Video : રાજકોટમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું, શાળાનો સમય સવારે 8 વાગ્યેનો કરાયો
રાજકોટની જસાણી સ્કૂલમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીના મોત બાદ સ્થાનિક શિક્ષણ તંત્ર સફાળું જાગ્યું છે.. શાળાનો સમય 8 વાગ્યાનો કરવાની કડક સૂચના આપવામાં આવી છે. શિક્ષણા ધિકારીએ એક પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્ર મુજબ હવે આવતીકાલથી ખાનગી અને સરકારી તમામ શાળાનું શૈક્ષણિક કાર્ય સવારે 8 વાગ્યાથી શરૂ થશે
રાજકોટની જસાણી સ્કૂલમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીના મોત બાદ સ્થાનિક શિક્ષણ તંત્ર સફાળું જાગ્યું છે.. શાળાનો સમય 8 વાગ્યાનો કરવાની કડક સૂચના આપવામાં આવી છે. શિક્ષણા ધિકારીએ એક પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્ર મુજબ હવે આવતીકાલથી ખાનગી અને સરકારી તમામ શાળાનું શૈક્ષણિક કાર્ય સવારે 8 વાગ્યાથી શરૂ થશે અને ઠંડીના દિવસોમાં યુનિફોર્મના સ્વેટર સિવાય વધારાના સ્વેટર કે શાલ પહેરતા શાળા રોકી શકશે નહીં.
જેમાં આવતી કાલથી દરેક શાળામાં ચેકિંગ પણ કરવામાં આવશે.જો કોઈ શાળા પરિપત્રનો ભંગ કરશે તો માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે.
જસાણી શાળામાં વિદ્યાર્થિનીનું અચાનક મૃત્યુ થયાની ઘટના સામે આવી
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં જસાણી શાળામાં વિદ્યાર્થિનીનું અચાનક મૃત્યુ થયાની ઘટના સામે આવી છે.આઠમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું ચાલુ ક્લાસમાં અચાનક મોત થતા પરિવાર શોકમગ્ન છે.પોતાની માસૂમ બાળકીના અચાનક મોતને લઇને માતા શાળા પર ગંભીર આક્ષેપ કરી રહી છે.મૃતક વિદ્યાર્થિનીની માતાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે બાળકી બેભાન થયા બાદ પણ વાલીને સમયસર જાણ નથી કરાઇ.
આ સાથે બાળકીને સમયસર સારવાર ન મળી હોવાનો પણ આક્ષેપ માતાએ કર્યો છે.પોતાની વ્હાલસોયી દીકરીની અચાનક વિદાયથી માતા આઘાતમાં છે અને શાળામાં કાયમી મેડિકલ રૂમ ઉભો કરવા શિક્ષણ વિભાગને ભાવૂક વિનંતી કરી રહી છે.
આ પણ વાંચો : રાજ્યની પ્રાથમિક શાળા ગુણોત્સવ 2.0ના પરિણામ જાહેર, મહાનગરોમાં AMC ની શાળાએ મારી બાજી