RAJKOT : બેડી APMCની ચૂંટણી,ખેડૂત પેનલમાં ભાજપ પ્રેરિત પેનલનો હાથ ઉપર,વેપારી પેનલમાં રસાકસી

|

Oct 05, 2021 | 12:58 PM

આજે યોજાયેલી ચૂંટણીનું આવતીકાલે (6 ઓક્ટોબરે) પરીણામ જાહેર થશે.સવારે ૯ વાગ્યાથી મત ગણતરી શરૂ થશે અને બપોરે 11 વાગ્યા સુઘીમાં માર્કેટીંગ યાર્ડની સત્તા સ્થાને કોણ બિરાજમાન થશે તેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

RAJKOT : બેડી APMCની ચૂંટણી,ખેડૂત પેનલમાં ભાજપ પ્રેરિત પેનલનો હાથ ઉપર,વેપારી પેનલમાં રસાકસી
RAJKOT: Bedi APMC elections, BJP-inspired panel in farmers' panel, tussle in trade panel

Follow us on

આજે ૧૪ બેઠકો માટે ૩૨ ઉમેદવારોનું મતદાન શરૂ,બે બેઠકો થઇ છે બિનહરીફ

રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીનું આજે મતદાન છે.બેડી માર્કેટીંગ યાર્ડની ૧૪ બેઠકો માટે ૩૨ જેટલા ઉમેદવારોનું ભાવિ આજે મતપેટીમાં સીલ થશે અને આવતીકાલે (6 ઓક્ટોબરે) મત ગણતરી થશે..પ્રથમ વખત સહકારી ચૂંટણીમાં ભાજપ દ્રારા મેન્ડેન્ટ આપીને નામની જાહેરાત કરવામાં આવી છે.સામાપક્ષે ભારતીય કિસાન સંઘ મેદાને છે.જો કે સહકારી વિભાગની ચૂંટણીમાં જિલ્લા સહકારી બેંક જેમના હસ્તક હોય તેમને ફાયદો થતો હોય છે જેથી જયેશ રાદડિયાની આગેવાનીમાં ભાજપ પ્રેરિત પેનલનો હાથ ઉપર જોવા મળી રહ્યો છે.જ્યારે વેપારી પેનલની ૪ બેઠકોમાં રસાકસી થાય તેવી પૂરી શક્યતા છે.

૯૮ ટકા મતદાન અમારા તરફી થશે-રાદડિયા

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

જયેશ રાદડિયાએ કહ્યું હતું કે સહકારી ક્ષેત્રમાં છેલ્લા ૩૦ વર્ષથી તેઓ જોડાયેલા છે.યાર્ડની ચૂંટણીમાં મતદારો મંડળીના સભ્યો હોય છે અને મંડળી સાથે તેમના સબંધો છે જેથી ૯૮ ટકા મતદાન તેના તરફી થશે તેવો દાવો કર્યો હતો.મતદાનના એક દિવસ પહેલા વાયરલ વિડીયોની મતદારો પર કોઇ અસર નહિં થાય અને આ માત્ર મિડીયામાં વિવાદ ઉછાળતા હોવાનો આક્ષેપ કરીને રાદડિયાએ કિસાન સંઘ પર પ્રહારો કર્યા હતા..

વેપારીઓના અમે કામ કર્યા છે,જેનો લાભ મળશે-અતુલ કમાણી

આ તરફ વેપારી પેનલમાં પાટીદાર અને લોહાણા સમાજનું પ્રભુત્વ છે.પાટીદાર સમાજની પેનલના ઉમેદવાર અતુલ કમાણીએ કહ્યું હતુ કે ભૂતકાળમાં કમિશન એજન્ટના પ્રમુખ તરીકે વેપારીઓના પ્રશ્નોને વાચા આપી છે જેનો લાભ મળશે અને જો અમારી પેનલનો વિજય થશે તો સત્તાધીશો સાથે મળીને વેપારીઓના પ્રશ્નોને વાચા આપીશું.

આવતીકાલે મતદાન,૧૧ વાગ્યા સુધીમાં ચિત્ર થશે સ્પષ્ટ

આજે યોજાયેલી ચૂંટણીનું આવતીકાલે (6 ઓક્ટોબરે) પરીણામ જાહેર થશે.સવારે ૯ વાગ્યાથી મત ગણતરી શરૂ થશે અને બપોરે 11 વાગ્યા સુઘીમાં માર્કેટીંગ યાર્ડની સત્તા સ્થાને કોણ બિરાજમાન થશે તેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે.આ વખતની યાર્ડની ચૂંટણીમાં પરસોત્તમ સાવલિયા સિવાય ખેડૂત વિભાગના બંન્ને પક્ષોના ઉમેદવારો નવા છે ત્યારે ચેરમેન પદ તરીકે નવા ચહેરાને સ્થાન મળે તેવી પૂરેપૂરી શક્યતા છે.

આ પણ વાંચો : સ્થાનિક પેટા ચૂંટણીના પરિણામો જાહેર, કયાં ભાજપની થઇ જીત ? કયાં કોંગ્રેસના સૂપડા થયા સાફ ? તમામ પરિણામો પર એક નજર કરો

Published On - 12:57 pm, Tue, 5 October 21

Next Article