AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkotમાં સીઆર પાટીલનો આજે વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ, ગોંડલમાં કરશે શક્તિપ્રદર્શન

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Patil) સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાં ” વન ડે વન ડીસ્ટ્રીકટ ” કાર્યક્રમ અંતર્ગત પ્રવાસ કરી રહ્યા છે. જે અંતર્ગત ભાજપ (BJP) પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો આજે રાજકોટમાં કાર્યક્રમ છે.

Rajkotમાં સીઆર પાટીલનો આજે વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ, ગોંડલમાં કરશે શક્તિપ્રદર્શન
Gujarat BJP President CR Patil
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 10:09 AM
Share

ગુજરાતમાં (Gujarat) ભાજપે (BJP) વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ આરંભી છે. જેના ભાગરૂપે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો (CR Paatil) વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ કરી રહ્યા છે. જેમાં તેઓ દરેક જિલ્લામાં ડોક્ટર, વકીલ, સાધુસંતો, ઉદ્યોગપતિ, શ્રમિકો તેમજ ગંગાસ્વરૂપા બહેનો સાથે સંવાદ કરે છે. આ ઉપરાંત દરેક જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરશે. ત્યારે હવે વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ અંતર્ગત સી.આર.પાટીલ રાજકોટમાં કાર્યક્રમ કરશે.

ગોંડલમાં સી. આર. પાટીલ કરશે શક્તિ પ્રદર્શન

ગુજરાતમાં વધુમાં વધુ લોકો સાથે સંપર્ક થઈ શકે તે માટે ભાજપે માઈક્રો પ્લાનિંગ કર્યું છે. પ્રવાસ, સંપર્ક અને બેઠકના મૂળમંત્ર સાથે સંગઠનને વધુ ને વધુ સંગઠિત કરવાના ધ્યેય સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાં ” વન ડે વન ડીસ્ટ્રીકટ ” કાર્યક્રમ અંતર્ગત પ્રવાસ કરી રહ્યા છે. જે અંતર્ગત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો આજે રાજકોટમાં કાર્યક્રમ છે. ગોંડલ વિધાનસભાની બેઠક પર સી.આર.પાટીલ શક્તિ પ્રદર્શન કરશે. ગોંડલમાં એક હજાર બાઇક ચાલકોની રેલી સાથે પાટીલનું ભવ્ય સ્વાગત કરાશે. રેલી બાદ ગોંડલ યાર્ડમાં કાર્યકરોને સી.આર.પાટીલ સંબોધન કરશે. તો 22 જુલાઇએ રાજકોટ શહેરમાં સી.આર.પાટીલ વિવિધ કાર્યક્રમ કરશે.

182 બેઠકો પર કબજો મેળવવા ભાજપની કવાયત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) ને લઇ ભાજપ (BJP) મિશન 182 પ્રમાણેના ટાર્ગેટ પર કામ કરી રહી છે, ત્યારે 182 બેઠકો પર કબજો મેળવવા ભાજપે પ્રયાસ શરૂ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં અવિરત પ્રવાસ કરી રહ્યા છે તેજ રીતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ દેશભરમાં સતત પ્રવાસ દ્વારા સંગઠનનું સશક્તિકરણ કરી રહ્યા છે. જેના ભાગરુપે રાજકોટમાં ભાજપનો વન-ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ યોજાશે.

ભાજપને વધુ બેઠક મળે તે માટેનો રોડમેપ તૈયાર કરાશે

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આજથી બે દિવસ રાજકોટની (Rajkot) મુલાકાતે છે. આ દરમિયાન તેઓ રાડકોટ જિલ્લામાં ભાજપની (BJP) સ્થિતિનો તાગ મેળવશે. એટલું જ નહીં બુથ અને પેજ સમિતિની પણ સમીક્ષા કરશે. સાથે સાથે ધારાસભ્યો, જિલ્લા અને તાલુકા સભ્યોની કામગીરીનો ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવશે અને ત્યારબાદ રાજકોટમાં ભાજપને વધુ બેઠક મળે તે માટેનો રોડમેપ તૈયાર કરશે.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">