Gujarat માં શહેરી વિકાસને વેગ મળશે, અમદાવાદ સહિત પાંચ મહાનગરોની કુલ પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી

ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રીએ મંજૂર કરેલી પાંચ ટી.પી સ્કીમમાં સમગ્રતયા કુલ મળીને 23.100 EWS આવાસો માટે અને અન્ય વિવિધ હેતુઓ માટે કુલ 104.28 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થઇ શકશે.

Gujarat માં શહેરી વિકાસને વેગ મળશે, અમદાવાદ સહિત પાંચ મહાનગરોની કુલ પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી
Gujarat Town Planning Scheme
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Aug 02, 2022 | 6:30 PM

ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં વધુ એક કદમ ભરીને પાંચ મહાનગરોની પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમને(Town Planning Scheme) મંજૂરી આપી છે. જેમાં મુખ્યમંત્રીએ નગરો-મહાનગરોના સુઆયોજિત વિકાસથી ઇઝ ઓફ લિવીંગ વધારવાની નેમ સાથે અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર મહાનગરની એક-એક મળીને કુલ ૩ પ્રીલીમીનરી ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી છે. તેમણે આ ઉપરાંત રાજકોટ અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 1-1 એમ કુલ બે ડ્રાફટ ટાઉન પ્લાનીંગ સ્કીમની પણ મંજૂરી આપી છે

કુલ 38.01 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે

સીએમ ભૂપેન્દ્ર પટેલે જે ત્રણ પ્રીલીમીનરી ટાઉન પ્લાનીંગ સ્કીમને અનૂમતિ આપી છે તેમાં અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની સ્કીમ નં ૧ર૮ ગેરતપૂર, ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રીલીમીનરી ટી.પી સ્કીમ નં. 15  કોલવડા તથા ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળની પ્રીલીમીનરી ટી.પી સ્કીમ નં.૪ વરતેજનો સમાવેશ થાય છે. આ ત્રણેય પ્રીલીમીનરી ટી.પી. સ્કીમમાં બાગ-બગીચા, ખુલ્લી જગ્યા તથા રમત-ગમતના મેદાન તેમજ આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટેની જમીન સહિત કુલ 38.01 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.

વરતેજમાં પાંચ હજાર EWS આવાસોનું નિર્માણ થઇ શકશે

એટલું જ નહિ, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની પ્રીલીમીનરી ટી.પી સ્કીમ 128 ગેરતપૂરમાં 1200 EWS આવાસો, ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રીલીમીનરી ટી.પી. 15 કોલવડામાં 1500 EWS આવાસો તથા ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળની પ્રીલીમીનરી ટી.પી સ્કીમ 4 વરતેજમાં પાંચ હજાર EWS આવાસોનું નિર્માણ થઇ શકશે.

આદર જૈન અને અલેખા અડવાણી લગ્નગ્રંથિથી જોડાયા, જુઓ ફોટો
મહાકુંભની 'સૌથી સુંદર સાધ્વી' હર્ષા રિચારિયા કોણ છે? જુઓ ફોટો
Health News : શિયાળામાં બોર ખાવાથી થાય છે અગણિત ફાયદા
આજનું રાશિફળ તારીખ : 14-01-2025
Bajra No Rotlo : શું ડાયાબિટીસના દર્દીઓ બાજરાનો રોટલો ખાઈ શકે છે?
7 ફેબ્રુઆરીએ ભારત vs પાકિસ્તાન, નેટફ્લિક્સ તરફથી મોટી જાહેરાત

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રાફટ ટી.પી સ્કીમ નં.23 જામનગરમાં ખુલ્લી જગ્યા, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન માટે 4.66  હેક્ટર્સ, જાહેર સુવિધા માટે 3.96 હેક્ટર્સ અને આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે ૧ર.૧૪ હેક્ટર્સ મળી કુલ 26..78  હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આ ટી.પી માં સામાજીક આર્થિક રીતે નબળા વર્ગોના લોકો EWS માટે આશરે 5400 આવાસો બનાવવાની જોગવાઇ કરવામાં આવી છે

પાંચ ટી.પી સ્કીમમાં સમગ્રતયા કુલ મળીને 23.100 EWS આવાસો બનશે

મુખ્યમંત્રીએ મંજૂર કરેલી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રાફટ ટી.પી સ્કીમ નં-33  રૈયા માં 10  હજાર EWS આવાસો બનાવવા માટે 11.26  હેક્ટર્સ સહિત ખુલ્લી જગ્યા, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન માટે, જાહેર સુવિધા માટે અને આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે મળીને કુલ 39. 49  હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આમ, મુખ્યમંત્રીએ મંજૂર કરેલી પાંચ ટી.પી સ્કીમમાં સમગ્રતયા કુલ મળીને 23.100 EWS આવાસો માટે અને અન્ય વિવિધ હેતુઓ માટે કુલ 104.28 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થઇ શકશે.

g clip-path="url(#clip0_868_265)">