Rajkot : કરોડોના ખર્ચે બનાવેલા ગોંડલ ચોકડી ઓવરબ્રિજને લઇ ધારાસભ્યોએ કરી ફરિયાદ
રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે કરોડો રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. બ્રિજ નીચે ટ્રાવેલ્સ, રિક્ષાઓ અને કારના કારણે ટ્રાફિકજામની સ્થિતિનું નિર્માણ થાય છે.

રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે કરોડો રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. બ્રિજ બન્યા પછી પણ આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા યથાવત છે. જેથી વાહનચાલકો ખૂબ જ પરેશાન થાય છે. બ્રિજ નીચે ટ્રાવેલ્સ, રિક્ષાઓ અને કારના કારણે ટ્રાફિકજામની સ્થિતિનું નિર્માણ થાય છે. આ અંગે સંકલન સમિતિની બેઠકમાં સ્થાનિક ધારાસભ્યો રમેશ ટિલાળા અને મહેન્દ્ર પાલડિયાએ ફરિયાદ કરી હતી. જેમાં 3 લેયર બ્રિજ બનાવ્યો હોવા છતાં પણ રાહદારીઓને મુશ્કેલી થતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ત્રણ ટોલનાકામાંથી એક રદ કરવા માગ
આ ઉપરાંત ડૂમીયાણી ટોલનાકા અંગે પણ મહેન્દ્ર પાડલિયાએ લોકો સાથે અન્યાય થતો હોવાની ફરિયાદ કરી હતી. તેમણે ફરિયાદ કરી કે જે રીતે રીબડા અને જેતપુર પાસે ટેક્સ લેવામાં આવે છે. તે જ પ્રમાણે ડૂમીયાણા ખાતે પણ ટેક્સ લેવમાં આવે છે. અહીં મહિને 315 રૂપિયાના બદલે જ્યારે પણ ઉપયોગ કરવો હોય ત્યારે 10 રૂપિયા લેવામાં આવે છે. સાથે જ રાજકોટથી ઉપલેટા-ધોરાજી સુધીમાં ત્રણ ટોલનાકામાંથી એક રદ કરવા અંગે પણ તેમણે ફરિયાદ કરી હતી.
AMCની ઓવરબ્રિજ પર આકરી કાર્યવાહી
અમદાવાદના હાટકેશ્વર બ્રિજ બાદ AMC વધુ એક બ્રિજને લઈ આકરી કાર્યવાહી કરવાના મુડમાં છે. નારણપુરાના પલ્લવ પ્રગતિનગર ઓવરબ્રિજનો કોન્ટ્રાક્ટ પરત લેવામાં આવશે. કોન્ટ્રાક્ટર કંપની પાસેથી 104 કરોડનો કોન્ટ્રાક્ટ પરત લેવામાં આવશે. અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી કોન્ટ્રાક્ટ પરત લેવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન અન્ય કોન્ટ્રાક્ટર પાસે કામગીરી કરાવે તેવી શક્યતા છે. આ જ કંપનીને હાટકેશ્વર બ્રિજના વિવાદને કારણે બ્લેકલિસ્ટ કરવામાં આવશે. અજય એન્જિનિયરિંગ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. પલ્લવ ઓવરબ્રિજની કામગીરી છેલ્લા એક મહિનાથી બંધ છે. બ્રિજનું 30 ટકા કામ થયા બાદ કામગીરી એક મહિનાથી બંધ છે. હવે પલ્લવ બ્રિજની કામગીરી પર વિજિલન્સ વિભાગની નજર છે.
તો બીજી તરફ અમદાવાદમાં ભ્રષ્ટાચારનો હાટકેશ્વર બ્રિજ બનાવનાર એજન્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. AMCના અધિકારી જીગ્નેશ શાહે ખોખરા પોલીસ મથકમાં બ્રિજ બનાવનાર એજન્સી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. એએમસીના અધિકારીએ એજન્સી અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર એસએસજીએસ કંપની વિરુદ્ધ 39 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. ખોખરા-હાટકેશ્વર બ્રિજ પૈસા મેળવી યોગ્ય કાર્યરત ન કરવાને લઈને આ ફરિયાદ કરવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…