AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pollution Effect : રશિયામાં શ્વાનનો રંગ બદલાઇને થઇ ગયો ભૂરો, ભારતમાં પણ આ પ્રકારની ઘટના બની ચૂકી છે

કેમિકલના સંપર્કમાં આવવાથી તેમનો રંગ તો બદલાય જ રહ્યો છે પરંતુ સાથે સાથે તેમની ત્વચા પર બળતરા, ખંજવાળ અને શરીરની અંદર બ્લીડિંગની સમસ્યાઓ જોવા મળી રહી છે.

Pollution Effect : રશિયામાં શ્વાનનો રંગ બદલાઇને થઇ ગયો ભૂરો, ભારતમાં પણ આ પ્રકારની ઘટના બની ચૂકી છે
Dogs have changed color in Russia
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 1:49 PM
Share

તમે ક્યારેય રંગીન શ્વાન જોયા છે ? તમે કહેશો હાં ભારતમાં હોળી ધૂટેળી બાદ અમે ઘણા શ્વાનને રંગમાં રંગાયેલા જોયા છે. પરંતુ એક જગ્યા એવી છે જ્યાં હોળી નથી રમાતી તેમ છતા ત્યાંના ડોગ્સનો કલર બદલાઇ ગયો છે. આ શ્વાન અચાનક જ ભૂરા રંગમાં ફેરવાઇ ગયા છે. ખરેખર ઘટના કઇંક આમ છે કે રશિયા ઝેકઝિંક્સ નામના શહેરમાં શ્વાનના રંગ અચાનક જ ભૂરા થઇ ગયા છે. તમને જણાવી દઇએ કે કેટલાક વર્ષો પહેલા ભારતમાં પણ આ પ્રકારની એક ઘટના જોવા મળી હતી.

રશિયાના એક સરકારી મીડિયા સંસ્થાન રિયા નોવોસ્તીની એક રિપોર્ટ મુજબ શ્વાન પર આ ભૂરો રંગ નુક્સાનકારક રસાયણોને કારણે ચઢ્યો છે. એક ખાલી પડેલા કેમિકલ પ્લાન્ટની આસપાસ રહેતા આ ડોગીઓ પોતનો રંગ બદલી રહ્યા છે. આ વાતને લઇને જાનવરો માટે કામ કરનાર કેટલીક સંસ્થાઓ પણ અવાજ ઉઠાવી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કેમિકલ પ્લાન્ટમાં પહેલા પ્લેક્સીગ્લાસ અને હાઇડ્રોસાઇનિક એસિડનું ઉત્પાદન કરવામાં આવતુ હતુ. જેના કારણે પાણીમાં હાઇડ્રોજન સાઇનાઇડ ભળી ગયુ છે. આ ખૂબ જ ઝેરી રસાયણ છે જે કેટલાક પ્રકારના ઘાટક પોલીમર્સને વધારવાનું કામ કરે છે. વૈજ્ઞાનિકોનું માનવુ છે કે આ શ્વાન પર જે કેમિકલના કારણે રંગ ચઢ્યો છે તે કોપર સલ્ફેટ છે. આ કેમિકલનો ઉપયોગ ઘણી બધી ઔદ્યોગિક જરૂરિયાતોને પૂર્ણ કરવામાં થાય છે.

વૈજ્ઞાનિકો હજી એ નથી જાણી શક્યા કે શ્વાનના શરીરમાં આ કેમિકલ કઇ રીતે પ્રવેશ્યુ છે પરંતુ આ કેમિકલ તેમના સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પાડે છે. આ કેમિકલના સંપર્કમાં આવવાથી તેમનો રંગ તો બદલાય જ રહ્યો છે પરંતુ સાથે સાથે તેમની ત્વચા પર જલન, ખુજલી અને શરીરની અંદર બ્લીડિંગની સમસ્યાઓ જોવા મળી રહી છે. આ કેમિકલના કારણે ઘણા બધા ડોગીના મોત પણ થઇ ચૂક્યા છે.

આ પણ વાંચો –

Happy Birthday Lata Mangeshkar : ‘લગ જા ગલે’ થી ‘અઝીબ દાસ્તાન હૈ યે’ સુધી લતા મંગેશકરના સદાબહાર ગીતો સાંભળો

આ પણ વાંચો –

SEBI Board Meeting Today : આજે માર્કેટ રેગ્યુલેટર આ મુદ્દાઓ ઉપર ચર્ચાના અંતે મહત્વના નિર્ણય લઈ શકે છે, જાણો વિગતવાર

આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
g clip-path="url(#clip0_868_265)">