Rajkot : કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ ઇવીએમ પરના નિશાનને લઇને વિરોધ કર્યો

Rajkot : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે ફરી એકવાર EVMને લઇ માથાકૂટ શરૂ કરી છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 14, 2021 | 7:26 PM

Rajkot : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે ફરી એકવાર EVMને લઇ માથાકૂટ શરૂ કરી છે.. Rajkot કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ EVM પર લગાવેલા પક્ષના નિશાનને લઇ મોટો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યુ કે, EVM પર ભાજપનું નિશાન ઘાટું અને મોટું લગાવવામાં આવ્યું છે.. તેની સામે અન્ય પક્ષોના નિશાન નાના લગાવવામાં આવ્યા છે.. જેથી મતદારોને EVMમાં માત્ર કમળ જ દેખાય.. એટલું જ નહિં તેમણે કહ્યુ કે, ચૂંટણી પંચ પણ આને લઇ કંઇ બોલવા તૈયાર નથી. હેમાંગ વસાવડાએ ચીમકી આપી છે કે, જો નિશાન બદલીને સરખી સાઇઝ કરવામાં નહીં આવે તો કાયદાકીય કાર્યવાહી કરશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">