Surat: ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આજે કેસની ટેન્ટેટિવ તારીખ, કોર્ટ નવી તારીખ જાહેર કરી સજાનો હુકમ કરશે
સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં 26 એપ્રિલે કોર્ટ દોષિત ફેનિલને કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમાં બચાવ પક્ષના વકીલે ફેનિલને ઓછામાં ઓછી સજા થાય તે અંગે દલીલ કરી હતી. બીજી તરફ સરકાર પક્ષના વકીલે ફેનિલને વધુમાં વધુ સજા થાય તે માટે દલીલ કરી હતી.
સુરતમાં (Surat) ગ્રીષ્મા વેકરિયા હત્યા (Grishma Murder case) કેસમાં આજે કેસની ટેન્ટેટિવ તારીખ છે. આજે બંને પક્ષકારોની કોઈ રજૂઆત હોય તો તે કરી શકશે. બંને પક્ષકાર અરજી અથવા લેખિત રજૂઆત સબમિશન કરાવવું હોય તો કરી શકશે. આ ટેન્ટેટિવ તારીખ બાદ કોર્ટ આગામી સજા અંગેના ચુકાદાની તારીખ જાહેર કરશે. કેસમાં કોઈક ક્વેરી હોય અથવા રજૂઆત હોય તો માત્ર તે જ રજૂ કરવા માટેનો હુકમ કરાયો હતો. સુરત કોર્ટ આ કેસમાં આગામી તારીખ જાહેર કરીને આરોપીને સજાનો હુકમ કરે તેવી શક્યતા છે.
સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં 26 એપ્રિલે કોર્ટ દોષિત ફેનિલને કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમાં બચાવ પક્ષના વકીલે ફેનિલને ઓછામાં ઓછી સજા થાય તે અંગે દલીલ કરી હતી. બીજી તરફ સરકાર પક્ષના વકીલે ફેનિલને વધુમાં વધુ સજા થાય તે માટે દલીલ કરી હતી. સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને 302 સહિતની અલગ અલગ કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે. સુરત કોર્ટના જજે ફેનિલને દોષિત જાહેર કર્યો છે. સુરત કોર્ટે ઘટનાના વીડિયોને વારંવાર જોયા બાદ જાહેર કર્યું કે આરોપીએ બીજું ચપ્પુ પોતાની પાસે પેન્ટમાં રાખ્યું હતું સાથે જ નામદાર કોર્ટે તે પણ માન્યું કે કોઈ પ્રોફેશનલ કિલર હત્યા કરે તે પ્રમાણે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.
મહત્વનું છે કે 12 ફેબ્રુઆરીએ ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ નામના આરોપીએ હત્યા કરી હતી. ફેનિલે જાહેરમાં જ ગ્રીષ્માનું ગળુ કાપી નાખ્યું હતું ત્યારબાદ તેણે આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો.બનાવની જાણ થતાં તાત્કાલિક ફેનિલને ઝડપી લેવાયો હતો અને હોસ્પિટલ લઈ જવાયો હતો. 15 ફેબ્રુઆરીએ સારવાર બાદ આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. હોસ્પિટલમાંથી રજા મળતાં જ પોલીસે ફેનિલની ધરપકડ કરી હતી.
જ્યારે 16 ફેબ્રુઆરીએ SITની રચના કરવામાં આવી હતી. 17 ફેબ્રુઆરીએ આરોપી ફેનિલને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું.19 ફેબ્રુઆરીએ રિમાન્ડ પૂર્ણ થતાં ફેનિલને લાજપોર જેલમાં ધકેલાયો હતો. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે, ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવા એકે-47 ખરીદવાનો પણ પ્રયાસ કર્યો હતો. કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ અને પૂરાવા તપાસ્યા બાદ ફેનિલને 21 એપ્રિલે દોષિત જાહેર કર્યો હતો.