Gujarat Assembly Election 2022 : AAPની પ્રથમ યાદીમાં રાજકોટની બે વિધાનસભા બેઠકના ઉમેદવાર જાહેર,જાણો આ બંન્ને ઉમેદવારો કોણ છે ?

ગુજરાતમાં(Gujarat) આમ આદમી પાર્ટી(AAP) દ્રારા આજે વિધાનસભા 2022ની(Gujarat Assembly Election 2022) ચૂંટણી માટેની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે જેમાં રાજકોટ દક્ષિણ બેઠક પર શિવલાલ બારસિયા અને રાજકોટ ગ્રામ્ય બેઠક પર વશરામ સાગઠિયાનું નામ જાહેર કરાયું છે

Gujarat Assembly Election 2022 : AAPની પ્રથમ યાદીમાં રાજકોટની બે વિધાનસભા બેઠકના ઉમેદવાર જાહેર,જાણો આ બંન્ને ઉમેદવારો કોણ છે ?
Rajkot Aap Two CandidateImage Credit source: File Image
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 02, 2022 | 7:25 PM

ગુજરાતમાં(Gujarat) આમ આદમી પાર્ટી(AAP) દ્રારા આજે વિધાનસભા 2022ની(Gujarat Assembly Election 2022) ચૂંટણી માટેની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે જેમાં બે નામો જાહેર કરવામાં આવ્યા છે.રાજકોટ દક્ષિણ બેઠક પર શિવલાલ બારસિયા અને રાજકોટ ગ્રામ્ય બેઠક પર વશરામ સાગઠિયાનું નામ જાહેર કરાયું છે.આ બંનેના નામ જાહેર થતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી રહી છે.

કોણ છે શિવલાલ બારસિયા ?

રાજકોટ દક્ષિણ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે શિવલાલ બારસિયાના નામની જાહેરાત કરી છે. શિવલાલ બારસિયા મૂળ ગોંડલ તાલુકાના ગુંદાસરાના વતની છે.તેઓ લેઉવા પટેલ છે.શિવલાલ બારસિયા વર્ષોથી વેપારીએના પ્રશ્નોને વાચા આપે છે.શિવલાલ બારસિયા વર્ષ  1982 થી તેઓ રાજકોટ આવ્યા હતા.ધોરણ 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને એસ્ટ્રોન સિનેમામાં સાયકલ ગોઠવવાનો વ્યવસાય કરતા હતા.બાદમાં તેઓ અગ્રગણ્ય વેપારી તરીકે પોતાની કારકિર્દી બનાવી છે.શિવલાલ બારસિયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલમાં બોર્ડ ઓફ ડિરેક્ટર છે.તેઓ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથે પણ ઘરોબો ધરાવે છે.ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેઓએ આપ માંથી ચૂંટણી લડ્યા હતા પરંતુ તેનો પરાજય થયો છે.

અમારો વિસ્તારમાં મધ્યમવર્ગીય છે તેના પ્રશ્નોને વાચા આપીશું-શિવલાલ

શિવલાલ બારસિયાએ કહ્યું હતું કે આપ દ્રારા મારા પર જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે તે આવકાર્ય છે.મારો વિધાનસભા વિસ્તારમાં મધ્યમ વર્ગ રહે છે ત્યારે આપ પાર્ટીના દિલ્લી મોડેલ સારૂ આરોગ્ય,શિક્ષણ અને ફ્રી વીજળી સહિતના પ્રશ્નોને હલ કરીશું

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

કોણ છે વશરામ સાગઠિયા ?

રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી આમ આદમી પાર્ટીએ વશરામ સાગઠિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. વશરામ સાગઠિયા મૂળ બોટાદના પાળીયાદ ગામનો રહેવાસી છે.દલિત આગેવાન તરીકેની છાપ ધરાવે છે.વશરામ સાગઠિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા તે પહેલા તેઓ કોંગ્રસમાં હતા અને આ જ બેઠક પરથી પાતળી સરસાઇથી તેઓ ભાજપના ઉમેદવાર સામે હાર્યા હતા.વશરામ સાગઠિયા હાલમાં વોર્ડ નંબર 15ના કોર્પોરેટર છે.તેઓ અગાઉ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે.

લોકો વચ્ચે જશું,પ્રશ્નો સાંભળશું -વશરામ સાગઠિયા

વશરામ સાગઠિયાએ કહ્યું હતું કે વહેલું નામ જાહેર થવાને કારણે પ્રચાર કરવાનો સમય મળશે.અમારી ટીમ લોકો વચ્ચે જઇ રહી છે અને ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નનોનો સર્વે કરી રહ્યા છે.આ સર્વેના આધારે અમે લોકોની વચ્ચે જશું અને આપ ની સરકાર આવે તે ધ્યેય સાથે અમે આગળ વધીશું.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">