રાજકોટમાં વધુ એકવાર દારૂબંધીના ઉડ્યા લીરેલીરા, ટ્રાફિક વોર્ડનની કારમાંથી 68 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

Rajkot: માં દારૂબંધીના લીરેલીરા ઉડાડતી ઘટના સામે આવી છે. જેમાં પોલીસ કમિશનર કચેરીથી માત્ર 100 મીટરના અંતરે નંબર પ્લેટ વિનાની કારમાંથી 68 વિદેશી દારૂની બોટલ મળી આવી છે. પોલીસ તપાસમાં ખૂલ્યુ છે કે કાર ટ્રાફિક વોર્ડનની હતી અને તે આ દારૂ દીવથી વેચવા માટે લાવ્યો હતો.

રાજકોટમાં વધુ એકવાર દારૂબંધીના ઉડ્યા લીરેલીરા, ટ્રાફિક વોર્ડનની કારમાંથી 68 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jan 18, 2023 | 8:05 PM

રાજ્યમાં કહેવા માટે તો કાગળ પર દારૂબંધી છે પરંતુ આ દારૂબંધીના લીરેલીરા ઉડાડતી ઘટના રાજકોટમાં ફરી એકવાર સામે આવી છે. જ્યાં ટ્રાફિક વોર્ડન જ દારૂની ખેપ મારતા ઝડપાયો છે. સમગ્ર ઘટનાની વિગત અનુસાર શહેરના રેસકોર્ષ રોડ પર આવેલ પોલીસ કમિશનરની કચેરી બહાર એક સફેદ I-20 નંબર પ્લેટ વિનાની કાર પડેલી હતી. કારમાં પોલીસ લખેલુ પાટીયુ હતુ. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ જ્યારે તેમની ઓફિસમાંથી બહાર નીકળ્યા, ત્યારે તેમનું ધ્યાન આ કાર પર પડતા તેમણે ડિટેઈન કરવાની સૂચના આપી હતી.

પોલીસ કમિશનરના આદેશ બાદ ટ્રાફિક પોલીસે કારને ટો કરતી વખતે તેની તપાસ કરતા તેમાંથી ચોંકાવનારી વિગતો સામે આવી. કારની અંદરથી 68 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જેના પગલે કારને તાત્કાલિક પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી. જ્યાં પોલીસે તપાસ કરતા કરણ નામનો ટ્રાફિક વોર્ડન કાર સાથે પકડાયો હતો. પોલીસે કરણની પૂછપરછ કરી આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે ટ્રાફિક વોર્ડન કરણ પોલીસની સાંઠગાંઠ અને મિલિભગતથી દારૂનો વેપલો કરતો હતો. હાલ આ દારૂના જથ્થા પાછળ અન્ય કેટલા લોકો સંડોવાયેલા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસની તપાસમાં કરણ આ કાર પોતાની જ હોવાનો દાવો કરી રહ્યો છે. ત્યારે કરણ છેલ્લા કેટલા સમયથી દારૂનો આ વેપલો કરતો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

દારૂનો જથ્થો દીવથી લાવ્યો હોવાનું નિવેદન

પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના અધિકારીના કહેવા પ્રમાણે કરણે દારૂનો જથ્થો દીવથી લાવ્યો હોવાની કબૂલાત આપી છે. છેલ્લા થોડા સમયથી તે દીવથી દારૂ લાવીને રાજકોટમાં વેચતો હતો.પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે 68 બોટલ પૈકી 57 બોટલ દીવ દમણની છે જ્યારે 11 દારૂની બોટલ પંજાબમાં તૈયાર થઇ હોવાનું લખ્યું છે ત્યારે પંજાબમાં તૈયાર થયેલો દારૂનો જથ્થો અહીં કેમ આવ્યો તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Video : રાજકોટમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું, શાળાનો સમય સવારે 8 વાગેનો કરાયો

ટ્રાફિક વોર્ડન કરણ સામે કાયદેસરના પગલા લેવાશે

ટ્રાફિક નિયંત્રણ કરવાને બદલે અઘિકારીઓની ઓફિસમાં કામ કરતા ટ્રાફિક વોર્ડન પાસેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે ત્યારે પોલીસ દ્રારા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક વોર્ડન હોવાને કારણે ટ્રાફિક વિભાગ દ્રારા પણ તેને વોર્ડન તરીકે દુર કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં ટ્રાફિક વોર્ડન પોલીસના છુપા આર્શિવાદથી બેફામ બન્યા છે અને આવા અવળા રસ્તે ચડી રહ્યા છે ત્યારે પોલીસે તેમની પર કડક નિયંત્રણ લાવવું જરૂરી છે. ટ્રાફિક વોર્ડનના ગુનાહિત ઇતિહાસ ચકાસીને જ તેની ભરતી થાય તે ખૂબ જ જરૂરી છે.

અહીં જુઓ વીડિયો: 

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
g clip-path="url(#clip0_868_265)">