અમે તમને શોધીશું તમે ગમે ત્યાં છુપાયેલા હો BSF એ 3 દિવસ ઓપરેશન કરી 11 બોટ 6 પાક ઘુસણખોરને ઝડપ્યા !

એરફોર્સ અને BSF ની સંયુક્ત મહેનત બાદ ઝડપાયેલા પાકિસ્તાનીની પુછપરછ થઇ રહી છે. અને ત્યાર બાદ વિવિધ એજન્સીઓ તેની સંયુક્ત પુછપરછ કરી કેટલા માછીમારો બોટમાં સવાર હતા. તે સહિતના વિવિધ સવાલોની પુછપરછ કરશે.

અમે તમને શોધીશું તમે ગમે ત્યાં છુપાયેલા હો BSF એ 3 દિવસ ઓપરેશન કરી 11 બોટ 6 પાક ઘુસણખોરને ઝડપ્યા !
Kutch: In a 3 day operation of BSF, 6 Pakistani intruders were caught with 11 boats
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Feb 11, 2022 | 3:42 PM

દેશની સૌથી મુશ્કેલ સરહદો પૈકીની એક એવી કચ્છની (Kutch) હરામીનાળા બોર્ડર પર સતત 2 દિવસ કરતા વધુ સમયથી બી.એસ.એફ (BSF)એક ઓપરેશન ચલાવી રહ્યું છે. અને હજુ પણ તે અવીરત ચાલુ છે. ગઇકાલે ઓપરેશન દરમ્યાન BSF ને 11 અલગ-અલગ પાકિસ્તાની (Pakistani Boat) બોટ તો દરિયામાંથી મળી. પરંતુ તેમાં સવાર માછીમારો ક્યાંય દેખાયા નહીં, BSF એ તલાસી અભીયાન શરૂ કર્યુ. અને સમગ્ર 300 ચોરસ કિ.મી એરીયાને સ્કોડન કરી તલાશી અભીયાન શરૂ કર્યુ જે હજુ પણ ચાલુ છે. જોકે આજ સવારથી BSF એ બોટમાં સવાર 6 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા છે. અને તેની સધન પુછપરછ હાલ ચાલુ છે. પરંતુ આ ઘુસણખોરોને ઝડપવા માટે BSF જવાનોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

4 હેલીકોપ્ટર સાથે Creek Crocodiles ઉતર્યા

કચ્છની દરિયાઇ સુરક્ષા પર તૈનાત BSF ની વિવિધ બટાલીયન સાથે BSF એ ગઇકાલથીજ એરફોર્સની મદદથી આકાશી તલાશી અભીયાન શરૂ કર્યુ હતું. પરંતુ દલદલી વિસ્તાર અને ગાઢ મેગ્રુસ જંગલો વચ્ચે BSF ને છુપાયેલા પાકિસ્તાની ઘુસણખોરો મળ્યા ન હતા. જોકે આજે સવારે BSF આઇ.જી જી.એસ.મલિકની દેખરેખ હેઠળ ઓપરેશન શરૂ કરાયું હતું અને 4 હેલીકોપ્ટરની મદદથી 4 ટીમ અલગ-અલગ વિસ્તારમાં ઉતારી હતી. જેમાં ખાસ Creek Crocodiles કમાન્ડો તૈનાત હતા. અને મહામુશ્કેલી વચ્ચે પણ સુરક્ષાબળે 2 દિવસથી છુપાયેલા પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી પાડ્યા હતા.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

એરફોર્સ અને BSF ની સંયુક્ત મહેનત બાદ ઝડપાયેલા પાકિસ્તાનીની પુછપરછ થઇ રહી છે. અને ત્યાર બાદ વિવિધ એજન્સીઓ તેની સંયુક્ત પુછપરછ કરી કેટલા માછીમારો બોટમાં સવાર હતા. તે સહિતના વિવિધ સવાલોની પુછપરછ કરશે. જોકે BSF એ ટ્વીટ કરી એક સંદેશ દુશ્મનોને આપ્યો હતો. જેમાં અમે તમને શોધીશું તમે ગમે ત્યા છુપાયેલા હો Creek Crocodiles ના સોર્યને BSF એ આ રીતે દર્શાવ્યુ હતું.

અટ્ટપટ્ટી ક્રિક, દલદલી વિસ્તાર અને અનેક મુશ્કેલી જ કચ્છની આ હરામીનાળા બોર્ડરની સુરક્ષાનો વધુ પડકારજનક બનાવે છે. અને ત્યાં કામ કરવું મુશ્કેલ હોય છે. જોકે BSF ના જવાનોએ શૌર્ય અને મુશ્કેલી વચ્ચે પણ દુશ્મન દેશની ઘુસણખોરીને નાકામ બનાવી છે. અને 11 બોટ તથા 6 પાકિસ્તાનીને ઝડપી તેની ઉંડાણ પુર્વકની તપાસ શરૂ કરી છે. જેમાં સંભવત હજુ બોટ માછીમારની સંખ્યા વધે તો નવાઇ નહીં જોકે સંયુક્ત રીતે મુશ્કેલી અને પડકાર વચ્ચે કચ્છ સરહદે જવાનોએ કરેલા કાર્યને સલામ.

આ પણ વાંચો : ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઈટ તરીકે જાહેર કરવા બદલ કૃષિમંત્રી રાઘવજી પટેલે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો

આ પણ વાંચો : પોરબંદર: ફાયર બ્રિગેડની ઓફિસમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ, ચારની ધરપકડ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">