Rajkot : પ્રેમિકાની હત્યા કરી યુવક કલાકો સુધી લાશ પાસે બેસી રહ્યો, આત્મહત્યાની કોશિશ કરી

Rajkot : પ્રેમિકાની હત્યા કરી યુવક કલાકો સુધી લાશ પાસે બેસી રહ્યો, આત્મહત્યાની કોશિશ કરી
Rajkot Murder Case Police Inverstigation

રાજકોટના ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજાના કહેવા પ્રમાણે જેમિશ અને ઘ્રુવા છેલ્લા બે વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા.ગુરૂવારે સવારે ધ્રુવા અને જેમિશ હોટેલમાં સાથે ગયા હતા,જો કે જે બાદ સવારના સાડા દશ વાગ્યાના સમયે જ ધ્રુવાની લોકરની પટ્ટી વડે ગળેટૂંપો આપીને હત્યા કરી નાખી હતી

Mohit Bhatt

| Edited By: Chandrakant Kanoja

Mar 04, 2022 | 5:25 PM

રાજકોટના(Rajkot)કરણપરા ચોક નજીક આવેલી હોટેલ નોવામાં ગુરૂવારે રાત્રીના સમયે એક વ્યક્તિ આવ્યો અને તેણે કહ્યું હતું કે તેનો જેમિશ દેવાયતા નામનો ભાઇ આ હોટેલમાં રોકાયો છે અને તેઓએ ઝેરી દવા પીધી(Suiside)છે.જેના આધારે હોટેલનો સ્ટાફ જેમિશ જે રૂમમાં રોકાયો હતો ત્યાં દોડી ગયા હતા અને ડુપ્લીકેટ ચાવીની મદદથી દરવાજો ખોલીને જોયું ત્યાં જેમિશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં હતો જ્યારે તેની બાજુમાં એક યુવતી મૃત(Murder)હાલતમાં પડી છે.આ દ્રશ્યો જોઇને હોટેલના સંચાલકે પોલીસને જાણ કરી હતી.પોલીસ તપાસમાં આ યુવતીનું નામ ધ્રુવા જોષી હોવાનું અને તે કાલાવડની રહેવાસી હોવાનું સામે આવ્યું હતું.હોટેલ સંચાલકના કહેવા પ્રમાણે ધ્રુવા અને જેમિશ ગુરૂવારે સવારે નવ સાડા નવ વાગ્યાના સમયમાં હોટેલમાં આવ્યા હતા અને આખો દિવસ રૂમની બહાર આવ્યા ન હતા.જેમિશના ભાઇ આવતા આ વાતની જાણ થઇ હતી જેની બાદ જેમિશને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

હત્યા પહેલા જેમિશે ધ્રુવાના પરિવારને કર્યો ફોન

બીજી તરફ જેમિશે ઝેરી દવા પીધા પહેલા ધ્રુવાના પરિવારને ફોન કર્યો હતો અને ધ્રુવાને ઝેરી દવા પીવડાવીને પોતે ઝેરી દવા પી લીધી છે અને કરણપરા વિસ્તારમાં છે તેવું કહીને ફોન કાપી નાખ્યો હતો.જેના કારણે મૃતક ધ્રુવાના પરિવારજનો રાજકોટ પહોંચ્યા હતા,જ્યાં તેમણે પોતાની દિકરીને મૃત હાલતમાં જોતા તેઓ ભાંગી પડ્યાં હતા.ધ્રુવાના પિતા હિરેન જોશીના કહેવા પ્રમાણે ધ્રુવા ગુરૂવારે સવારે સાડા સાત વાગ્યે ઘરેથી રાજકોટ આવવા નીકળી હતી અને સામાન્ય રીતે કોલેજ પૂર્ણ કરીને તે રાત્રીના નવ વાગ્યા સુધીમાં કાલાવડ પરત ફરતી હતી પરંતુ ગુરૂવારે બપોરથી જ તેનો ફોન સ્વીચ ઓફ થઇ જતા ચિંતા થઇ હતી અને તેની કોલેજમાં સંપર્ક કર્યો હતો જો કે તે કોલેજ ન આવી હોવાનું સામે આવ્યું હતું.જે બાદ જેમિશનો સંપર્ક કરતા તેને ધ્રુવાનું મોત થયું હોવાનું કહ્યું હતું.ધ્રુવાની જેમિશે જ હત્યા કરી હોવાનો તેના પિતાએ આક્ષેપ કર્યો છે, અને તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

જેમિશ પોતાની સાથે પ્લાસ્ટિક લોકર પટ્ટી અને બ્લેડ લાવ્યો હતો

આ તરફ સમગ્ર મામલે પોલીસે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.રાજકોટના ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજાના કહેવા પ્રમાણે જેમિશ અને ઘ્રુવા છેલ્લા બે વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા.ગુરૂવારે સવારે ધ્રુવા અને જેમિશ હોટેલમાં સાથે ગયા હતા,જો કે જે બાદ સવારના સાડા દશ વાગ્યાના સમયે જ ધ્રુવાની લોકરની પટ્ટી વડે ગળેટૂંપો આપીને હત્યા કરી નાખી હતી.હત્યા બાદ તે કલાકો સુધી તે જ રૂમમાં રહ્યો હતો અને બાદમાં તેને બહારથી એસિડની બોટેલ અને પાણીની બોટલ મંગાવી હતી અને રાત્રીના સમયે એસિડ પીને આત્મહત્યાની કોશિશ કરી હતી,પોલીસના કહેવા પ્રમાણે પ્રાથમિક તબક્કે જેમિશે ઘ્રુવાની હત્યાનું પૂર્વ આયોજિત કાવતરૂં રચ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તેની પાસેથી પ્લાસ્ટીકની લોકર પટ્ટી અને બ્લેડ મળી આવી છે જે સામાન્ય રીતે કોઇ પાસે બિનજરૂરી ન હોય જો કે હત્યા શા માટે કરી તે અંગે હજુ સુધી માહિતી મળી નથી

પ્રાથમિક નિવેદનમાં બંન્નેએ સામસામે એકબીજાને ગળાટૂંપો આપ્યો હોવાની કબુલાત

કાલાવડના શિતલા કોલોની વિસ્તારમાં ઘ્રુવા જ્યાં રહે છે તેની બાજુમાં જ જેમિશના મામા રહે છે.જેથી જેમિશ તેના મામાને ત્યાં અવારનવાર આવતો હોવાથી બંન્ને વચ્ચે સંપર્ક થયો હોવાનું સામે આવ્યું છે.હાલમાં જેમિશ જીંદગી અને મોત વચ્ચે જોલા ખાઇ રહ્યો છે.પોલીસને પોતે લખાવેલા પ્રાથમિક નિવેદનમાં બંન્નેએ સામસામે એકબીજાને ગળાટૂંપો આપ્યો હોવાની કબુલાત આપી છે જો કે આ વાત ગળે ઉતરે તેવી નથી.હાલમાં તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જે સ્વસ્થ થયાં બાદ પોલીસ તેનું વિશેષ નિવેદન લેશે જેના આધારે હત્યા પાછળનું કારણ શું છે તે સામે આવશે.

આ  પણ વાંચો : GANDHINAGAR : વાયબ્રન્ટ ગુજરાત સમિટ રદ, ડિફેન્સ એક્સપો પણ મુલવતી રખાયો

આ  પણ વાંચો : કચ્છ : સરહદ ડેરીએ 725 મંડળીઓની માગ બાદ દૂધ અને ફેટના ભાવમાં વધારો કર્યો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati