AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway News : વેકેશન દરમિયાન ફરવા જવા ઇચ્છતા હોવ તો જલ્દી ટિકિટ બૂક કરાવી લેજો, નહીંતર ટ્રેન બૂકિંગ થશે મુશ્કેલ, આ છે કારણ

હાલ જ્યારે ઉનાળુ વેકેશનનો સમય ચાલી રહ્યો છે. ત્યારે વેકેશનમાં ફરવા જવા લોકોની ભીડ ઉમટી છે. ખાસ કરીને રેલવેમાં મુસાફરોની જામી ભીડ જોવા મળી રહી છે. આને લઈ કેટલીક ખાસ ટ્રેનો પણ દોડાવવાની જાહેરાત કરાઇ છે.

Railway News : વેકેશન દરમિયાન ફરવા જવા ઇચ્છતા હોવ તો જલ્દી ટિકિટ બૂક કરાવી લેજો, નહીંતર ટ્રેન બૂકિંગ થશે મુશ્કેલ, આ છે કારણ
Darshal Raval
| Edited By: | Updated on: Apr 26, 2023 | 3:21 PM
Share

ઉનાળા વેકેશનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વેકેશન દરમિયાન લોકો પરિવાર સાથે ફરવા જતા હોય છે. તો કેટલાક લોકો પોતાના માદરે વતન જતા હોય છે. આવા સમયે રેલવેમાં મુસાફરોની ભારે ભીડ જામતી હોય છે. આ ભીડ ન જામે અને લોકોને સુવિધા મળી રહે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ રેલવે દ્વારા કેટલીક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે.

રેલવે દ્વારા 6 એપ્રિલથી વધુ સ્પેશ્યલ ટ્રેન દોડાવાનો નિર્ણય

રેલવે વિભાગ દ્વારા વેકેશન દરમિયાન મુસાફરોની માગને ધ્યાને રાખી મુસાફરોને હાલાકી ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રેલવે દ્વારા 6 એપ્રિલથી વધુ સ્પેશિયલ ટ્રેન દોડાવાનો નિર્ણય કર્યો છે. જેમાં અમદાવાદ- પટના, ભાવનગર – બાંદ્રા, રાજકોટ – મહેબૂબનગર, ઓખા – નાગરકોલ અને બાંદ્રા – બાડમેર સમર સ્પેશિયલ ટ્રેન ચલાવાશે. તેમજ જે ટ્રેનમાં 24 કરતા ઓછા કોચ અને વધુ મુસાફર હશે ,તેવી ટ્રેનમાં વધારાના કોચ પણ લગાવવાનો નિર્ણય રેલવે દ્વારા કરવામાં આવ્યો છે.

રેલવે દ્વારા વિવિધ ટ્રેનો કરાઇ શરૂ

  1. પશ્ચિમ રેલવે ચલાવશે પાટણ અને ભીલડી વચ્ચે અનારક્ષિત સમર ડેઇલી સ્પેશ્યલ ટ્રેન 136 ટ્રીપ સાથે ચલાવાશે. જે ટ્રેન 24 એપ્રિલથી શરૂ કરી દેવાઈ છે.
  2. પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ -બાંદ્રા ટર્મિનસ વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશ્યલ ટ્રેન. જે 27 એપ્રિલથી 29 જૂન ચાલશે.
  3. પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીગ્રામ- બોટાદ અને ધ્રાંગધ્રા-બોટાદ વચ્ચે “સમર સ્પેશ્યલ ટ્રેન”. ચલાવાશે. જે ટ્રેન 15 એપ્રિલથી શરૂ થઈને 30 જૂન સુધી ચાલશે.
  4. પશ્ચિમ રેલ્વે દ્વારકા-મદુરાઈ-વેરાવળ વચ્ચે ચલાવશે દૈનિક સ્પેશ્યલ ટ્રેન 21 ટ્રીપ સાથે ચલાવશે. જે ટ્રેન 19 એપ્રિલથી શરૂ થઈને 29 એપ્રિલ સુધી ચાલશે.
  5. અસારવા-જયપુર-અસારવા એક્સપ્રેસ ટ્રેનની ગતિ માં 24 એપ્રિલથી વધારો.
  6. 25 એપ્રિલ થી હિંમતનગર-અસારવા ડેમુ સ્પેશ્યલ હિંમતનગર થી નિર્ધારિત સમય થી 10 મિનિટ પહેલા રવાના થશે
  7. 24 એપ્રિલ થી સાબરમતી- મહેસાણા- આબુરોડ સ્પેશ્યલ, અને સાબરમતી-પાટણ ડેમુ સ્પેશ્યલ ટ્રેનોના સમયમાં ફેરફાર

