Banaskantha : પ્રથમ તબક્કામાં રસીકરણમાં અગ્ર રહેલા જીલ્લામાં 13 લાખ લોકો હજુ પણ કોરોના રસીથી વંચિત
દેશભરમાં રસીકરણ મહાભિયાન ચાલી રહ્યું છે. આ વચ્ચે બનાસકાંઠા (Banaskantha) પ્રથમ તબક્કામાં રસીકરણમાં (Vaccination) અગ્ર રહ્યું હતું. પરંતુ જીલ્લામાં 13 લાખ લોકો હજુ પણ કોરોના રસીથી વંચિત
વેક્સિન (Corona Vaccine) મામલે દેશમાં અવલ્લ રહેલું બનાસકાંઠા ( Banaskantha) હવે વેક્સિન મામલે પાછળ ધકેલાઈ રહ્યું છે. કારણ છે વેક્સિનની અછત. જિલ્લાના 25 લાખ લોકોને વેકસિન આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જેની સામે અત્યાર સુધી માત્ર નવ લાખ લોકોને જ વેકસિનનો પ્રથમ ડોઝ મળ્યો છે, એટલે કે જિલ્લામાં 13 લાખ જેટલા લોકો કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે પણ વેક્સિનથી વંચિત છે.
કોરોના વેકસિનના ટાર્ગેટ સામે 13 લાખ લોકો વેકસિનથી વંચિત સરકાર દ્વારા કોરોનાની ત્રીજી લહેર માટેની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોરોનાની ત્રીજી લહેરમાં લોકો ઓછા કોરોના સંક્રમિત થાય તે માટે એકજ હથિયાર છે અને તે છે કોરોના વેકસિન. પરંતુ વેકસિન ની અછત હવે આગામી સમયમાં લોકો માટે મોટી આફત સર્જન કરશે. બનાસકાંઠા જિલ્લાના કુલ 25 લાખ લોકોને સરકાર દ્વારા વેકસિન માટે ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જે પૈકી અત્યાર સુધી માત્ર નવ લાખ લોકોને પ્રથમ ડોઝ જ્યારે ત્રણ લાખ લોકોને કોરોના વેકસિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે.
જીલ્લા માં સરકારી આંકડા મુજબ 13 લાખોને કોરોના વેકસિનનો એકપણ ડોઝ મળ્યો નથી. રાજ્યમાં સૌથી વધુ ગ્રામીણ વસ્તી બનાસકાંઠા જિલ્લો ધરાવે છે. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં જે વેક્સિનેશન થવું જોઈએ તે 45 વર્ષથી નીચેની વય જૂથમાં થયું નથી. જેના કારણે કોરોનાની ત્રીજી લહેર ગ્રામીણ વિસ્તારોમાં મોટી તારાજી સર્જે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
કોરોના વેકસિનની અછતે રસીકરણ પ્રક્રિયાની ગતિ ધીમી કરી 45 વર્ષથી વધુના વયજૂથમાં બનાસકાંઠા જિલ્લો રસીકરણ મામલે દેશમાં અગ્રેસર હતો. પરંતુ જે બાદ કોરોના રસીની સતત અછતના કારણે આ ગ્રાફ ખૂબ જ ઊંચો આવ્યો છે. જિલ્લાના 45 વર્ષથી નીચેની વય જૂથના મોટાભાગના લોકોને હજુ કોરોના વેક્સિન પ્રાપ્ત થયું નથી.
કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે યુવાનો જ કોરોના વેકસિન થી વંચિત રહી જતા આગામી સમયમાં મોટી મુશ્કેલી ઊભી થશે. જીલ્લાના 13 લાખ લોકો વેકસિન ના એકપણ ડોઝ લાગ્યા નથી. જેનું કારણ છે જીલ્લામાં વેકસિન ડોઝ પૂરતા પ્રમાણમાં નથી આવતા. જેથી રસીકરણની ગતિ મંદ ગતિએ ચાલી રહી છે.
કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે તંત્ર દ્વારા રસીકરણ ખાસ ભાર મૂકવામાં આવી રહ્યું છે. 45 વર્ષથી વધુ વયના 97 ટકા લોકોને વેક્સિનેશન નો પ્રથમ ડોઝ બનાસકાંઠા જિલ્લામાં અપાયો છે. જ્યારે તમામ ફ્રન્ટલાઈન વોરિયર્સને બંને ડોઝ આપી 100 ટકા વેકસીનેશન કરવામાં આવ્યું છે.
જિલ્લામાં કુલ 25 લાખ લોકોના વેકસિન આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. સરકાર દ્વારા જે રસીકરણ માટે રસી આપવામાં આવે છે તેમ રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જીલ્લામાં 9 લાખ લોકોને પ્રથમ ડોઝનું વેકસીનેશન જ્યારે 3 લાખ લોકોને વેકસિનના બંને ડોઝની કામગીરી પૂર્ણ થઈ છે.
આ પણ વાંચો : Jamnagar : ભારે વરસાદના પગલે જાલણસર ગામે ચેકડેમ તૂટયો, ખેતરોમાં પાણી ફરી વળ્યું