Rajkot: માલધારીઓએ કહ્યું, સરકાર અમને અભણ ન સમજે કાયદો રદ્દ થવો જોઇએ

માલધારી(Maldhari) સમાજે વિરોધ વ્યક્ત કરતા કહ્યું હતું કે સરકારે મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે તે આવકાર્ય છે પરંતુ સરકાર માલધારી સમાજને અભણ ન સમજે અને થોડા દિવસો વિત્યા બાદ આ કાયદાની અમલવારી ન કરે જો સરકાર દ્રારા આ પ્રકારની અમલવારી કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.રાજ્ય સરકાર દ્રારા વિધાનસભામાં આ ખરડો પસાર કરતાની સાથે જ ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થયા હતા.

Rajkot: માલધારીઓએ કહ્યું, સરકાર અમને અભણ ન સમજે કાયદો રદ્દ થવો જોઇએ
Rajkot Maldhari Protest
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 07, 2022 | 5:12 PM

ગુજરાતમાં (Gujarat)રખડતાં ઢોરના(Stray Cattle Control Bill)પ્રશ્ને વિધાનસભામાં ખરડો પસાર કરતાની સાથે જ માલધારીઓમાં(Maldhari)ભારે રોષ જોવા મળ્યો હતો.માલધારી સમાજે ઠેર ઠેર આવેદન પત્ર આપીને આ કાયદાને કાળો કાયદો ગણાવ્યો હતો અને પરત ખેંચવાની માંગ કરી હતી.જે બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે દખલગીરી કરી હતી અને આજે મુખ્યમંત્રીએ આજે માલધારી સમાજના અગ્રણીઓએ મુલાકાત કરી હતી અને નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુઘી કાયદો મોકુફ રાખવાની જાહેરાત કરી હતી.જો કે રાજકોટના માલધારીઓએ સરકારના આ નિર્ણયને ચૂંટણીલક્ષી લોલિપોપ ગણાવી હતી.રાજકોટના માલધારી સમાજના અગ્રણી રણજીત મુંધવાએ કહ્યું હતું કે ચૂંટણી સમયે ગાય માતા લાગે છે જ્યારે ચૂંટણી પૂરી થતા ગાય રખડતા ઢોર લાગે છે,સરકારે કાયદાની અમલવારી મોકુફ રાખીને ચૂંટણીલક્ષી લોલિપોપ આપી છે.આ કાયદો માલધારી સમાજની વિરુદ્ધમાં છે ત્યારે તેને રદ્દ કરી દેવો જોઇએ..

માલધારી સમાજને અભણ ન સમજે લેખિતમાં બાંહેધરી આપે

માલધારી સમાજે વિરોધ વ્યક્ત કરતા કહ્યું હતું કે સરકારે મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે તે આવકાર્ય છે પરંતુ સરકાર માલધારી સમાજને અભણ ન સમજે અને થોડા દિવસો વિત્યા બાદ આ કાયદાની અમલવારી ન કરે જો સરકાર દ્રારા આ પ્રકારની અમલવારી કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.રાજ્ય સરકાર દ્રારા વિધાનસભામાં આ ખરડો પસાર કરતાની સાથે જ ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થયા હતા.રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માલધારીઓએ દૂધનું વિતરણ બંધ કરવાની પણ ચીમકી આપી હતી અને આ અંગે સી આર પાટીલ સુધી રજૂઆત કરી હતી જેને લઇને સરકારે ઝુંકવાનો વારો આવ્યો હતો

આ ઉપરાંત ગુજરાતમાં રખડતા ઢોર મુદ્દે થયેલી પીઆઇએલમાં પક્ષકાર બનવા ઢોર માલિકોએ હાઇકોર્ટમાં અરજી કર હતી. જેમાં ઢોર માલિકોની આ અરજીને લઈને હાઈકોર્ટે કડક વલણ દાખવ્યું છે. તેમજ અરજીને સાંભળવાનો હાઈકોર્ટે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. હાઇકોર્ટે કહ્યું કે જો આ અરજીને સાંભળીશું તો ભવિષ્યમાં લાખો ઢોર માલિકો હાઈકોર્ટમાં અરજી કરવા દોડશે.તેમજ રખડતા ઢોર અંગે શું પગલાં લેવા તે રાજ્ય સરકારના અધિકારમાં છે. આ મુદ્દે હાઇકોર્ટે અરજદારને દંડ ફટકારવાના સંકેત આપ્યા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો :  અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં વાહનચોરી કરનારા બે મિત્રોને ઝડપ્યા, 26 જેટલા ચોરીના કેસના ભેદ ઉકેલ્યા

આ પણ વાંચો : Surat: કાપડ માર્કેટમાં ચાલુ ટેમ્પાએ કાપડના તાકા ચોરી કરવાનો વીડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, જાણો સમગ્ર મામલો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">