Rajkot : ચીલઝડપના આરોપીની પોલીસે કરી ફિલ્મી સ્ટાઇલથી ધરપકડ, દ્રશ્યો સીસીટીવીમાં થયા કેદ

શખ્સે છેલ્લા 15 દિવસમાં થયેલી 6 ચીલઝડપ મળીને કુલ 12 જેટલી ચીલઝડપની કબૂલાત કરી છે. પોલીસે તેની પાસેથી ત્રણ સોનાની ચેઇન અને બે મોટરસાયકલ કબ્જે કરી છે.

Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 17, 2021 | 4:57 PM

Rajkot : શહેરના અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારે વૃધ્ધોને શિકાર બનાવીને ચીલઝડપ કરવાની ટેવવાળા અજીજ ઉઠાર કચ્છી સંઘીની પોલીસે ધરપકડ કરી છે. આ શખ્સ શનિવારે વહેલી સવારે કાલાવડ રોડ પર આવેલા જાનકી પાર્કમાં શિકારની શોઘમાં હતો. ત્યાં પોલીસે તેને ઓળખી પાડ્યો તેનો પીછો કરવામાં આવ્યો હતો. જ્યારે એક પોલીસ કોન્સેટેબલે તેને પકડવાની કોશિશ કરી તો અજીજ નામના આ શખ્સે છરી વડે તેના પર હુમલાનો પ્રયાસ કર્યો, અને ત્યાં રહેલા રાહદારીનું બાઇક છરી દેખાડી લઇ લીધું અને ત્યાંથી ફરાર થઇ ગયો

પોલીસ તેની પાછળ હતી દરમિયાન આગળ જતા આ શખ્સ પોતાના મોટરસાયકલ પર સ્લીપ થઇ ગયો અને પોલીસે બહાદુરીથી તેને પકડી પાડ્યો. મોટરસાયકલ પરથી પડી ગયા બાદ પણ આ શખ્સે છરી લેવાનો પ્રયત્ન કર્યો. જોકે પોલીસે તેને લાત મારીને નીચે પછાડી દીધો અને તેને પકડી પાડ્યો. પોલીસના સકંજામાં આવતા આ શખ્સે છેલ્લા 15 દિવસમાં થયેલી 6 ચીલઝડપ મળીને કુલ 12 જેટલી ચીલઝડપની કબૂલાત કરી છે. પોલીસે તેની પાસેથી ત્રણ સોનાની ચેઇન અને બે મોટરસાયકલ કબ્જે કરી છે.

 

 

કેવી છે મોડસ ઓપરેન્ડી ?

રાજકોટના ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજાના કહેવા પ્રમાણે, અજીજ નામનો આ શખ્સ છેલ્લા દોઢ વર્ષથી ચીલઝડપના ગુનાઓ આચરે છે. પહેલા તે એક મહિનામાં એક ચીલઝડપને અંજામ આપતો હતો. પરંતુ છેલ્લા એક મહિનાથી તેને ચીલઝડપની ઘટનાઓને વારદાત આપવામાં વધારો કરી દીધો છે. અજીજ મોટાભાગે વહેલી સવારે ચીલઝડપને અંજામ આપતો હતો. સવારના મોર્નિંગ વોકમાં નીકળેલા વૃધ્ધ વ્યક્તિઓ અથવા તો મંદિર જતા કે ચણ નાખવા એકલા જતા વૃધ્ધોને શિકાર બનાવતો હતો. અને સરનામું પૂછવાના બહાને ચીલઝડપ કરીને ફરાર થઇ જતો હતો.

નવી રીક્ષા લેવા માટે એક મહિનામાં કરી 6 ચીલઝડપ

પોલીસના કહેવા પ્રમાણે, અજીજ રિક્ષાચાલક છે અને અગાઉ તે કોઇના હાથે પકડાય નહીં તે માટે એક ચીલઝડપ કરીને ફરી રિક્ષા ચલાવવા લાગતો હતો. પરંતુ તેને નવી રીક્ષા લેવી હતી જેથી તેણે એક જ મહિનામાં 6 જેટલી ચીલઝડપને અંજામ આપ્યો હતો. હાલમાં પોલીસ આ શખ્સની પુછપરછ કરી રહી છે. અને આ શાતિર શખ્સે કેટલી ચીલઝડપને અંજામ આપ્યો છે તેની પુછપરછ શરૂ કરી છે. અગાઉ કરેલી ચીલઝડપનો મુદ્દામાલ પણ ક્યાં રાખ્યો છે તે અંગે પણ તપાસ શરૂ કરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">