Rajkot: બાબા પર ફરી થયા પ્રહાર, પોતાને કલ્કી અવતાર ગણાવનાર રમેશ ફેફરે બાબાને અધર્મીનો અવતાર ગણાવ્યા, જુઓ Video

ધીરેન્દ્ર શાસ્ત્રી અધર્મી દ્રોણનો અવતાર છે, પોતાને કલ્કી અવતાર ગણાવનાર રમેશ ફેફરેએ બાબા પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું મા જગદંબાએ મને સપનામાં આવીને બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી હોવાનું કહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 4:36 PM

Rajkot: બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી અધર્મી દ્રોણનો અવતાર છે. આ નિવેદન પોતાને કલ્કી અવતાર ગણાવનાર રમેશ ફેફરેએ આપ્યું છે. પત્રકારો સાથેની વાતચીતમાં રમેશ ફેફરે બાબા પર પ્રહાર કર્યો છે. રમેશ ફેફરનો આરોપ છે કે બાબા પોતાની સિદ્ધિનો ખોટો ઉપયોગ કરે છે અને ભક્તોને ગેરમાર્ગે દોરે છે. રમેશ ફેફરનો દાવો છે કે મા જગદંબાએ મને સપનામાં આવીને કહ્યું છે કે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી છે.

આ પણ વાંચો : રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાશે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, રાજસ્થાની મહેલ થીમ પર તૈયાર કરાયું સ્ટેજ

હાલમાં બાબા બાગેશ્વરના ગુજરાત પ્રવાસને લઈ ઠેર ઠેર તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે મોટા મોટા વાદ વિવાદ વચ્ચે બાબા બાગેશ્વરનો ફરી વિરોધ સામે આવ્યો છે. પોતાને કલ્કી અવતાર ગણાવનાર રમેશ ફેફરેએ આ નિવેદન આપ્યું છે જેમાં તેણે કહ્યું કે બાબા પોતાની સિદ્ધિનો દુરુપયોગ કરી રહ્યા છે. તેમણે કહ્યું જો બાબા અહીંથી નહીં અટકે તો તેમની હાલત આસારામ અને રામ રહીમ જેવી થશે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">