અમેરિકામાં પૂર્વ CM વિજય રૂપાણીની સટાસટી કહ્યું, CM હતો અને CM છું
રૂપાણીએ પોતાના ભાષણમાં અટલજીની કવિતાઓને યાદ કરી હતી.યે પદ નહિ જિમ્મેવારી હે ના ગાન સાથે તેઓએ દેશમાં નરેન્દ્ર મોદી અને રાજ્યમાં ભાજપની સરકાર એક પદ નહિ પરંતુ જવાબદારી સમજીને પોતાના કામ કરી રહ્યા હોવાનો દાવો કર્યો હતો.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Former Chief Minister Vijay Rupani)પરિવાર સાથે હાલમાં અમેરિકાના (America)પ્રવાસે છે. અમેરિકાના લોંસ એન્જેલસ (Los Angeles)ખાતે ગુજરાતીઝ ઓફ નોર્થ અમેરિકા સંગઠન દ્રારા વિજય રૂપાણીનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં વિજય રૂપાણીએ તેઓ મુખ્યમંત્રી પદે હતા ત્યારે કરેલી કામગીરી અને ભાજપની દેશમાં સરકાર અને તેના કાર્યકરોની કામગીરી કરવાની પ્રણાલીના વખાણ કર્યા હતા. વિજય રૂપાણીએ સંબોધનની શરૂઆતમાં જ કહ્યું હતું કે હું સીએમ પહેલા પણ હતો. સીએમ બન્યો અને અત્યારે પણ સીએમ છું, સીએમ એટલે કોમન મેન.
નરેન્દ્ર મોદી જેવી ઇમાનદારીથી કામ કર્યુ, પારદર્શિતા,નિર્ણાયકતા,સંવેદનશીલતા અને વિકાસ ચાર પાયા રહ્યા
રૂપાણીએ કહ્યું હતું કે હું નરેન્દ્ર મોદીના ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યો હતો. એક મુખ્યમંત્રી સત્તા છોડે અને બીજો સત્તા સંભાળે ત્યારે તેમની સરખામણી થાય છે. મેં નરેન્દ્રભાઇ જેવી ઇમાનદારીથી સત્તા સંભાળીને કામ કર્યું છે.અમારી સરકારે ચાર પાયામાં કામ કર્યું છે. જેનો પ્રથમ પાયો ઇમાનદારી છે. અમારી સરકાર પર ભ્રષ્ટાચારનો આક્ષેપ નથી લાગ્યો, નિર્ણાયક સરકાર,અનિર્ણાયકતા વિકાસને રુંધે છે, ઘડીના છઠ્ઠા ભાગમાં નિર્ણયો કર્યા છે જેથી અમારી સરકારે ઘડાઘડ નિર્ણયો કર્યા છે.સંવેદનશીલ સરકાર,રાજકારણમાં જાડી ચામડીના લોકો હોય છે પરંતુ અમારી સરકાર એ ગરીબોની અને રૂજુ લોકોની છે.જેમાં નાના લોકોના સપના પુરા થાય,નાના લોકોને પણ સરકાર પર ભરોસો વિશ્વાસ રહ્યો છે.વિકાસશીલ સરકાર,જે વિકાસના રસ્તે ચાલે છે.વિકાસની રાજનિતી કરે છે.
સત્તા લાલસા ભાજપના કાર્યકર્તામાં ન હોય-રૂપાણી
મુખ્યમંત્રી તરીકે કાર્યભાર છોડવા અંગેની વાત કરતા રૂપાણીએ કહ્યું હતું કે ભાજપના કાર્યકર્તા ક્યારેય સત્તા લાલચુ હોતા નથી.કેન્દ્રીય મવડી મંડળે મને રાત્રીના સમયે ફોન કરીને કહ્યું હતું કે પાર્ટી સત્તા પરિવર્તન કરવા માંગે છે ત્યારે ઘડીના છઠ્ઠા ભાગના સમયમાં મેં રાજીનામૂં આપવાનું નક્કી કર્યું અને સવારે મેં રાજીનામૂં આપી દીધું છે.આ મેરેથોન દોડ છે હવે ઝંડી ભુપેન્દ્રભાઇ પટેલના હાથમાં છે અને તેઓ પણ ગુજરાતનો વિકાસ કરી રહ્યા છે.
યે પદ નહિ જિમ્મેવારી હૈ-અટલજીની કવિતાઓ યાદ કરી
રૂપાણીએ પોતાના ભાષણમાં અટલજીની કવિતાઓને યાદ કરી હતી.યે પદ નહિ જિમ્મેવારી હે ના ગાન સાથે તેઓએ દેશમાં નરેન્દ્ર મોદી અને રાજ્યમાં ભાજપની સરકાર એક પદ નહિ પરંતુ જવાબદારી સમજીને પોતાના કામ કરી રહ્યા હોવાનો દાવો કર્યો હતો.રૂપાણીએ દેશમાં કોરોનાની કપરી સ્થિતિ અને વેક્સિનેશનમાં મોદી સરકારની કામગીરીના વખાણ કર્યા હતા.
આ પણ વાંચો : કચ્છમાં જાણે તસ્કર રાજ ? મંદિર ચોરીની ઘટના પછી મુન્દ્રામાં 6 મકાનના તાળા તોડી લાખોની ચોરી !
આ પણ વાંચો : સંતરામપુરમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ બાદ હત્યા કરવાનો પ્રયાસ, હોસ્પિટલમાં દાખલ કરાઈ