Ahmedabad: 4 કલાક સુધી ATM તોડવાનો કર્યો પ્રયાસ, યુવકને મોજશોખ માટે પૈસા કમાવવાનો શોર્ટકટ અપનાવવો પડ્યો ભારે, જુઓ Video

4 કલાક સુધી ATM તોડવાનો પ્રયાસનો Video સામે આવ્યો છે. મોજશોખ માટે પૈસા કમાવવા શોર્ટકટ અપનાવ્યો પણ આરોપી પોલીસના  સકંજામાં આવી ગયો.

Harin Matravadia
| Edited By: | Updated on: Jun 27, 2023 | 5:40 PM

Ahmedabad: પોલીસની પકડમાં આવેલો આરોપી શાનું કુરેશી. જે દાણીલીમડા વિસ્તારમાં મીટની દુકાન ધરાવે છે. શાનું કુરેશી થોડા દિવસ પહેલા નારોલ વિસ્તારમાં ATM માં ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. સતત ચાર કલાક ATM ની અંદર રહીને મશીન માંથી રૂપિયા ચોરી કરવાનો પ્રયત્ન કર્યો પણ સફળ રહ્યો ન હતો.

ઘટનાના CCTV વીડિયો સામે આવ્યા છે તે અનુસાર શાનું થી ફક્ત મશીનનું બહારનું એક નાનું લોક ખૂલ્યું હતું. જોકે સમગ્ર બનાવની હકીકત બેંકના અધિકારીઓને ધ્યાને આવતા પોલીસને જાણ કરાઇ હતી અને ફરિયાદ નોંધી CCTV નાં આધારે આરોપીની તપાસ હાથ ધરી હતી.

પોલીસે શાનું કુરેશી ની ધરપકડ કરી પૂછપરછમાં સામે આવ્યું કે શાનું મોજશોખ માટે પૈસા કમાવવા શોર્ટકટ અપનાવ્યો હતો અને ATM મશીન તોડી પૈસા મેળવવાનો પ્લાન હતો. આ ગુનામાં ઝડપાયેલો આરોપી શાનું કુરેશી અગાઉ પણ નારોલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં લૂંટના ગુનામાં ઝડપાયો હોવાની તપાસમાં હકીકત સામે આવી છે.

પોલીસે આરોપીની વધુ તપાસ હાથ ધરી છે. આ ફરિયાદ નોંધાતા CCTV ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે ગુનામાં સામેલ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. તે મટનની દુકાન ધરાવી વેપાર કરે છે અને પોતાના મોજ શોખ પૂરા કરવા માટે પૈસાની જરૂર હોવાથી તેણે ATM મશીનમાંથી પૈસા ચોરીનો પ્રયાસ કર્યો હતો હાલ આરોપીની વધુ તપાસ ચાલુ છે.

આ પણ  વાંચો : ગુજરાતના સૌથી મોટા વ્યાજખોરીના કેસમાં SITની રચના બાદ ઈકોનોમીક ઓફેન્સ વિંગને તપાસ સોંપાઈ, જુઓ Video

શાનું કુરેશી અગાઉ પણ લૂટ જેવા ગંભીર ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. જોકે થોડા સમય પહેલા નારોલ પોલીસ મથકમાં એક ATM ચોરીનો પ્રયાસ થયો હતો જેમાં પણ શાનું શંકાસ્પદ ભૂમિકામાં હોવાનું સામે આવતા પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
g clip-path="url(#clip0_868_265)">