Rajkot : RTE અંતર્ગત ખોટી રીતે એડમિશન લેનારા વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી થશે, 400 એડમિશન કરાયા રદ

Rajkot News : શિક્ષણ વિભાગે (Education Department) બોગસ દસ્તાવેજો રજૂ કરીને એડમિશન લેનાર વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ શિક્ષણ વિભાગે આવા 400થી વધુ એડમિશન રદ કર્યા હતા.

Rajkot : RTE અંતર્ગત ખોટી રીતે એડમિશન લેનારા વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી થશે, 400 એડમિશન કરાયા રદ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2023 | 10:06 AM

રાજકોટમાં (Rajkot) RTE અંતર્ગત ખોટી રીતે એડમિશન લેશો તો પસ્તાશો. શિક્ષણ વિભાગે (Education Department) બોગસ દસ્તાવેજો રજૂ કરીને એડમિશન લેનાર વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ શિક્ષણ વિભાગે આવા 400થી વધુ એડમિશન રદ કર્યા હતા. જેમાં વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભરવા ગેરરીતિ આચર્યાનું સામે આવ્યું હતુ.

રાજકોટ શહેર અને જિલ્લામાં ગેરરીતિ કરીને વાલીઓએ RTE હેઠળ તેમના બાળકોના એડમીશન લેવાનો પ્રયાસ કર્યો છે. મીડિયામાં અહેવાલ આવ્યા બાદ રાજ્યસરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરમાં RTE હેઠળના એડમિશન રી ચેક કરવાનાં આદેશ આપવામાં આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં વાલીઓએ પોતાના બાળકોના RTE હેઠળ એડમીશન લઈ લીધા હોવાનું સામે આવ્યું છે અને આ વિદ્યાર્થીઓના વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો- Gujarati Video : વડોદરામાં ભૂતકાળની લેવડ દેવડને લઈ યુવકને માર્યો ઢોર માર, પિડીતના પરિવારજનોના પોલીસ પર ગંભીર આક્ષેપ

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

રાજકોટમાં 400થી વધુ વાલીઓએ ગેરરીતિ કરી RTE હેઠળ એડમિશન લીધા

રાજકોટમાં 6 હજાર જેટલા RTE અંતર્ગત બાળકોને પ્રવેશ આપવામાં આવ્યા છે. જેમાંથી 400 જેટલા બાળકોના વાલીઓએ ખોટી રીતે એડમિશન લઈ લીધા હોવાનું સામે આવ્યું છે. જેમાં કેટલાક બાળકોએ તો ગતવર્ષે ફી ભરીને પહેલું ધોરણ ભણી લીધા બાદ ફરીથી આ વર્ષે પહેલા ધોરણમાં RTE અંતર્ગત પ્રવેશ મેળવી લીધો હતો. જેમાં નામ સાથે ક્યાંકને ક્યાંક ચેડાં કરીને ઓનલાઇન સિસ્ટમને છેતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જિલ્લા શિક્ષણ અધિકારી બી એસ કૈલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ પ્રકારના વિદ્યાર્થીઓને ટ્રેકિંગ સિસ્ટમથી શોધીને શાળાઓને પ્રવેશ રદ કરવા આદેશ પણ આપવામાં આવ્યા છે અને એડમિશન રદ કર્યા બાદ જે જગ્યાઓ ખાલી થશે, તેમાં જરૂરિયાત વાળા અન્ય વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે.

ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં સુધારા કરવાની જરૂર: ડી વી મહેતા

બીજી તરફ રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ TV9 સાથેની વાતચીતમાં ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, વાલીઓ ઓનલાઇન પ્રક્રિયામાં બાળકના નામ સાથે કોઈને કોઈ રીતે નાનામોટા ફેરફાર કરી નાખે છે. જેથી ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં તે સામે ન આવે. શિક્ષણ વિભાગે આધારકાર્ડ સાથે કનેક્ટ સિસ્ટમ બનાવવી જોઈએ. જેથી તેના નંબર પરથી જો કોઈ વાલી નામ સાથે ચેડાં કરીને પણ એડમિશન લેવાનો પ્રયાસ કરે તો પણ તે સિસ્ટમમાં પકડાઈ જાય અને ગેરરીતિ ન આચરી શકે.

રાજકોટ સહિત ગુજરાત જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">