AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ધર્માંતરણ કરાતું હોવાનાં આક્ષેપો બાદ અમરાઈવાડીમાં ચર્ચનું ડિમોલિશન કરાયું

Ahmedabad: ધર્માંતરણ કરાતું હોવાનાં આક્ષેપો બાદ અમરાઈવાડીમાં ચર્ચનું ડિમોલિશન કરાયું

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 8:36 AM
Share

સ્થાનિકોનો આક્ષેપ છે કે ગુપચુપ રીતે ચર્ચા ઉભું કરવામાં આવી રહ્યું હતું. સ્થાનિકો દ્વારા પૂછવામાં આવતા ગોળગોળ જવાબ આપવામાં આવતો હતો. જોકે બાંધકામ ગેરકાયદેસર હોવાથી એએમસીએ કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદ (Ahmedabad) ના અમરાઈવાડીનાં આવેલા શકિત નગરમાં કથિત ધર્માંતરણના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે અહીં ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલી રહી હતી. તેમજ ધર્માંતરણ (Conversion) માટે ગેરકાયદેસર રીતે ચર્ચ પણ બનાવવામાં આવી રહ્યું હતું. જેનો સ્થાનિકોએ વિરોધ કર્યો અને એએમસીને ફરિયાદ કરતા એએમસી દ્વારા ગેરકાયદેસર કથિત ચર્ચ (Church) તોડી પાડવામાં આવ્યું. પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલિશન (Demolition) ની કાર્યવાહી કરવામાં આવી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીં લોકો ભરબપોરે બૂમો પાડતા હતા. અને આસપાસના ગરીબ લોકોને પણ લલચાવીને ધર્માંતરણનો પ્રયાસ કરી રહ્યા હતા. જેથી સ્થાનિકો પણ હેરાન પરેશાન થઈ ગયા હતા.

અગાઉ રહેનાર એક શખ્સે આ ઘર અન્ય વ્યક્તિને વેચી દીધું હતું. ત્યાર બાદથી જ અહીં બહારના લોકોને લાવવામાં આવતા હતા તેમજ પ્રાર્થના કરાવવામાં આવતી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ કથિત ચર્ચનું બાંધકામ ચાલી રહ્યું હતું તેની માહિતી કોન્ટ્રાક્ટરને પણ ન હતી. અને ગુપચુપ રીતે ચર્ચા ઉભું કરવામાં આવી રહ્યું હતું. સ્થાનિકો દ્વારા પૂછવામાં આવતા ગોળગોળ જવાબ આપવામાં આવતો હતો. જોકે બાંધકામ ગેરકાયદેસર હોવાથી એએમસીએ કાર્યવાહી હાથ ધરી હતી. તો વિશ્વહિન્દુ પરિષદે પણ એએમસીની કાર્યવાહીની કરી પ્રશંસા.

સવાલ એ થઈ રહ્યો છે કે શા માટે સ્થાનિકોને અંધારામાં રાખવામાં આવી રહ્યા હતા ? તેમજ આ કથિત ચર્ચ બનાવવા પાછળ કેટલા લોકો સંડોવાયા છે તેની તપાસ થવી જોઈએ. તેમજ સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું અહીં મોટાપાયે ધર્મ પરિવર્તન કરાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું ?

આ પણ વાંચોઃ Rajkot: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનું મોટું નિવેદન, ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં જ યોજાશે

આ પણ વાંચોઃ  જામનગરઃ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીશિન કેન્દ્રને ઝંડુ ભટ્ટનું નામ આપવામાં આવે તેવી વડાપ્રધાન પાસે માંગણી

g clip-path="url(#clip0_868_265)">