રાજકોટ: ધાબા પર લાઉડસ્પીકર વગાડનાર સામે નોંધાયો ગુનો, જાહેરનામા ભંગની કાર્યવાહી

રાજકોટમાં ધાબા પર ડીજે વગાડનાર એક શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. ઉત્તરાયણ પર્વને લઈને શહેરમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને ડીજે-લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

  • Tv9 webdesk42
  • Published On - 19:21 PM, 14 Jan 2021
Crime registered against loudspeaker player on terrace in rajkot, action for breach of declaration

રાજકોટમાં ધાબા પર ડીજે વગાડનાર એક શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. ઉત્તરાયણ પર્વને લઈને શહેરમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને ડીજે-લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં 150 ફૂટ રીંગ રોડ પર એક શખ્સ ધાબા પર લાઉડસ્પીકર વગાડી રહ્યો હતો, જેની માહિતી મળતા પોલીસે યુવકની અટકાયત કરી કાર્યવાહી કરી છે.

 

યુવક સામે જાહેરનામા ભંગની કાર્યવાહી

ભક્તિનગર વિસ્તારમાં 150 ફૂટ રીંગરોડ પર રમેશ ભરડા નામનો યુવક ડીજે વગાડી રહ્યો હતો. યુવક ડીજે વગાડી રહ્યો હતો, જેનાથી પાડોશીઓને મુશ્કેલી પડી રહી હતી. પાડોશીઓની ફરિયાદના આધારે પોલીસે આ યુવકની અટકાયત કરી તેની સામે ગુનો નોંધ્યો છે, તેમજ જાહેરનામા ભંગ કરવાના ગુનામાં કાર્યવાહી કરી છે.

 

આ પણ વાંચો: Number Game: અહીં માત્ર 600 રૂપિયામાં ખુલ્લેઆમ મળે છે ગેરકાયદેસર HSRP નંબર પ્લેટ