ગુજરાત પર તોળાતું સંકટ, 30 સપ્ટેમ્બરના રોજ અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે

ગુજરાત પર ફરી ભારે વરસાદ અને વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 સપ્ટેમ્બરના રોજ અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાવાની આગાહી કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 4:47 PM

ગુજરાત પર ફરી ભારે વરસાદ અને વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 સપ્ટેમ્બરના રોજ અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાવાની આગાહી કરી છે. આ હવાનું હળવું દબાણ સર્જાયા બાદ 24 કલાકમાં વધુ મજબૂત બનશે. જેના પગલે ગુજરાતના દરિયાકિનારે ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે.

શાહીન નામનું વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉદભવે તેવી શકયતાઓ છે. ગુલાબ નામનું જ વાવાઝોડું શાહીનમાં પરિવર્તિત થઇ રહ્યું છે. અને, શાહીનની અસરરૂપે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી

આગામી 3 દિવસ રાજયમાં વરસાદનો માહોલ યથાવત રહેશે. તમામ વિસ્તારમાં મધ્યમથી લઈને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. કચ્છમાં પણ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, હાલ સાયકલોન અંગે કોઈ ખતરો નથી. હાલ ડિપ્રેશન છે, 6 કલાકમાં વેલમાર્ક લો-પ્રેશર બનશે. 30 સપ્ટેમ્બરે નોર્થ ઇસ્ટ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન ઉદ્દભવશે. સાયકલોનમાં પરિવર્તિત થશે કે નહીં એ અંગે આગામી સમયમાં માહિતી આપવામાં આવશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

હજુ પણ રાજયમાં પડશે વરસાદ

નોંધનીય છેકે ગુજરાતમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતા છે. પાટણ, મહેસાણા, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલીમાં અતિભારે વરસાદ પડી શકે છે. તો પોરબંદર, બોટાદ, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગના મતે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">