AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: AIIMSની OPDનો 50 હજારથી વધુ દર્દીએ લીધો લાભ, બાંધકામ આ મહિના સુધીમાં થશે પૂર્ણ

ગુજરાત સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે AIIMS રાજકોટના નિર્માણકાર્ય સંદર્ભે જણાવ્યું કે, હાલ રાજકોટ એઇમ્સનું 60 ટકા જેટલું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે. ઓકટોબર-2023 સુધીમાં ગુજરાતની પ્રથમ AIIMS રાજકોટનું 100 ટકા બાંધકામ પૂર્ણ થશે.

Rajkot: AIIMSની OPDનો 50 હજારથી વધુ દર્દીએ લીધો લાભ, બાંધકામ આ મહિના સુધીમાં થશે પૂર્ણ
Kinjal Mishra
| Edited By: | Updated on: May 24, 2023 | 10:38 PM
Share

ગુજરાત સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે AIIMS રાજકોટના નિર્માણકાર્ય સંદર્ભે જણાવ્યું કે, હાલ રાજકોટ એઇમ્સનું 60 ટકા જેટલું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે. ઓકટોબર-2023 સુધીમાં ગુજરાતની પ્રથમ AIIMS રાજકોટનું 100 ટકા બાંધકામ પૂર્ણ થશે, તેમ તેમણે જણાવીને આ ઇન્સ્ટીટ્યુટ કાર્યરત બનતા ગુજરાતની સાથે દેશની સ્વાસ્થ્ય-સેવાને નવું બળ મળશે તેમ ઉમેર્યુ હતું.

આ પણ વાચો: Rajkot : RTE અંતર્ગત ખોટી રીતે એડમિશન લેનારા વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી થશે, 400 એડમિશન કરાયા રદ

એઇમ્સ એ રાજ્યના સ્વાસ્થ્ય ક્ષેત્રે ‘માઈલ સ્ટોન’ બની રહેશે તેમ જણાવતાં મંત્રીએ ઉમેર્યું કે, આશરે 1,58,879 ચો.મી.ના બાંધકામ વિસ્તારમાંથી 91,950 ચો.મી. વિસ્તારનું બાંધકામ પૂર્ણ થયેલ છે. અહીં 77,435 ચો.મી.ના હોસ્પિટલ વિસ્તારમાં 15થી 20 સુપરસ્પેશિયાલિસ્ટ વિભાગ, ઇમરજન્સી, ટ્રોમા, આયુષ અને આઈસીયુ જેવી સુવિધાઓ, 27,911 ચો.મી. વિસ્તારમાં મેડિકલ અને નર્સિંગ કોલેજ, 51,198 ચો.મી. વિસ્તારમાં હોસ્ટેલ અને ક્વાટર્સ તથા 2335 ચો.મી. વિસ્તારમાં અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.

AIIMSનું ડિસેમ્બર 2020માં ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

મંત્રી ઉમેર્યું કે, વર્ષ 2017-18ના બજેટમાં AIIMS રાજકોટની જાહેરાત કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 1.58 લાખ ચો.મી. વિસ્તારમાં 750 બેડ અને હાલ 150 MBBSના વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી આ AIIMSનું ડિસેમ્બર 2020માં ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

45 હજારથી વધુ નાગરિકોએ ટેલીમેડીસીન સેવાનો લાભ લીધો

અહીં ડિસેમ્બર 2021થી કાર્યરત 14 સ્પેશિયાલિસ્ટ વિભાગોમાં અત્યાર સુધીમાં 50 હજારથી વધુ નાગરિકોએ OPD સેવાનો તથા 45 હજારથી વધુ નાગરિકોએ ટેલીમેડીસીન સેવાનો લાભ લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014 પહેલાં દેશમાં ફક્ત 8 જ એઇમ્સ કાર્યરત હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સંભાળ્યા બાદ દેશને નવી 14 એઈમ્સની મંજૂરી મળી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">