Railway news : રાજકોટ-જૂનાગઢ વચ્ચે 15 થી 21 ફેબ્રુઆરી સુધી દોડશે શિવરાત્રી સ્પેશિયલ ટ્રેન, સોમનાથ જતી ટ્રેનમાં જોડાયા વધારાના કોચ

રાજકોટથી ટ્રેન સવારે 10.40 એ ઉપડશે,12.40 એ જૂનાગઢ પહોંચશે, જૂનાગઢથી રાજકોટ આવવા માટે બપોરે 3.30 કલાકે ઉપડશે ટ્રેન, અન્ય ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે, સોમનાથ - અમદાવાદ - સોમનાથ, વેરાવળ રાજકોટ વેરાવળ, પોરબંદર સોમનાથ પોરબંદર અને રાજકોટ સોમનાથ ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે.

Railway news : રાજકોટ-જૂનાગઢ વચ્ચે 15 થી 21 ફેબ્રુઆરી સુધી દોડશે શિવરાત્રી સ્પેશિયલ ટ્રેન, સોમનાથ જતી ટ્રેનમાં જોડાયા વધારાના કોચ
Indian railwayImage Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2023 | 12:46 PM

મહાશિવરાત્રીનો તહેવાર સાવ નજીક છે ત્યારે જૂનાગઢમાં ભવનાથના મેળામાં હજારો લોકો પહોંચતા હોય છે સાથે જ ગીર સોમનાથ ખાતે આવેલા જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે પણ લોકો શિવરાત્રિના દર્શન માટે ઉમટી પડતા હોય છે. જેને ધ્યાને લઈને રેલવે વિભાગ દ્વારા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.

મહાશિવરાત્રી માટેની સ્પેશિયલ ટ્રેન આ પ્રમાણે છે

મહાશિવરાત્રી સ્પેશિયલ ટ્રેન  રાજકોટથી સવારે 10-40 વાગ્યે ઉપડશે અને  12-40 વાગ્યે જૂનાગઢ પહોંચશે . તો રાજકોટ પરત આવવા માટે જૂનાગઢથ બપોરે  3-30 વાગ્યે ટ્રેન ઉપડશે.

સાથે જ જૂનાગઢ જતી ટ્રેનમાં વધારાના કોચ પણ જોડવાની  વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટ્રેનમાં સોમનાથ – અમદાવાદ – સોમનાથ અને વેરાવળ -રાજકોટ  તેમજ  પોરબંદર સોમનાથ  અને રાજકોટ સોમનાથ ટ્રેનનો સમાવેશ થાય છે આ ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે.  જેતકી મુસાફરો સોમનઆથ અને જૂનાગઢ માટે સરળતાથી પરિવહન કરી શકે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ ટ્રેન રાજકોટથી સવારે 10.40 એ ઉપડશે,12.40 એ જૂનાગઢ પહોંચશે, જૂનાગઢથી રાજકોટ આવવા માટે બપોરે 3.30 કલાકે ઉપડશે ટ્રેન, અન્ય ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે, સોમનાથ – અમદાવાદ – સોમનાથ, વેરાવળ રાજકોટ વેરાવળ, પોરબંદર સોમનાથ પોરબંદર અને રાજકોટ સોમનાથ ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે.

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ

દરમિયાન જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી મેળાનો ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ આજથી વિધિવત પ્રારંભ થયો છે. અલગ અલગ અખાડાઓમાં પણ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને અન્નક્ષેત્રનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભજન, ભોજન, અને ભક્તિના મહાપર્વ સમા મહાશિવરાત્રી મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને ઓપ આપી દેવામાં આવ્યો છે. તળેટીમાં આવેલા આશ્રમ, અન્નક્ષેત્રો અને ઉતારા મંડળો શિવભક્તોની પ્રસાદી અને સેવા માટે તૈયાર થઈ ગયા છે. તો મેળામાં 2500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલો છે. મહાશિવરાત્રિ મેળામાં 100થી વધુ અધિકારીઓની સાથે જ SRPની બે કંપનીઓ પણ તૈનાત રહેશે.  ઉપરાંત 18 તારીખ સુધી અહીં મોટી સંખ્યમાં ભાવિકો ઉમટી પડશે તેના માટે પાર્કિંગ, ભોજન, સુરક્ષા સહિતની તૈયારીઓ તંત્રએ પૂર્ણ કરી હતી.

વિથ ઇનપુટ, રોનક મજેઠિયા ટીવી9 રાજકોટ, વિજયસિંહ પરમાર ટીવી9 જૂનાગઢ

g clip-path="url(#clip0_868_265)">