કચ્છ : સરહદ ડેરીએ 725 મંડળીઓની માગ બાદ દૂધ અને ફેટના ભાવમાં વધારો કર્યો
આજે કચ્છના પશુપાલક પ્રતિનીધીઓ 725 મંડળીઓ વતી દુધના ભાવ વધારા માટે સરહદ ડેરી ખાતે ચેરમેન તથા અન્ય જવાબદારોને મળી રજુઆત કરી હતી. ત્યારે બાદ સરહદ ડેરીએ આજે ભાવ વધારો જાહેર કર્યો છે.
તાજેતરમાં જ અમુલ ફેડરેશન (Amul Federation)દ્વારા પેકેજીંગ દુધના ભાવમાં (price of milk) બે રૂપીયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે હવે પશુપાલકો પણ દુધના ફેટના ભાવમાં વધારો કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. આજે કચ્છ જીલ્લાની સરહદ ડેરી (Sarahad Dairy)સાથે સંકડાયેલા પશુપાલક મંડળીના પ્રતિનીધીઓએ સરહદ ડેરીના ચેરમેન અને અમુલના વાઇસ ચેરમેન સમક્ષ કચ્છમાં પણ પશુપાલકોને દુધ ભાવમાં વધારો કરવામા આવે તેવી માંગ કરી છે. આજે સવારે પશુપાલકોની રજુઆત બાદ સરહદ ડેરીએ પ્રતિ કિ.લો ફેટ રૂપીયા 20નો વધારો કર્યો છે. જેથી પશુપાલકોને હાલમાં મળતા ભાવ કરતા દોઢ રૂપીયા વધુ મળશે.
55,000 પશુપાલકોની વેદનાનો પડઘો
ઉનાળાની શરૂઆત થઇ રહી છે અને જો ભાવ નહીં વધે તો પશુપાલકો માટે મુશ્કેલી સર્જાશે તેવી રજુઆત સાથે કચ્છના પશુપાલકોએ ફેટ દીઠ ભાવ વધારા માટે માગ કરી હતી. કચ્છમાં સરહદ ડેરી સાથે 725 જેટલી મંડળીના 55,000 પશુપાલકો જોડાયેલા છે. આજે શીતકેન્દ્રના 40 થી વધુ 10 તાલુકાના તમામ પશુપાલક પ્રતિનીધીઓ રજુઆત માટે સરહદ ડેરીએ પહોંચ્યા હતા. અને અમુલના વાઇસ ચેરમેનને રજુઆત કરી હતી. કચ્છમાં હાલ પશુપાલકોને 6 રૂપીયા 80 પૈસા ફેટના ભાવ મળે છે. જેની સામે હવે બોનસ સહિત 7.35 પૈસા પ્રતિ ફેટ ભાવ મળશે. આમ પ્રતિ લિટર પશુપાલકોને 7 ફેટના 51.50 રૂપિયા હવેથી મળશે. આ ભાવો વધવાથી પશુપાલકોને પ્રતિ લિટરે દોઢ રૂપિયાનો વધારો થયો છે. અને તેનાથી સરહદ ડેરીને દૈનિક 6 લાખ રૂપિયાનું ભારણ વધશે.
સવારે બેઠક બપોરે નિર્ણય
આજે કચ્છના પશુપાલક પ્રતિનીધીઓ 725 મંડળીઓ વતી દુધના ભાવ વધારા માટે સરહદ ડેરી ખાતે ચેરમેન તથા અન્ય જવાબદારોને મળી રજુઆત કરી હતી. ત્યારે બાદ સરહદ ડેરીએ આજે ભાવ વધારો જાહેર કર્યો છે. સરહદ ડેરીના ચેરેમેન અને અમુલ ડેરીના વાઇસ ચેરમેન વલમજી હુંબેલે જણાવ્યું છે કે હાલમાં વધારવામાં આવેલ ભાવો, ઘાસચારાના ભાવમાં વધારો, કચ્છ જિલ્લાના અમુક વિસ્તારમાં ઘાસ તેમજ પાણીની તંગી વગેરે બાબતો ધ્યાને લઈ અને પશુપાલકોની લાગણીને માન આપી અને ભાવ વધારો કરવામાં આવ્યો છે. સરહદ ડેરીની સ્થાપનાથી પશુપાલકોને નિયમિત દૂધના ભાવોમાં વધારો, નિયમિત દૂધનું ચૂકવણું તેમજ દૂધ કલેક્શનમાં નિયમિતતા રાખવામાં આવી છે. જેથી કચ્છનું દુધ માળખુ મજબુત બન્યું છે.
કચ્છમાં 55,000 પશુપાલકો સરહદ ડેરી સાથે સંકડાયેલા છે. જોકે ઉનાળામાં ઉભી થનાર મુશ્કેલી અંગે પશુપાલકોએ અગાઉથી જ રજુઆત કરી હતી. અને જેનો થોડી કલાકોમાં જ પડઘો પડ્યો હતો અને સરહદ ડેરીએ દોઢ રૂપીયા ભાવ વધારો પશુપાલકોના હિતમાં આપ્યો છે.
આ પણ વાંચો : Surat : સાંસદ મનસુખ વસાવાના વાણીવિલાસના વિરોધમાં જિલ્લાના મહેસુલી વિભાગના કર્મચારીઓ માસ સીલ પર ઉતર્યા