ખુશખબર : રાજકોટ જિલ્લાના ડેમોમાં આવ્યા નવા નીર, સપાટીમાં 10 ટકાનો વધારો

રાજકોટમાં (Rajkot) રવિવારે સરેરાશ 2 ઇંચથી લઇને 8 ઇંચ સુધી વરસાદ વરસતા ડેમોમાં નવા નીર આવ્યા છે.

ખુશખબર : રાજકોટ જિલ્લાના ડેમોમાં આવ્યા નવા નીર, સપાટીમાં 10 ટકાનો વધારો
Rajkot Rain
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 26, 2021 | 8:21 PM

હવામાન આગાહીને પગલે સૌરાષ્ટ્રમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઇ છે. જેને પગલે રાજકોટ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં (Rajkot) રવિવારે સરેરાશ 2 ઇંચથી લઇને 8 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લામાં પડેલા વરસાદને કારણે જીવાદોરી સમાન જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે રાજકોટનો આજી-2 ડેમ ઓવર ફ્લો થયો છે. જ્યારે ગોંડલનો મોતીસર ડેમ ઓવર ફ્લો થયો હતો.

સિંચાઇ વિભાગનાં એક્ઝિક્યુટીવ ઇજનેર એસ.જી. પટેલના કહેવા પ્રમાણે જિલ્લાના 26 ડેમમાં 24 ટકા જેટલું પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. જેમાં વરસાદ વરસતા 36 ટકા જેટલું પાણી થયું છે. આજી-2, મોતીસર અને વેણુ-2 ડેમમાં પાણીની આવક થતા ઓવર ફ્લો થયા છે.

રાજકોટ જિલ્લાનાં જળાશયોની સ્થિતિ

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ભાદર ડેમની કુલ ઉંડાઇ 35 ફુટ છે જ્યારે 0.49 ફુટ નવા નિરની આવક થતા હાલ 22.28 ટકા ડેમ ભરાયેલો છે.

મોજ ડેમની કુલ ઉંડાઇ 44 ફુટ છે. જ્યારે 11.91 ફુટ નવા નિરની આવક થતા હાલ 56.62 ટકા ડેમ ભરાયેલો છે.

વેણું-2 ડેમની કુલ ઉંડાઇ 54.13 ફુટ છે. જ્યારે 5.41 ફુટ નવા નિરની આવક થતા 76.43 ટકા ડેમ ભરાયેલો છે.

આજી-1 ડેમની કુલ ઉંડાઇ 36.52 ફુટ છે. જેમાં નવા નિરની આવક 0.62 ફુટ થતા 28.54 ટકા ડેમ ભરાયો છે. જોકે નર્મદાનાં નિર સૌની યોજનાથી આવી રહ્યા છે.

આજી-2 ડેમની કુલ ઉંડાઇ 42.19 ફુટ છે. જે ઓવરફ્લો થતા 1 દરવાજો 1 ફુટ ખોલીને લેવલ મેઇનટેન કરવામાં આવી રહ્યું છે.

ન્યારી 1 ડેમમાં સૌની યોજનાનું પાણી બંધ કરાયું રવિવારે જે રીતે વરસાદ પડ્યો તેના કારણે સૌની યોજના થકી આવતું પાણી ન્યારી 1 ડેમમાં ઠાલવવાનું બંધ કરાયું છે. RMC ના કહેવા પ્રમાણે બે દિવસ પડેલા વરસાદને કારણે પાણીની આવક થતા સપાટીમાં અઢી ફૂટનો વધારો થયો છે. આ સાથે જ સપાટી 18.20 સુધી પહોંચી છે. જ્યારે આજી 1 ડેમમાં હજુ બે થી ત્રણ દિવસ સુધી સૌની યોજના થકી પાણીની આવક ચાલુ રાખવામાં આવશે. મહત્વનું છે કે રાજકોટનું જળસંકટ હળવું કરવા માટે સૌની યોજના થકી 300 ક્યુસેક પાણી રાજકોટના ડેમોમાં છોડવામાં આવ્યુ હતું.

આ પણ વાંચો : Banaskantha : પ્રથમ તબક્કામાં રસીકરણમાં અગ્ર રહેલા જીલ્લામાં 13 લાખ લોકો હજુ પણ કોરોના રસીથી વંચિત

આ પણ વાંચો : Bhavnagar: કોરોના ગાઈડલાઈન સાથે ધોરણ 9થી 11ની શાળાનો પ્રારંભ, શાળાઓ બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠી

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">