AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RAJKOT : પૂર્વમંત્રી જયેશ રાદડિયાએ યાર્ડની સત્તા યુવા નેતા જયેશ બોઘરાને સોંપી, સિનીયરોમાં સોંપો

યુવા નેતાનું નામ ચેરમેન તરીકે જાહેર થતા સિનીયરોમાં સોંપો પડી ગયો હતો જો કે યાર્ડના સિનીયર ડિરેક્ટર પરસોતમ સાવલિયાએ કહ્યું હતું કે કોઇ રંજ નથી.પાર્ટીનો જે આદેશ છે તે શિરોમાન્ય છે,તો યાર્ડના પૂર્વ ચેરમેન ડી.કે.સખિયાએ કહ્યું હતું કે પરસોતમભાઇ ભાજપના સિનીયર આગેવાન છે પાર્ટી સાથે છે.બળવાની કોઇ જ વાત નથી.

RAJKOT : પૂર્વમંત્રી જયેશ રાદડિયાએ યાર્ડની સત્તા યુવા નેતા જયેશ બોઘરાને સોંપી, સિનીયરોમાં સોંપો
બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ચેરમેન પદે જયેશ બોધરા
Mohit Bhatt
| Edited By: | Updated on: Dec 02, 2021 | 4:27 PM
Share

રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ચેરમેન પદે જયેશ બોધરા અને વાઇસ ચેરમેન પદે વસંત ગઢિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.ભાજપ દ્રારા બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીથી લઇને ચેરમેન પદ સુધીની જવાબદારી પૂર્વ મંત્રી જયેશ રાદડિયાને સોંપવામાં આવી હતી જેમાં ભાજપ પ્રદેશ મવડી મંડળ સાથે સંકલન કરીને આ વરણીને જિલ્લા ભાજપ દ્રારા મેન્ડેન્ટ આપવામાં આવ્યું હતું.જયેશ બોઘરાની ટિકીટ ફાળવણીમાં રાદડિયાનો સિંહ ફાળો છે અને તેમાં પણ પાટીલના ખાસ મનાતા ભરત બોઘરાની ભલામણ મળતા જયેેશ બોઘરા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો.

સિનીયરો થયા નારાજ,રાદડિયાએ મનાવા પડ્યા

ભાજપ દ્રારા માર્કેટીંગ યાર્ડના ચેરમેન પદની સેન્સ લેવામાં આવી હતી ત્યારે તેમાં સિનીયર આગેવાન અને બિનહરીફ થયેલા ડિરેક્ટર પરસોતમ સાવલિયાનું નામ આગળ ચાલી રહ્યું હતુ.તેની સાથે સાથે યાર્ડના પૂર્વ ચેરમેન ડી.કે.સખિયા પણ પોતાના પુત્ર માટે ગાંધીનગર સુધી લોબિંગ કરી રહ્યા હતા જો કે જ્યારે નામ ફાઇનલ થયું ત્યારે સિનીયર આગેવાનોમાં સોંપો પડી ગયો હતો.થોડા સમય માટે યાર્ડમાં નવો ચોકો ઉભો કરવાની પણ તૈયારી કરી દીધી હતી જો કે અંતે જયેશ રાદડિયાએ દખલગિરી કરી હતી અને તમામ સિનીયરોને સમજાવી લેવામાં આવ્યા હતા.

કોઇ રંજ નથી,પાર્ટીનો આદેશ શીરોમાન્ય-પરસોતમ સાવલિયા

યુવા નેતાનું નામ ચેરમેન તરીકે જાહેર થતા સિનીયરોમાં સોંપો પડી ગયો હતો જો કે યાર્ડના સિનીયર ડિરેક્ટર પરસોતમ સાવલિયાએ કહ્યું હતું કે કોઇ રંજ નથી.પાર્ટીનો જે આદેશ છે તે શિરોમાન્ય છે,તો યાર્ડના પૂર્વ ચેરમેન ડી.કે.સખિયાએ કહ્યું હતું કે પરસોતમભાઇ ભાજપના સિનીયર આગેવાન છે પાર્ટી સાથે છે.બળવાની કોઇ જ વાત નથી.

કોણ છે જયેશ બોધરા ? જયેશ બોધરા ભાજપના યુવા નેતા છે તેઓ વ્યવસાયે વકીલ છે અને રામનગર ગામના સરપંચ છે.તેઓ લેઉવા પટેલ સમાજમાંથી આવે છે.જયેશ રાદડિયા સાથે તેઓ નજીકનો નાતો ધરાવે છે સાથે સાથે ભરત બોધરાની પણ ગુડબુકમાં છે જેથી તેઓ પર પસંદગીનો કળશ ઢોળાયો હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો : Gujarat : કમોસમી વરસાદને કારણે લોકરક્ષક દળની શારીરિક કસોટી મોકુફ રખાઇ, જાણો કયાં-કયાં સ્થળે કસોટી મોકુફ રહી ?

આ પણ વાંચો : UP Election: સહારનપુરમાં વધી રહેલા ગુનાખોરીના અખિલેશ યાદવના નિવેદન પર અમિત શાહનો વાર, કહ્યું- તમે કયા ચશ્માથી જોઈ રહ્યા છો ?

g clip-path="url(#clip0_868_265)">