14 વર્ષ પહેલા રાજકોટમાં સાયનાઇડથી ત્રણના મોત થયાં હતા,વાંચો કેટલું ઘાતક છે સાયનાઇડ અને ક્યાં થાય છે તેનો ઉપયોગ ?
અમદાવાદમાં ગુજરાત ATS દ્રારા પકડવામાં આવેલા ત્રણ આતંકીઓ સાયનાઇડ અને તેનાથી પણ ઘાતક એવા રાઇઝિન નામના ઝેરનો નરસંહાર માટે ઉપયોગ કરવાનું ષડયંત્ર બનાવી રહ્યા હતા. આપને થશે કે સાયનાઇડ અને રાઇઝિન જેવા ઝેર ક્યાં પ્રકારના છે તેની અસર કેટલી છે અને તેનાથી કેટલું નુકસાન થઇ શકે છે તો આ અહેવાલ ખુબ જ અગત્વનો છે.

14 વર્ષ પહેલા રાજકોટમાં સાયનાઇડથી ત્રણ લોકોના મોત થયાં હતા. રાજકોટના સામાંકાઠા વિસ્તારમાં આવેલી દુધની ડેરી નજીક હોળીના તહેવારના દિવસે ચાંદીકામ સાથે જોડાયેલા ત્રણ કારીગરોએ વધુ નશો મેળવવાની લાલચમાં રીક્ષામાં બેસીને દારૂ સાથે સાયનાઇડ ભેળવી દીધું હતું અને દારૂની ઘુંટ પીતાની સાથે જ ત્રણેયના મોત નીપજ્યાં હતા આ સમયે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સાયનાઇડ હોવાનું ખૂલ્યું હતું. એટલું જ નહિ ગંભીર બાબત એ છે કે મામૂલી માત્રામાં સેવનથી મોત થાય છે તે સાયનાઇડનો ઓવરડોઝ હોવાથી ત્રણેયના મૃત્યું નીપજ્યાં હતા.
સાયનાઇડ કેટલું ઘાતકી છે?
જાણકારોના મતે પોટેશિયમ સાયનાઇડએ ખૂબ જ ઘાતકી છે.આ એટલો ઝેરી પદાર્થ છે કે જો કોઇ વ્યક્તિ માત્ર ૬ ગ્રામ પોટેશિયમ ફેરો સાયનાઇડ સેવન કરે તો તેનું મૃત્યું નક્કી હોય છે.બજારમાં આ પદાર્થ કેમિકલના વેપારીઓને ત્યાં ઉપલબ્ધ હોય છે તેની ખરીદી માટે અને વેચાણ માટે સરકારી લાયસન્સ હોવું જરૂરી છે. બજારમાં આ પોટાશની ગોળી સ્વરૂપે ઉપલબ્ધ છે અને પાવડક સ્વરૂપે પણ ઉપલબ્ધ હોય છે.આ પાવડરને ઉપયોગ ઇમિટેશન અને ચાંદીના વેપારીઓ મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે. ઇમિટેશનમાં ગીલેટ ચલાવવા માટે અને ઇલેટ્રોપ્લેનિંગ કામ માટે પણ આ સાયનાઇડનો ઉપયોગ જરૂરી છે.
રાજકોટમાં સાયનાઇડનો ઉપયોગ વધારે !
રાજકોટની ઇમિટેશન જ્વેલરી જગવિખ્યાત છે અને અહીં અનેક કારખાનાઓ આવેલા છે ત્યારે સાયનાઇડ આસાનીથી મળી રહે છે. અમદાવાદમાં પકડાયેલા આતંકીઓએ સાયનાઇડ અને તેના જેવા ઝેરી કેમિકલથી હુમલાનું ષડયંત્ર બનાવતા હવે સાયનાઇડનો ઉપયોગ અને તેને લઇને કડક નિયમો કરવા જરૂરી છે.