કચ્છમાં જાણે તસ્કર રાજ ? મંદિર ચોરીની ઘટના પછી મુન્દ્રામાં 6 મકાનના તાળા તોડી લાખોની ચોરી !
ગઇકાલે રાત્રે મુન્દ્રા વિસ્તારમાં જાણે તસ્કરોએ ખૌફ ફેલાવ્યો હતો. અને શહેરની ઉમીયાનગર પાછળ આવેલી સદ્દગુરૂ સોસાયટી તથા ગોકુલમ સોસાયટીમાં તસ્કરોએ સામુહીક આક્રમણ કર્યુ હતું. જેમાં સદ્દગુરૂ સોસાયટીમાં 6 જેટલા મકાનોના તાળા તુટ્યા હતા.
કચ્છમાં (Kutch) તસ્કરો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. ચાલુ મહિનામાંજ ચોરીની (Theft) ઉપરા-ઉપરી ઘટનાઓથી પોલીસ (POLICE) કામગીરી બાબતે અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે અગાઉના ગુન્હા ઉકેલાવાના બદલે પોલીસને તસ્કરો (Smuggler)ખુલ્લો પડકાર ફેકી રહ્યા છે. પુર્વ કચ્છમાં મંદિર ચોરીની ઉપરા-ઉપરી ઘટના પછી ગઇકાલે પશ્ચિમ કચ્છના મુન્દ્રા શહેરમાં તસ્કરો ત્રાટક્યા હતા. અને બે સોસાયટીમાં 7 થી વધુ મકાનોને નિશાન બનાવ્યા હતા.
જેમાં એક સોસાયટીમાં લોકો જાગી જતા તસ્કરોએ પથ્થર અને શસ્ત્રો સાથે ધાડનો પ્રયાસ કર્યો હતો. ભરચક કહી શકાય તેવા સોસાયટી વિસ્તારમા ઘટનાથી રહીશોમાં ડર છે. અને જે મામલે તેઓએ લેખીત ફરીયાદ મુન્દ્રા પોલિસને આપ્યા બાદ પોલિસે અલગ-અલગ બનાવો સદર્ભે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં ગોકુલમ સોસાયટીમાં બનેલી ઘટનામાં ધાડ સહિતની ગંભીર કલમો લગાવી પોલીસે તપાસ શરૂ કરી છે.
મુન્દ્રામાં જાણે સામુહીક આક્રમણ
ગઇકાલે રાત્રે મુન્દ્રા વિસ્તારમાં જાણે તસ્કરોએ ખૌફ ફેલાવ્યો હતો. અને શહેરની ઉમીયાનગર પાછળ આવેલી સદ્દગુરૂ સોસાયટી તથા ગોકુલમ સોસાયટીમાં તસ્કરોએ સામુહીક આક્રમણ કર્યુ હતું. જેમાં સદ્દગુરૂ સોસાયટીમાં 6 જેટલા મકાનોના તાળા તુટ્યા હતા. જેમાં બે મકાનમાંથી 6 લાખ જેટલી રકમની ચોરી થઇ છે. જ્યારે અન્ય મકાનમાં છુટક માલસામનની ચોરી કરાઇ છે. જોકે નવાઇ એ છે કે તસ્કરોએ લાંબા સમયથી આ સોસાયટીમાં બંધ 5 મકાનોને નિશાન બનાવ્યા ન હતા. જેથી રેકી કરી હોય તેવી પુરી શક્યતા છે.
આજે સવારે લેખીત અરજી સ્વરૂપે આ સોસાયટીના રહીઓએ મુન્દ્રા પોલીસને જાણ કરી તપાસ માટે માંગ કરી હતી. 189થી વધુ મકાનો ધરાવતી સોસાયટીના CCTV પણ સામે આવ્યા છે. જેમાં 6 શખ્સો બુકાનીધારી આખી સોસાયટીમાં આટો મારી રહ્યાં હોવાનું દેખાઇ રહ્યું છે. જે મામલે પોલિસે તપાસ શરૂ કરી છે. મુન્દ્રા પોલિસે અલગ-અલગ બનાવ સંદર્ભે તપાસ શરૂ કરી છે.
રાત્રે ત્રાટકેલા 6 જેટલા તસ્કરોને કેટલાક સ્થાનીક લોકોએ પડકાર પણ ફેંકયો હતો.પરંતુ હથીયાર અને બોથળ વસ્તુઓ વડે ઇજા પહોંચાડી તસ્કરો ભાગવામાં સફળ રહ્યા હતા. જોકે સામુહીક તસ્કરી પછી પોલીસે આસપાસના વિસ્તાર સહિત અલગ-અલગ CCTV તપાસી આરોપીનું પગેરૂ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા છે. જોકે ભરચક વિસ્તારમાં બિન્દાસ્ત રીતે ત્રાટકેલા 6 શખ્સોએ રહીસોમાં ડર સાથે પોલિસ સામે પડકાર ફેંક્યો છે. ત્યારે જોવું રહ્યું પોલિસે ક્યારે કચ્છમાં ત્રાટકેલી આ ટોળકીને પકડી પાડે છે.
આ પણ વાંચો : Vadodara : હિજાબ વિવાદ મુદ્દે તાંદલજામાં મહિલાઓના દેખાવો, પોલીસે અટકાયત કરી
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના નવા 1274 કેસ, 13 લોકોના મૃત્યુ