Video : રાજકોટમાં વિદ્યાર્થિનીના અચાનક મૃત્યુ મુદ્દે NSUI આક્રમક, શાળાનો સમય મોડો કરવા રજુઆત

Video : રાજકોટમાં વિદ્યાર્થિનીના અચાનક મૃત્યુ મુદ્દે NSUI આક્રમક, શાળાનો સમય મોડો કરવા રજુઆત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2023 | 5:03 PM

રાજકોટમાં જસાણી શાળામાં વિદ્યાર્થિનીનું અચાનક મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. આઠમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું ચાલુ ક્લાસમાં અચાનક મોત થઇ ગયુ છે. વિદ્યાર્થિનીના મોતના સમાચાર સાંભળી પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા.

રાજકોટમાં જસાણી શાળામાં વિદ્યાર્થિનીનું અચાનક મૃત્યુ થયાની ઘટના સામે આવી છે.વિદ્યાર્થિનીના મોત બાદ શાળાનો સમય મોડો કરવા માટે વિદ્યાર્થી સંગઠનો હવે જાગ્યા છે.એ.વી જસાણી સ્કૂલની વિદ્યાર્થિનીના મોતને લઈ સ્કૂલોના સમયમાં ફેરફાર કરવા NSUIએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી.ઠંડીના કારણે સ્કૂલોનો સમય મોડો કરવામાં આવે તેવી વિદ્યાર્થી સંગઠનોની માગ છે..વિદ્યાર્થી સંગઠનોની રજૂઆતના પગલે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

મૃતક વિદ્યાર્થિનીની માતાએ શાળા પર ગંભીર આક્ષેપ કર્યા

આઠમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું ચાલુ ક્લાસમાં અચાનક મોત થઇ ગયુ છે. વિદ્યાર્થિનીના મોતના સમાચાર સાંભળી પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. વિધાર્થિનીનું મોતનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. PM રિપોર્ટ આવે તે પહેલા જ મૃતક વિદ્યાર્થિનીની માતાએ શાળા પર ગંભીર આક્ષેપ કર્યા છે.

વિધાર્થિનીનું મોતનું કારણ હજી સુધી જાણી શકાયું નથી

મૃતક વિદ્યાર્થિનીની માતાએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને ફરજિયાત શાળાના સ્વેટર પહેરીને જ આવવા મજબૂર કરાય છે. જો કોઇ વિદ્યાર્થી જેકેટ પહેરીને શાળાએ આવે તો તેને પ્રવેશ નથી અપાતો.પરિણામે વિદ્યાર્થીઓ આકરી ઠંડીમાં રહેવા મજબૂર બને છે. મહત્વપૂર્ણ છે કે માતાના આક્ષેપો વચ્ચે શાળાના પ્રિન્સિપાલે વિદ્યાર્થિનીના મૃત્યુ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખી જાણ કરી છે.

શિક્ષણ વિભાગની કેટલીક ત્રુટીઓને ઉજાગર

રાજકોટની એ.વી. જસાણી શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિધાર્થીનું મોતનું રહસ્ય ઘુંટાય રહ્યું છે.વિધાર્થીનીના માતા પિતા મોત પાછળ ઠંડીને કારણે હાર્ટ એટેક માની રહ્યા છે જો કે શાળાના સંચાલકો આ વાત માનવા માટે તૈયાર નથી.વિધાર્થીના મોતનું કારણ જાણવા માટે તેમનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે.જો કે આ કિસ્સાએ શિક્ષણ વિભાગની કેટલીક ત્રુટીઓને ઉજાગર કરી છે જેને લઇને શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે.

Published on: Jan 18, 2023 05:02 PM
g clip-path="url(#clip0_868_265)">