ગુજરાતમાં ફરી જામ્યો વરસાદી માહોલ, આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી

ભારે વરસાદને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.તો બીજી તરફ પોર્ટ (Port) પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ લાગવવામાં આવ્યુ છે.

ગુજરાતમાં ફરી જામ્યો વરસાદી માહોલ, આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી
Heavy rain forecast for gujarat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2022 | 8:39 AM

ગુજરાતમાં (Gujarat) આગામી ત્રણ દિવસ ભારે વરસાદની(Rain) આગાહી કરવામાં આવી છે.અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થતાં ગાજવીજ સાથે વરસાદની (Monsoon 2022) સંભાવના સેવા રહી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં (Saurashtra-kutch) અતિભારે વરસાદ પડી શકે છે. તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની (heavy rain)  આગાહી હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવી છે.તો સૌરાષ્ટના દરિયા કાંઠા વિસ્તારોમાં અતિભારે વરસાદી આગાહી છે. ભારે વરસાદને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.તો બીજી તરફ પોર્ટ (Port) પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ લાગવવામાં આવ્યુ છે.

આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન (gujarat rain) જોવા મળી રહ્યા છે. હવામન વિભાગની આગાહી અનુસાર બુધવારે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 75 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધુ પોરબંદરમાં (porbandar) 3.5 ઈંચ વરસાદ ખાબક્યો છે,તો મહેસાણાના વિજાપુરમાં 2.5 ઈંચ,મહિસાગરમાં સંતરામપુર 2.5 ઈંચ અને ગીર સોમનાથના કોડીનારમાં પણ 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે.બીજી તરફ ઉતર ગુજરાતમાં (North gujarat) અરવલ્લીના મોડાસામાં 2 ઈંચ,મહિસાગરના કડાણામાં 2 ઈંચ તેમજ દાહોદના ઝાલોદમાં પણ 2 ઈંચ વરસાદ ખાબક્યો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">