Monsoon 2022: રાજ્યમાં ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી, વલસાડ, દમણ, ગીરસોમનાથ અને જૂનાગઢમાં રેડ એલર્ટ

વલસાડ, દમણ, જૂનાગઢ અને ગીરસોમનાથમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ (Ahmedabad) શહેરમાં પણ 3 દિવસ ભારે વરસાદ પડવાનું અનુમાન છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2022 | 9:15 AM

રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે. હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે કે આગામી 3 દિવસ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ (Rain) વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના શહેરોમાં આગામી 24 કલાક ભારે વરસાદ વરસવાની શક્યતા છે. હવામાન વિભાગનું માનીએ તો 9મી ઓગસ્ટથી 11મી ઓગસ્ટ સુધી રાજ્યમાં મેઘાવી માહોલ જોવા મળશે. સાથે જ 10મી ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના શહેરોને મેઘરાજા ધમરોળી શકે છે. જ્યારે ગાંધીનગર (Gandhinagar) સહિત મધ્ય ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ

રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી 3 દિવસ ધોધમાર વરસાદ પડવાની આગાહી છે. વલસાડ, દમણ, જૂનાગઢ અને ગીરસોમનાથમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ શહેરમાં પણ 3 દિવસ ભારે વરસાદ પડવાનું અનુમાન છે. આજથી 3 દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરત, ડાંગ, નવસારી, તાપી, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, અમદાવાદ, આણંદ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને બોટાદમાં ભારે વરસાદ વરસી શકે છે.

10 ઓગસ્ટે આ વિસ્તારોમાં ભારે વરસાદ

આવતીકાલે 10 ઓગસ્ટે ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી છે તેની વાત કરીએ તો, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, સુરત, ડાંગ, તાપી, નવસારી, રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, દ્વારકા, કચ્છ, દીવ, અમદાવાદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, મોરબી, ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે.. જ્યારે 11 ઓગસ્ટે વલસાડ, દમણદાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીરસોમનાથ, દીવ, નવસારી, અમરેલી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">