RAJKOT : ધોરાજીમાં ભારે વરસાદથી ખેતરોમાં કપાસ, મગફળી, સોયાબીન અને એરંડાનો ઉભો પાક બળી ગયો, ખેડૂતોને ભારે નુકસાની

છેલ્લા બે વર્ષથી એક બાદ એક આકાશી અને માનવસર્જિત આફતોનું સામનો કરી ચૂકેલા ખેડૂતોને આ વર્ષ આશા હતી કે સારો એવી વરસાદ થશે. અને ઉત્પાદન સારૂ થશે અને પોષણક્ષમ ભાવ મળશે.

RAJKOT : ધોરાજીમાં ભારે વરસાદથી ખેતરોમાં કપાસ, મગફળી, સોયાબીન અને એરંડાનો ઉભો પાક બળી ગયો, ખેડૂતોને ભારે નુકસાની
RAJKOT: Heavy rains in Dhoraji burnt standing crops of cotton, groundnut, soybean and castor
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 2:39 PM

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભારે વરસાદથી ખેતરોમાં ઊભો પાક બળી ગયો છે. કપાસ-મગફળી-સોયાબીન અને એરંડા જેવા વિવિધ પાકો બળી જવાને કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. હવે ખેડૂતો સરકાર સમક્ષ સહાયની માંગ કરી રહ્યા છે.

છેલ્લા બે વર્ષથી એક બાદ એક આકાશી અને માનવસર્જિત આફતોનું સામનો કરી ચૂકેલા ખેડૂતોને આ વર્ષ આશા હતી કે સારો એવી વરસાદ થશે. અને ઉત્પાદન સારૂ થશે અને પોષણક્ષમ ભાવ મળશે. તો ખેડૂતો દેવાના ડુંગરમાંથી બહાર આવી જશે. પરંતુ જાણે કુદરત ધોરાજી પંથકના ખેડૂતો પર રૂઠી હોઈ એવું લાગી રહ્યું છે. ખેડૂતોએ ભીમ અગિયારસના રોજ વાવણી લાયક વરસાદ વરસતા કપાસ-મગફળી-સોયાબીન અને એરંડા જેવા વિવિધ પાકોનું વાવેતર કર્યું. બાદમાં વરસાદ ખેંચાયો જેના કારણે પાક નિષ્ફળ ગયો.

બાદમાં ખેડૂતોએ મંડળીમાંથી ધિરાણ લઈ અને ફરી વાવેતર કર્યું. અને મહા મહેનતએ ફરી પાકનું ઉછેર કર્યું. અને પાકમાં ફાલ પણ બેસી ગયો ઉત્પાદનનો સમય નજીક આવ્યો. અને ધોરાજી પંથકમાં સતત ધોધમાર વરસાદ પડ્યો. જેને લઇ અને ઊભો પાક બળી ગયો. આ ખેડૂતોની ચિંતામાં ફરી એક વાર વધારો થયો.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ધોરાજી પંથકના ખેડૂતોનું કહેવું છેકે ધોરાજી પંથકમાં પડેલ ભારે વરસાદને કારણે ખેતરોમાં ભારે નુકસાન થયું છે. પાકનો સોથ વળી ગયો છે. ભારે વરસાદ બાદ ખેતરોનું ધોવાણ થયું. વાવેતરથી લઈ અને અત્યાર સુધી પાંચથી છ હજારનો ખર્ચ પણ કર્યો. પરંતુ હવે હાથમાં માત્રને માત્ર નુકસાની આવશે.

ધોરાજીમાં પડેલ ધોધમાર વરસાદના પાણી હજુ ખેતરોમાંથી ઓસર્યા નથી. ખેતરોમાં ભરેલ વરસાદી પાણીને કારણે પાક બળીને ખાક થઈ ગયો છે. આમ ખેડૂતો દેવાના ડુંગરમાં દબાઈ જશે હવે ખેડૂતો સરકાર સમક્ષ સહાયની આશ લગાવીને બેઠા છે.

હજુ પણ રાજયમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે ભારે વરસાદને કારણે ખેતરોમાં પાકને નુકસાનની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. ત્યારે, ખેડૂતો મેઘરાજાના વિરામની રાહ જોઇ રહ્યાં છે.

આ પણ વાંચો : Pollution Effect : રશિયામાં શ્વાનનો રંગ બદલાઇને થઇ ગયો ભૂરો, ભારતમાં પણ આ પ્રકારની ઘટના બની ચૂકી છે

આ પણ વાંચો : ગુજરાત પર તોળાતું સંકટ, 30 સપ્ટેમ્બરના રોજ અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">