સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કથિત માટી કૌંભાડ : શું જતીન સોનીને મળશે ક્લીનચીટ કે પછી સાબિત થશે ગુનેગાર ?

જતીન સોનીને પહેલાથી જ રજીસ્ટ્રારના પદ પરથી હટાવી લેવામાં આવ્યા છે. સિન્ડીકેટના સિનીયર મેમ્બરો અને કુલપતિ-ઉપકુલપતિની મઘ્યસ્થીથી જતીન સોની પહેલા રજા પર ઉતર્યા અને ત્યારબાદ તેઓએ રજીસ્ટ્રારના પદ પરથી રાજીનામૂ આપી દીધું હતુ.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કથિત માટી કૌંભાડ : શું જતીન સોનીને મળશે ક્લીનચીટ કે પછી સાબિત થશે ગુનેગાર ?
Alleged Saurashtra University scam

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટી કૌંભાડને લઇને 25 મી ઓગસ્ટે નિર્ણય આવી શકે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા આગામી 25 મી તારીખે સર્વોચ વહીવટી બોડી સિન્ડિકેટ સભ્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યુનિવર્સિટીના કુલપતિ દ્રારા કથિત માટી કૌંભાડને લઇને તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ રજૂ કરશે.

સિન્ડિકેટના સભ્યો તપાસ કમિટીના આ રિપોર્ટના આધારે માટી કૌંભાડમાં કોઇ ગેરરિતી થઇ છે કે કેમ અને કોઇ ગુનેગાર છે કે કેમ તે અંગેનો નિર્ણય લેશે અને જો કોઇ ગુનેગાર હશે તો તેની સામે કાર્યવાહી કરવી કે કેમ તે અંગેની જાહેરાત કરવામાં આવશે. આ માટી કૌંભાડમાં શારિરીક શિક્ષણ વિભાગના વડા અને પૂર્વ રજીસ્ટ્રાર જતીન સોની સામે ગેરરિતીના આક્ષેપો લગ્યા છે ત્યારે સિન્ડિકેટની બેઠક જતીન સોનીને ક્લીનચીટ આપશે કે ગુનેગાર જાહેર કરશે તે અંગેનો નિર્ણય આવશે.

રજૂ થયેલા બે અલગ અલગ રિપોર્ટ રજૂ થશે

કથિત માટી કૌંભાડમાં જે પાંચ સભ્યોની તપાસ સમિતીની રચના કરવામાં આવી હતી તેમાં એકસૂત્રતા જળવાય ન હતી. તપાસ સમિતીના સભ્ય હરદેવસિંહ જાડેજાએ કહ્યું હતુ કે કમિટી દ્રારા જે તપાસ રિપોર્ટ માટેની બેઠક મળી હતી તેમાં ભાવીન કોઠારી હાજર ન હોવા છતા તેમની સહી હતી જેથી રિપોર્ટ અગાઉથી તૈયાર થયો તેવી શંકા હતી પરિણામે તેમણે પોતાનો અલગ રિપોર્ટ કુલપતિને જમા કરાવ્યો હતો ત્યારે યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ કહ્યું હતુ કે તપાસ કમિટીએ જે બે રિપોર્ટ તૈયાર કર્યા છે બંન્ને રિપોર્ટ સિન્ડીકેટમાં મૂકવામાં આવશે જેના આધારે નિર્ણય લેવામાં આવશે.

માટી કૌંભાડમાં ગેરરિતી નહિ-બેજવાબદારી -રિપોર્ટ

સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તેમાં તપાસ સમિતી દ્રારા જતીન સોનીએ ગેરરિતી ન આચરી હોવાનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જો કે પોતે શારિરીક શિક્ષણના વડા હોવાના કારણે તેઓની બેદરકારી જરૂર સામે આવી છે. 25 મી તારીખે તપાસ સમિતી દ્રારા તૈયાર કરાયેલો રિપોર્ટ રજૂ કરવામાં આવશે ત્યારે જતીન સોનીની બેદરકારીને લઇને તેની સામે પગલા લેવા કે નહિ તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.

મહત્વનું છે કે જતીન સોનીને પહેલાથી જ રજીસ્ટ્રારના પદ પરથી હટાવી લેવામાં આવ્યા છે. સિન્ડીકેટના સિનીયર મેમ્બરો અને કુલપતિ-ઉપકુલપતિની મઘ્યસ્થીથી જતીન સોની પહેલા રજા પર ઉતર્યા અને ત્યારબાદ તેઓએ રજીસ્ટ્રારના પદ પરથી રાજીનામૂ આપી દીધું હતુ.

 

આ પણ વાંચો – દિકરીના પ્રથમ જન્મદિવસની અનોખી ઉજવણી, આ વ્યક્તિએ કોરોનામાં માતા-પિતા ગુમાવનાર પાંચ દિકરીઓને લીધી દત્તક

આ પણ વાંચો – પહેલા નાનાએ 7 વર્ષની માસુમ ભાણીને મોસાળમાં બોલાવી, બાદમાં સગા મામા, નાના અને ભાઈએ મળીને કર્યો સામુહિક બળાત્કાર, જાણો સમગ્ર મામલો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati