રાજકોટ-મોરબી જિલ્લાના ખેડૂતો માટે 0 ટકાના વ્યાજે 1 લાખની લોન જાહેર કરતી જિલ્લા બેંક, જયેશ રાદડિયાની મહત્વની જાહેરાત

ભારે વરસાદને કારણે સૌથી વધારે નુકસાન લોધિકા તાલુકામાં થયું છે.લોધિકામાં એક દિવસમાં જ 25 ઇંચ જેટલો વરસાદ પડતા ત્યાં ખેડૂતો ધોવાય ગયા છે આ ઉપરાંત મોજ નદીના કારણે ઉપલેટા તાલુકાના ખેડૂતોને પણ નુકસાન થયું છે.

રાજકોટ-મોરબી જિલ્લાના ખેડૂતો માટે 0 ટકાના વ્યાજે 1 લાખની લોન જાહેર કરતી જિલ્લા બેંક, જયેશ રાદડિયાની મહત્વની જાહેરાત
Important announcement of District Bank, Jayesh Radadia announcing loan of Rs 1 lakh at 0% interest for farmers of Rajkot-Morbi district

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક ખેડૂતોની જમીનનું ધોવાણ થયું છે.ખેડૂતોને સરકાર સર્વે કર્યા બાદ નુકસાનીનું વળતર આપશે.સરકાર આ અંગે કોઇ જાહેરાત કરે તે પહેલા વિઠ્ઠલભાઇ રાદડિયા રાજકોટ જિલ્લા બેંક દ્રારા ખેડૂતોની વ્હારે આવી છે અને ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની ઝીરો ટકા લોનની જાહેરાત કરી છે.

આ અંગે જાહેરાત કરતા જયેશ રાદડિયાએ કહ્યું હતુ કે ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતર ધોવાય ગયા છે અને પાક નિષ્ફળ ગયો છે ત્યારે જિલ્લા બેંકના જે પણ ઘિરાણ લેતા હશે તેવા સભાસદોને બેંક દ્રારા 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે આ લોન ઝીરો ટકા હશે અને ત્રણ વર્ષની મુદ્દતમાં ભરપાય કરવાની રહેશે.આ લાભ રાજકોટ અને મોરબી જિલ્લાના બેંક સાથે જોડાયેલા ખેડૂતોને મળશે..

જિલ્લા બેંક ખેડૂતોની સંસ્થા,હંમેશા ખેડૂતો સાથે-રાદડિયા

આ અંગેની જાહેરાત કરતા જયેશ રાદડિયાએ કહ્યું હતુ કે રાજકોટ જિલ્લા બેંક ખેડૂતોની બેંક છે અને જ્યારે ખેડૂતોને મુશ્કેલી પડે છે ત્યારે આ બેંક ખેડૂતોની સાથે રહે છે.રાજકોટ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે અનેક ખેડૂતોના પાકને નુકસાન થયું છે અને જમીનનું પણ ઘોવાણ થયું છે ત્યારે અત્યારે ખેડૂતોને રૂપિયાની જરૂર હોય છે જેથી જિલ્લા બેંકે ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી છે અને આ ત્રણ વર્ષની મુદ્દતની લોન રહેશે.સાથે સાથે ખેડૂતોને એકપણ રૂપિયા વ્યાજ પણ નહિ ચૂકવવું પડે..

સૌથી વધારે નુકસાન લોધિકા તાલુકામાં

ભારે વરસાદને કારણે સૌથી વધારે નુકસાન લોધિકા તાલુકામાં થયું છે.લોધિકામાં એક દિવસમાં જ 25 ઇંચ જેટલો વરસાદ પડતા ત્યાં ખેડૂતો ધોવાય ગયા છે આ ઉપરાંત મોજ નદીના કારણે ઉપલેટા તાલુકાના ખેડૂતોને પણ નુકસાન થયું છે.સાથે સાથે ગોંડલ અને ધોરાજીમાં પણ સારો વરસાદ પડ્યો છે જેથી નદી કાંઠા અને ડેમની નજીક આવેલા ખેતરો ધોવાય ગયા છે અને ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે.હાલમાં ખેડૂતો સહાયની આશા રાખી રહ્યા છે.સરકારની સહાય આવે તે પહેલા જિલ્લા બેંક દ્રારા કરવામાં આવેલી જાહેરાત ખેડૂતો માટે એક ટેકા સમાન બની છે..

રાજ્ય સરકાર દ્રારા સર્વે પૂર્ણ કરી ફાઇનલ આંકડો જાહેર કરાશે-જિલ્લા કલેક્ટર

જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ કહ્યું હતુ કે જિલ્લામાં જમીન ઘોવાણ થયા હોવાની સૌથી વધારે ફરીયાદ લોધિકા,ગોંડલ અને ધોરાજી પંથકમાંથી મળી છે જો કે તેમને સહાય અંગેની કોઇ જોગવાઇ નથી આ અંગે રાજ્ય સરકારને સૂચન કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર નિર્ણય લેશે.તો ખેડૂતોને જે નુકસાન થયું છે તેનો અલગ અલગ ટીમો બનાવીને સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.સર્વે પૂર્ણ થયા બાદ ફાઇનલ આંકડો જાહેર કરવામાં આવશે અને તેના આધારે રાજ્ય સરકાર નિર્ણય લેશે..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati