AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટમાં ક્રિકેટ કોચિંગ વચ્ચે કળા કરી ગયો વિધર્મી યુવક, પ્રેમજાળમાં ફસાવી ધર્મપરિવર્તન કરાવ્યુ હોવાની માતાપિતાની ફરિયાદ, દીકરી 26 જુનથી ગુમ !

Rajkot: વધુ એક યુવતી લવજેહાદનો ભોગ બની છે. ક્રિકેટ કોચિંગ શીખવતા વિધર્મી યુવકે દીકરીને પ્રેમજાળમાં ફસાવી માતાપિતા અને પરિવાર વિરુદ્ધ કરી દીધી. દીકરીનું ધર્મ પરિવર્તન કરાવી નાઝમીન નામ રાખ્યુ હોવાની માતાપિતાનો આરોપ છે. દીકરી 26 જૂનથી ગુમ થતા માતાપિતાએ પોલીસમાં અરજી આપી છે.  

રાજકોટમાં ક્રિકેટ કોચિંગ વચ્ચે કળા કરી ગયો વિધર્મી યુવક, પ્રેમજાળમાં ફસાવી ધર્મપરિવર્તન કરાવ્યુ હોવાની માતાપિતાની ફરિયાદ, દીકરી 26 જુનથી ગુમ !
ફરિયાદી માતા
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 11, 2023 | 6:41 PM
Share

Rajkot : વધુ એક લવ જેહાદનો કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે. રાજકોટના રહેવાસી માતાપિતાએ પોલીસમાં અરજી કરી છે કે તેમની દીકરીને એક વિધર્મીએ ક્રિકેટ કોચિંગ દરમિયાન પ્રેમજાળમાં ફસાવી તેનુ ધર્મપરિવર્તન કરાવી નાખ્યુ છે.

દીકરી 17 વર્ષની હતી ત્યારથી તેને ફસાવી છે અને હાલ તેનુ નામ પણ બદલી નાઝમીન કરી નાખ્યુ છે. પરિવાર કંઈ કહે તો યુવક ધમકી આપે છે. છેલ્લા ઘણા દીવસોથી દીકરી ગુમ છે. માતાપિતાના જણાવ્યા મુજબ ગત 26 જુનથી દીકરી ગુમ છે. લવ જેહાદના આક્ષેપ સામે પોલીસે તપાસ શરૂ કરી છે.

ક્રિકેટ કોચિંગ શીખવતા વિધર્મીએ 17 વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવી

રાજકોટના જામનગર રોડ પર રહેતા પરિવારની દીકરી મહિલા કોલેજમાં અભ્યાસ કરતી હતી. પરિવારની ફરિયાદ મુજબ દીકરી 17 વર્ષની હતી ત્યારથી એક વિધર્મી યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેનુ શારીરિક શોષણ કરી રહ્યો છે. દીકરીના કહેવા પ્રમાણે તેની દીકરી ક્રિકેટ કોચિંગ શીખી રહી હતી અને મહેબુબ બુખારી નામનો વિધર્મી યુવક તેને કોચિંગ કરાવતો હતો. ત્યારબાદ તેને પ્રેમજાળમાં ફસાવીને ધર્મપરિવર્તન કરાવ્યુ.

વિધર્મીએ પરિવારને ધમકી આપી કે મારી પહોંચ ઉપર સુધી છે તમે મારુ કંઈ બગાડી નહીં શકો

દીકરીના માતાના જણાવ્યુ મુજબ પહેલા તેને પ્રેમજાળમાં ફસાવી ત્યારૂબાદ તેને સાથે રાખવાનો પ્રયત્ન કર્યો. દીકરીને પરિવાર વિરુદ્ધ સતત ભડકાવી પરિવારથી જ દૂર કરવાનો પ્રયત્ન કર્યો. યુવતીના મનમાં એટલી હદે ઝેર ભર્યુ કે યુવતી ઘરમાં જ રૂપિયાની ચોરી કરી યુવકે આપવા લાગી.

વિધર્મી મહેબુબની કરતુત અંગે માતાપિતાએ તેમની સાથે વાત કરતા મહેબુબે તેમને ધમકી આપી કે તમારી દીકરી સાથે 17 વર્ષથી શારીરિક સંબંધ છે અને મારી પહોંચ ઉપર સુધી છે, તમે મારુ કંઈ બગાડી નહીં શકો.

દીકરી ઘરમાં નમાઝ પઢવા લાગી અને હિંદુ દેવી દેવતા વિશે કવેણ કહેવા લાગી

માતાનો આક્ષેપ છે કે મહેબુબે તેમની દીકરીનું ધર્મપરિવર્તન કરાવી તેનુ નામ નાઝમીન રાખ્યુ છે. વિધર્મી યુવકે કહ્યુ હું તારી સાથે લગ્ન કરીશ તો મને 5 લાખ રૂપિયા મળશે અને કોઈ બ્રાહ્મણની દીકરી સાથે લગ્ન કરીશ તો મને 10 લાખ રૂપિયા મળશે.

મહેબુબના સંપર્કમાં રહેવાનો કારણે દીકરીની વર્તણુક તદ્દન બદલાઈ ગઈ અને ઘરમાં જ નમાઝ પઢવા લાગી. હિંદુ દેવી દેવતા વિશે કવેણ કહેવા લાગી. યુવતી ઘરમાં એક પાઉડર લાવતી જેનાથી ઘરના તમામ સભ્યો બેભાન જ રહેતા હતા. આ યુવતીને વિધર્મી યુવક ક્યારેક હોસ્ટેલમાં અને ક્યારેક ઘરે પણ લઈ જતો હોવાનો પરિવારને આરોપ છે.

આ પણ વાંચો : Rajkot: પડવલામાંથી આયુર્વેદિક સીરપની આડમાં નશીલુ પ્રવાહી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, પોલીસે 1 આરોપીની કરી ધરપકડ

વિધર્મીએ પોલીસને યુવતી રાજીખુશીથી પરિવારથી દૂર થઈ હોવાનું લખાણ સોંપ્યુ

હાલ પોલીસે માતાપિતાની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી છે. મહેબુબ નામના શખ્સની પૂછપરછ શરૂ કરૂ છે અને તેની કોલ ડિટેલ સહિતની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કિસ્સામાં કેટલીક કાયદાકીય મર્યાદાઓ અવરોધરૂપ બની છે.

યુવતી પોતે રાજીખુશીથી પોતાના માતાપિતાથી દૂર થઈ હોવાનુ લખાણ પોલીસને સોંપ્યુ છે. જો કે પોલીસે મહેબુબ અને તેના નજીકના સંબંધીઓને ત્યાં તપાસ હાથ ધરી છે. હાલ માતાપિતાના આક્ષેપ અંગે યુવતી શું નિવેદન આપે છે તે જોવુ રહ્યુ. જો કે આ પ્રેમની આડમાં આ પ્રકારે ધર્મપરિવર્તનના બનાવો હાલ પડકારજનક બન્યા છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">