Rain Breaking : મહેસાણાના નંદાસણમાં કરા સાથે વરસાદ, 200થી વધુ કબૂતરના થયા મોત, જુઓ Video

Rain Breaking : મહેસાણાના નંદાસણમાં કરા સાથે વરસાદ, 200થી વધુ કબૂતરના થયા મોત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2023 | 6:01 PM

મહેસાણા (Mehsana) જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં જોવા મળ્યો પલટો આવ્યો હતો અને ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં તો કરા પડ્યા હતા.

ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા જિલ્લાના નંદાસણમાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા છે. તો બીજી તરફ નંદાસણ પાસેના શંકારપુરામાં ચબુતરા પર પડી વીજળી 200થી વધુ કબૂતરના મોત થયા છે. કમોસમી વરસાદ પડતા રસ્તા પર પાણી વહેતા થયા છે. મહેસાણા અને બેચરાજી વિસ્તારમાં પણ ભારે પવન સાથે કરા પડ્યા છે. બીજી તરફ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

આ પણ વાંચો-Vadodara : સુદાનથી આવેલો પરિવાર કહે છે, સરકાર અને સેનાના કારણે અમે સુરક્ષિત વતનમાં આવી શક્યા

મહેસાણા જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં જોવા મળ્યો પલટો આવ્યો હતો અને ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં તો કરા પડ્યા હતા. કરા પડવાના કારણે વાતાવરણમાં ઠંડી પણ અનુભવાઇ રહી છે. બીજી તરફ કરા પડવાના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. તો શંકરાપુરામાં વીજળી પડતા ચબુતરો જમીનદોસ્ત થયો છે સાથે જ ચબુતરા પર બેસેલા 200 કબુતરના મોત થયા છે.ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા ભારે નુકસાન પહોંચ્યુ છે.

બીજી તરફ ગુજરાતમાં કચ્છ, પાટણમાં પણ વરસાદ વરસ્યો છે. પાટણ જિલ્લામાં હારીજ પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. હારીજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી વહેવા લાગ્યા હતા. કમોસમી વરસાદ થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. પાટણ, સિદ્ધપુર, સરસ્વતી સહિતના પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.

કચ્છ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો છે. આજે પણ કચ્છના ઘણા વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. ખાવડા, મોખાણા, મમુઆરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લાના રતનાલમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવનની સાથે કરાનો વરસાદ વરસ્યો છે. કચ્છમાં માધાપર, કોટડા, નાડાપા ધાણેટીમાં વરસાદ વરસ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">