રાજકોટમાં મનપાનો નિર્ણય,આજથી કોરોનાનાં દર્દીઓના નામ અને સરનામા જાહેર નહીં કરે, કોર્પોરેશનનાં નિર્ણય સામે વિપક્ષે તાણી તલવાર, ધરણા કરવાની આપી ચિમકી

રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે મનપા દ્વારા આજથી કોરોના દર્દીઓના નામ અને સરનામા જાહેર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાછળ કાયદાકીય અડચણો ઉપરાંત દર્દી અને તેના પરિવાર સાથે દુર્વ્યવહાર થતો હોવાથી આ નિર્ણય લેવાયો હોવાનું મનપા કમિશનરે જણાવ્યું. હવેથી જે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવશે તેના ઘરની બહાર સ્ટીકર લગાવવામાં આવશે. આ ઉપરાંત જરૂર પડ્યે […]

રાજકોટમાં મનપાનો નિર્ણય,આજથી કોરોનાનાં દર્દીઓના નામ અને સરનામા જાહેર નહીં કરે, કોર્પોરેશનનાં નિર્ણય સામે વિપક્ષે તાણી તલવાર, ધરણા કરવાની આપી ચિમકી
http://tv9gujarati.in/rajkot-manpa-no-…ipaksh-no-virodh/
Follow Us:
| Updated on: Jul 28, 2020 | 8:12 AM

રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે મનપા દ્વારા આજથી કોરોના દર્દીઓના નામ અને સરનામા જાહેર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાછળ કાયદાકીય અડચણો ઉપરાંત દર્દી અને તેના પરિવાર સાથે દુર્વ્યવહાર થતો હોવાથી આ નિર્ણય લેવાયો હોવાનું મનપા કમિશનરે જણાવ્યું. હવેથી જે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવશે તેના ઘરની બહાર સ્ટીકર લગાવવામાં આવશે. આ ઉપરાંત જરૂર પડ્યે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે અને ત્યાં કન્ટેઇનમેન્ટ કમાન્ડર તરીકે સ્ટાફને તૈનાત રાખવામાં આવશે. મહત્વનું છે કે અત્યાર સુધી રાજ્યમાં રાજકોટ જ એકમાત્ર એવુ હતું જ્યાં દર્દીની તમામ માહિતી જાહેર કરવામાં આવતી હતી તો દર્દીની તમામ માહિતી જાહેર નહીં કરવાના નિર્ણયને લઇને વિપક્ષ લડાયક મૂડમાં છે.વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ ચીમકી ઉચ્ચારી છે કે જો ત્રણ દિવસમાં દર્દીના નામ, સરનામાં જાહેર નહીં કરવામાં આવે તો કોંગ્રેસ મનપા કમિશનરની ચેમ્બરમાં ધરણાં કરશે.

g clip-path="url(#clip0_868_265)">