ઉલ્લેખનીય છે કે વેકેશન દરમિયાન વધુ લોકો રેલવેમાં મુસાફરી કરે તેવા સમયે ટ્રેનમાં વેઇટિંગ પણ વધી જતું હોય છે. જેને પહોંચી વળવું અઘરું બની જતું હોય છે. મળતી માહિતી મુજબ વેકેશન સમયે દિલ્હી, મુંબઇ, પટના અને કોલકતા તરફ મુસાફરોની ભીડ વધતી હોય છે. હાલ રેલવેમાં 100 થી 400 સુધી કેટલીક ટ્રેનમાં વેઇટિંગ બોલાઈ રહ્યું છે. તો બીજી તરફ ટિકિટ એજન્ટો પણ આવા સમયે એક્ટિવ થઈ જતા હોય છે.  મુસાફરો પાસે વધુ નાણાં લઈને લૂંટ ચલાવતા હોવાના બનાવો પણ સેમ આવતા હોય છે.

80 કેમેરાથી એજન્ટોની શંકાસ્પદ ગતિ વિધિ પર રખાશે નજર

ટિકિટ એજન્ટના કારણે મુસાફરોને હેરાન થવાનો પણ વારો આવતો હોય છે. ત્યારે વેકેશન દરમિયાન ટિકિટ દલાલો પર ખાસ ધ્યાન આપી કાર્યવાહી કરવામાં આવતી હોવાનું રેલવે અધિકારીએ જણાવ્યું. સાથે જ રેલવે પ્લેટફોર્મ પર 80 કેમેરાથી એજન્ટોની શંકાસ્પદ ગતિ વિધિ તમામ પર નજર રખાઈ રહી હોવાનું પણ રેલવે અધિકારીએ જણાવ્યું.

આ પણ વાંચો : ગરમીનો પારો વધશે ! 2060 સુધીમાં દેશનો મોટો હિસ્સો હીટવેવના ‘ડેન્જર ઝોન’માં હશે – IMD રિપોર્ટ

એવું પણ નથી કે વેકેશન દરમિયાન માત્ર રેલવેમાં જ મુસાફરોનો ધસારો વધતો હોય છે. પણ રેલવે સાથે એસ ટી બસ, હવાઈ મુસાફરી અને ખાનગી બસમાં પણ મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોય છે. જ્યા વહેલા ટિકિટ બૂક કરાવનારને મુસાફરીનો લાભ મળે છે, તો છેલ્લી ઘડીએ ટિકિટ બૂક કરાવનાર રહી જાય છે. જેથી જલ્દી ટિકિટ બુક કરાવવી તે જરૂરી બની જાય છે. ત્યારે આવા સમયે રેલવેમાં દલાલો પણ કટકી કરતા હોય છે. તો ખાનગી બસ ચાલકો વધુ ભાડા વસુલતા હોય છે. ત્યારે જરૂરી છે કે આવા લોકો પર પણ અંકુશ આવે. જેથી લોકોના મહેનતના નાણાં વેડફાય નહિ અને કોઈ પણ હાલાકી વગર લોકો ફરવાના સ્થળે તેમજ માદરે વતન પહોંચી વેકેશનની ખરી મજા માણી શકે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">