી.

જેના કારણે આ સુવિધાઓ પાછી છીનવાઇ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. કોંગ્રેસે લોકોના પ્રશ્નો સાંભળવા માટે મહાનગરપાલિકામાં જગ્યાની ફાળવણી કરવાની માગ કરી છે અને જો જગ્યા નહિ ફાળવવામાં આવે તો બગીચામાં બેસીને લોકોના પ્રશ્નોને વાચા આપશે તેવો દાવો કર્યો હતો.

કોંગ્રેસના એક કોર્પોરેટર હતા તો પણ વિપક્ષ પદ અપાયું હતું-અશોક ડાંગર

વિપક્ષ પદ પાછું ખેંચી લેવા મામલે કોંગ્રેસના નેતા અને પૂર્વ મેયર અશોક ડાંગરે કહ્યું હતું કે, વર્ષ 1995માં જ્યારે કોંગ્રેસના માત્ર એક કોર્પોરેટર તરીકે લાધા પટેલ ચૂંટાયા હતા, ત્યારે ભાજપના નેતા ચીમનભાઇ શુક્લએ તેમને વિરોધ પક્ષના નેતાનું પદ આપ્યું હતું. આ સમયે વિરોધ પક્ષના નેતા પાસે કારની સુવિધા ન હતી, પરંતુ કાર્યાલયની જરૂર હતી. જેના કારણે તેઓને કાર્યાલય સહિત વિપક્ષના નેતાને મળતી સુવિધાઓ આપવામાં આવી હતી.

વિપક્ષના નેતાને કઇ કઇ સુવિધાઓ મળે છે ?

  1. વિપક્ષ નેતાને કાર મળે છે
  2. વિપક્ષ નેતાને કાર્યાલય મળે છે.જેમાં બે પટ્ટાવાળા મળે છે
  3. જરૂરી કોમ્પ્યુટર સ્ટેશનરી મળે છે
  4. ત્રણ હજાર રૂપિયાની સાબિલવાર ખર્ચ નિમીતે ગ્રાન્ટ આપે જે પત્રવ્યવહાર માટે હોય છે
  5. પાંચ લાખ રૂપિયાની વઘારાની ગ્રાન્ટ મળે છે.
  6. મહાનગરપાલિકાના તમામ કાર્યક્રમોમાં ફરજીયાત આમંત્રિત હોય છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">