GANDHINAGAR : વાયબ્રન્ટ ગુજરાત સમિટ રદ, ડિફેન્સ એક્સપો પણ મુલવતી રખાયો

GANDHINAGAR : વાયબ્રન્ટ ગુજરાત સમિટ રદ, ડિફેન્સ એક્સપો પણ મુલવતી રખાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 4:07 PM

ગાંધીનગર : આખરે વાયબ્રન્ટ ગુજરાત સમિટને રદ કરવામાં આવી છે. આ પહેલા જાન્યુઆરી મહિનામાં કોરોનાની સ્થિતિને કારણે વાયબ્રન્ટ સમિટને મૌકુફ કરાઇ હતી.

ગાંધીનગર : આખરે વાયબ્રન્ટ ગુજરાત સમિટને (Vibrant Gujarat Summit)રદ કરવામાં આવી છે. આ પહેલા જાન્યુઆરી મહિનામાં કોરોનાની (CORONA) સ્થિતિને કારણે વાયબ્રન્ટ સમિટને મૌકુફ કરાઇ હતી. હાલ રશિયા-યુક્રેન યુદ્ધની (Russia-Ukraine War)સ્થિતિને પગલે વૈશ્વિક માહોલને પગલે વાયબ્રન્ટ સમિટ રદ કરવામાં આવી છે. આખરે હવે તેને રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિના કારણે રદ કરવાનો જ નિર્ણય લઈ શકાય છે. આ વાઇબ્રન્ટ સમિટમાં દેશના જાણીતા ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, કે.એમ બિરલા, સુનીલ ભારતી મિત્તલ, અશોક હિન્દુજા, એન. ચંદ્રશેખરન, અને હર્ષ ગોએન્કા હાજર રહેવાના હતા.

ડિફેન્સ એક્સપો પણ મુલવતી રખાયો

સંરક્ષણ મંત્રાલય દ્વારા આ વર્ષે ગાંધીનગરમાં યોજાનાર ડિફેન્સ એક્સપોને (Defense Expo)લોજિસ્ટિક્સ સમસ્યાઓના કારણે મુલતવી રાખવામાં આવ્યો છે. આ ડિફેન્સ એક્સપો 10થી 14 માર્ચ સુધી યોજાવાનો હતો. હવે આ અંગે સમયાંતરે નવી તારીખ જણાવવામાં આવશે. આ એક્સ્પોમાં સંરક્ષણ મંત્રાલય દેશની સૈન્ય શક્તિ પ્રણાલીનું પ્રદર્શન કરે છે, સાથે જ અન્ય દેશો અને સંરક્ષણ સામાન બનાવતી કંપનીઓ પણ તેમાં ભાગ લે છે. ગાંધીનગરમાં યોજાનારા ડિફેન્સ એક્સ્પો 2022ને લઈને તડામાર તૈયારીઓ પણ શરુ થઇ ગઇ હતી. પરંતુ, રશિયા-યુક્રેનની યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લઇને એક્સપો પણ મુલવતી રખાયો છે.

 

આ પણ વાંચો : Travel: વસંતઋતુમાં ફરવા જવાનો પ્લાનિંગ કરો છો, દક્ષિણ ભારતના આ સુંદર હિલ સ્ટેશનોની લઈ શકો છો મુલાકાત

આ પણ વાંચો : Ukraine Crisis : સુરત શહેર-જિલ્લાના 91 વિદ્યાર્થીઓ અત્યારસુધી પરત ફર્યા, એરપોર્ટ ખાતે પરિવારજનો સાથે મિલન દરમ્યાન સર્જાયા ભાવુક દ્રશ્યો

 

Published on: Mar 04, 2022 03:47 PM
g clip-path="url(#clip0_868_265)">