પહેલા નાનાએ 7 વર્ષની માસુમ ભાણીને મોસાળમાં બોલાવી, બાદમાં સગા મામા, નાના અને ભાઈએ મળીને કર્યો સામુહિક બળાત્કાર, જાણો સમગ્ર મામલો

બળાત્કારની શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં પોલીસે એક જ પરિવારના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે. ત્રણેય પર સાત વર્ષની બાળકી પર બળાત્કાર કરવાનો આરોપ લગાવવામાં છે.

પહેલા નાનાએ 7 વર્ષની માસુમ ભાણીને મોસાળમાં બોલાવી, બાદમાં સગા મામા, નાના અને ભાઈએ મળીને કર્યો સામુહિક બળાત્કાર, જાણો સમગ્ર મામલો
પ્રતિકાત્મક તસવીર

ચેન્નઈમાં બળાત્કારની શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં પોલીસે એક જ પરિવારના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે. ત્રણેય પર સાત વર્ષની બાળકી પર બળાત્કાર કરવાનો આરોપ લગાવવામાં છે. આ કેસમાં પીડિત બાળકીની માતાએ પોલીસ સ્ટેશન જઈને એફઆઈઆર નોંધાવી છે.

આ ઘટના ચેન્નાઈના મડીપક્કમની છે. જ્યાં પીડિત બાળકીની માતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. આ ઘટના 2 ઓગસ્ટની કહેવામાં આવી રહી છે. વાસ્તવમાં તે દિવસે છોકરીના 62 વર્ષીય નાના તેમના ઘરે આવ્યા અને તેમની પુત્રીની પરવાનગીથી તેમની પૌત્રીને સાથે લઈ ગયા હતા. પોલીસે જણાવ્યું કે, તેની પૌત્રીને ઘરે લઈ ગયા બાદ તેના નાના, તેના 42 વર્ષના મામા અને 17 વર્ષના મામાના દિકરા ભાઈએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, આ ઘૃણાસ્પદ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે છોકરી તેના મામાના ઘરેથી પરત આવી અને તેની માતાને આખી ઘટના વિશે વાત કરી હતી. છોકરીની વાત સાંભળ્યા બાદ તેણી તાત્કાલિક બાળકીને સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ અને ત્યાં તેનું મેડિકલ કરાવ્યું.

આ બાદ મહિલા તેની 7 વર્ષની પીડિત પુત્રી સાથે મહિલા પોલીસ સ્ટેશન પહોંચી અને ત્યાં સમગ્ર ઘટનાની માહિતી આપતા ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદને ગંભીરતાથી લેતા પોલીસે આરોપી સંબંધીઓ સામે IPC અને POCSO (Protection of Children from Sexual Offences) એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

બાદમાં પોલીસે પીડિત છોકરીના મામા અને નાનાની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેમને કોર્ટમાં રજૂ કરીને જેલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે આરોપી સગીર પિતરાઇ ભાયને કસ્ટડીમાં લેતી વખતે પોલીસે તેને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યાંથી તેને બાળ સુધારણા કેન્દ્રમાં મોકલવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવતા આસારામના પુત્ર નારાયણ સાંઈના બે સપ્તાહના ફરલો પર પ્રતિબંધ મૂક્યો છે

આ પણ વાંચો: Parliament Monsoon Session: સંજય રાઉતે રાજ્યસભામાં માર્શલ લો લાગુ કરવાનો આરોપ લગાવ્યો, પૂછ્યું શું આ આપણી સંસદીય લોકશાહી છે?

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati