IPSથી લઇને PSI સુધી પોલીસની બદલી માટે રાજકોટ કમિશનકાંડના રિપોર્ટની જોવાતી રાહ

|

Feb 11, 2022 | 4:17 PM

રાજકોટ પોલીસ કમિશનર સામે થયેલા આક્ષેપોની તપાસ કરાઇના ડીજીપી વિકાસ સહાય કરી રહ્યા છે. વિકાસ સહાય ગૃહ વિભાગમાં રિપોર્ટ રજૂ કરે તે પહેલા જ તેઓ કોરોના સંક્રમિત થયા છે.

IPSથી લઇને PSI સુધી પોલીસની બદલી માટે રાજકોટ કમિશનકાંડના રિપોર્ટની જોવાતી રાહ
Awaiting report of Rajkot Commission for Police Transfer from IPS to PSI (ફાઇલ)

Follow us on

રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી પોલીસ બેડામાં બદલીની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.આઇએએસ (IAS) અધિકારીઓની બદલી થયા બાદ આઇપીએસ (IPS) અધિકારીઓની બદલી થશે તેવું કહેવામાં આવતું હતુ. પરંતુ કોરોનાની બીજી અને ત્રીજી લહેર આવી અને રાજ્યમાં રાજકીય પરિવર્તન આવતા આ બદલીનું મુર્હત નીકળી રહ્યું ન હતું.ગાંધીનગરથી મળતી વિગત પ્રમાણે રાજ્યના પોલીસ (police) બેડામાં ફેરફાર અંગેની તારીખ નજીક આવી હતી. ત્યાં રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને તેની ટીમ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા જેના કારણે ફરી વખત આ બદલીઓ મોકુફ રહી છે. અને હવે આ રિપોર્ટ આવ્યા બાદ બદલીનો ગંજીપો ચિંપાય તેવું લાગી રહ્યું છે.

કમિશનકાંડના તપાસનીશ અધિકારીને કોરોના

રાજકોટ પોલીસ કમિશનર સામે થયેલા આક્ષેપોની તપાસ કરાઇના ડીજીપી વિકાસ સહાય કરી રહ્યા છે. વિકાસ સહાય ગૃહ વિભાગમાં રિપોર્ટ રજૂ કરે તે પહેલા જ તેઓ કોરોના સંક્રમિત થયા છે. વિકાસ સહાય અને તેમની પત્નિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ આઇસોલેટ થયાં છે.વિકાસ સહાય કોરોના સંક્રમિત થતા હવે રિપોર્ટ રજૂ કરવામાં વિલંબ થઇ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

કમિશનકાંડ સાથે જોડાયેલા તમામના નિવેદન પૂર્ણ

રાજ્ય સરકાર દ્વારા કમિશનકાંડ અંગે વિકાસ સહાયને તપાસ સોંપ્યા બાદ એક પછી એકના નિવેદન લેવામાં આવી રહ્યા છે.પહેલા મુખ્ય ફરિયાદી સખિયા બંધુઓનું નિવેદન લેવામાં આવ્યું. ત્યારબાદ પીઆઇ વી.કે.ગઢવી અને પીએસઆઇ સાખરાનું નિવેદન લેવામાં આવ્યું,આ અંગે તપાસ કમિટી દ્વારા મનોજ અગ્રવાલનું પણ નિવેદન લેવામાં આવ્યું.તપાસ સમિતી દ્વારા રાજકોટ ખાતે પણ તપાસ કરવામાં આવી અને તપાસમાં સામેલ ડો.તેજસ કરમટાંને પણ બોલાવવામાં આવ્યા હતા. તમામના નિવેદનો લેવાયા બાદ ગમે તે ઘડીએ સરકારમાં તપાસ રિપોર્ટ રજૂ થઇ શકે છે. જોકે હવે તપાસનીશ અધિકારી સંક્રમિત થતા તપાસ રિપોર્ટ રજૂ કરવામાં વિલંબ થઇ શકે છે.

પોલીસ કમિશનરથી લઇને પીઆઇને ત્રણ વર્ષથી વઘુનો સમય પૂર્ણ

સામાન્ય રીતે વહીવટી વિભાગમાં એક સ્થળે વધુમાં વધુ ત્રણ વર્ષ જેટલો સમય રહેતા હોય છે.રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ,ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા શહેરના એસીપી અને પીઆઇ પીએસઆઇ સહિતના અધિકારીઓનો ત્રણ વર્ષનો સમય પૂર્ણ થયો છે. વહીવટી રીતે બદલી નિશ્વિત હોવાથી તમામ અધિકારીઓ બદલીની રાહ જોઇ રહ્યા હતા. પરંતુ કથિક કમિશન કાંડ આવતા હવે બદલી માટે પણ રિપોર્ટની રાહ જોવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

આ પણ વાંચો : અમે તમને શોધીશું તમે ગમે ત્યાં છુપાયેલા હો BSF એ 3 દિવસ ઓપરેશન કરી 11 બોટ 6 પાક ઘુસણખોરને ઝડપ્યા !

આ પણ વાંચો : Junagadh: ભારે પવનને કારણે ગિરનાર રોપ-વે સેવા બંધ, પવનની ગતિ ધીમી પડતા રોપ-વે સેવા ફરી કાર્યરત થશે

Published On - 4:14 pm, Fri, 11 February 22

Next Article