Rajkot : મોડી રાત્રે યોજાયો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો VIP દરબાર

રાજકોટમાં પણ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ખાસ VIP દરબાર યોજ્યો હતો. રેસકોર્સ મેદાનમાં દિવ્ય દરબાર બાદ મોડી રાત્રે જન કલ્યાણ હોલ ખાતે VIP માટે દરબાર યોજાયો હતો.

Rajkot :  મોડી રાત્રે યોજાયો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો VIP દરબાર
Baba Dhirendra Shastri
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 9:08 AM

Rajkot : સુરત અને અમદાવાદની જેમ રાજકોટમાં પણ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ખાસ VIP દરબાર યોજ્યો હતો. રેસકોર્સ મેદાનમાં દિવ્ય દરબાર બાદ મોડી રાત્રે જન કલ્યાણ હોલ ખાતે VIP માટે દરબાર યોજાયો હતો. રાતના આશરે દોઢ વાગ્યાથી 3 વાગ્યા સુધી આ દરબાર ચાલ્યો હતો. જેમાં આયોજક સમિતિના સભ્યોના સગા સંબંધીઓ સહિત લોકોએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો : Rajkot: બાબા પર ફરી થયા પ્રહાર, પોતાને કલ્કી અવતાર ગણાવનાર રમેશ ફેફરે બાબાને અધર્મીનો અવતાર ગણાવ્યા, જુઓ Video

તો રાજકોટમાં બાબા બાગેશ્વર ધામના દિવ્ય દરબારમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને બાબાના હિન્દુ રાષ્ટ્ર અંગેના વિચાર અંગે નિવેદન આપ્યું છે. વિજય રૂપાણીએ જણાવ્યુ કે હિન્દુ રાષ્ટ્રએ સંતો-મહંતોનો વિષય છે. હિન્દુ રાષ્ટ્ર માટે લોકોમાં એક લાગણી છે. જો હિન્દુ ધર્મ મજબૂત બનશે તો દેશ મજબૂત બનશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

રાજકોટ બાદ વડોદરામાં 3 જૂન નવલખી ગ્રાઉન્ડમાં બાબાનો દિવ્ય દરબાર યોજાશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મુખ્ય સ્ટેજ સહિત અન્ય ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. ધર્મગુરુ, મહાનુભાવો અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન અને ગૃહરાજયમંત્રીને દરબારમાં આવવા આયોજકો આમંત્રણ આપવામાં આવ્યુ છે.

વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં બાબાનો દરબાર યોજાશે

વડોદરામાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આવતીકાલે વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં બાબાનો દરબાર યોજાવાનો છે. ત્યારે થોડા દિવસ પહેલા વડોદરા શહેરના ઝોન 2 અને 3ના DCPએ નવલખી ગ્રાઉન્ડનું સ્થળ નિરીક્ષણ કર્યું હતુ. પોલીસની ટીમ દ્વારા એરપોર્ટથી કાર્યક્રમ સ્થળે આવવાના માર્ગો પર ટ્રાફિકની વ્યવસ્થાને લઇને સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ VVIP મહાનુભાવો તેમજ દરબારમાં ઉપસ્થિત રહેનારા લોકો માટે સુવિધાઓની ચકાસણી પણ કરવામાં આવી હતી.

ગઇકાલે વડોદરામાં બાબા બાગેશ્વરના (Baba Bageshwar) દિવ્ય દરબારને લઇ પાસ વિતરણની શરૂઆત કરવામાં આવી. દિવ્ય દરબારના પાસ લેવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ લોકો પાસ લેવા માટે લાઇનમાં લાગી ગયા હતા. હાલ અશક્ત, વૃદ્ધ અને દિવ્યાંગ લોકોને પાસ આપવામાં આવી રહ્યા છે. જેથી કરીને કાર્યક્રમ સમયે તેમને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે. મહત્વનું છે કે, અત્યાર સુધી 20 હજાર લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. એટલું જ નહિં બાબાના દિવ્ય દર્શન કરવા માટે ખાસ ઉત્તર પ્રદેશથી પણ ભક્તો વડોદરા આવ્યા છે અને તેમણે પણ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">