સાબરકાંઠાના પુંસરીને વૈશ્વિક ઓળખ અપાવનારા હિમાંશુ પટેલને રાષ્ટ્રપતિ ભવનનું આમંત્રણ
સાબરકાંઠા જિલ્લાનું પુંસરી ગામ એટલે ભૌગોલીક અને રીતભાતની રીતે ભલે ગામડાની વ્યાખ્યામાં ગણવામાં આવતું હશે. પરંતુ પુંસરી ગામ કોઈ શહેરને પણ ટક્કર મારે એટલી સવલતો ધરાવતું ગામ છે. દશ વર્ષ સુધી સરપંચ પદે રહ્યા બાદ પુંસરી ગામને ગામડાની વ્યાખ્યામાંથી બહાર આધુનિકતા તરફ દોરી જનાર પૂર્વ સરપંચને હવે રાષ્ટ્રપતિ સાથે સંવાદ કરવાની તક સાંપડી છે. આગામી […]

સાબરકાંઠા જિલ્લાનું પુંસરી ગામ એટલે ભૌગોલીક અને રીતભાતની રીતે ભલે ગામડાની વ્યાખ્યામાં ગણવામાં આવતું હશે. પરંતુ પુંસરી ગામ કોઈ શહેરને પણ ટક્કર મારે એટલી સવલતો ધરાવતું ગામ છે. દશ વર્ષ સુધી સરપંચ પદે રહ્યા બાદ પુંસરી ગામને ગામડાની વ્યાખ્યામાંથી બહાર આધુનિકતા તરફ દોરી જનાર પૂર્વ સરપંચને હવે રાષ્ટ્રપતિ સાથે સંવાદ કરવાની તક સાંપડી છે. આગામી 4, જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ સાથે સંવાદમાં ભાગ લેવા માટે રાષ્ટ્રપતિ ભવન તરફથી હિમાંશુ પટેલને નિમંત્રણ મળ્યું છે.

પુંસરી ગામમાં પ્રવેશ લેતા જ જાણે કે તમને અનોખો અહેસાસ થાય છે. કારણ કે, આ ગામની સુવિધાઓનો અહેસાસ જ તમને આંજી નાંખે તેવો છે. ગામના યુવાન સરપંચ હિમાંશુ પટેલે ગામનું શાસન દશ વર્ષ સુધી સંભાળ્યું હતું અને એક દશકાએ જાણે કે ગામને બદલી નાંખ્યુ. ગામની શાળા કે, આંગણવાડીને પણ શહેરી શાળાઓ સાથે સ્પર્ધામાં મૂકી દે, એટલી સુંદર બનાવી દીધી અને સાથે જ ગામના લોકોને ચોખ્ખા રોડ રસ્તાઓ અને ગામના લોકોને તમામ પ્રકારની માહિતી અને ગ્રામજનોને સૂચનાઓ માટે પણ એક અનોખી સીસ્ટમ વિકસાવી જે ગામના દરેક ચોરા અને રસ્તાઓ પર લાગેલી હોય અને તે ગામના રેડીયોની માફક જ કામ કરે છે.

તો ગામની પોતાની જ સિટી બસની માફક જ વિલેજ બસ સેવા પણ અમલમાં મૂકી છે અને જેને લઇને ગામના લોકો ગામમાં જ ગામની વિલેજ બસ મારફતે ગામમાં ફરી શકે છે. અને નજીકના ગામ સુધી પણ પહોંચાડે છે. આમ ગામની પ્રાથમિક તમામ જરુરીયાતોને આધુનિકતા સભર બનાવી દીધી હતી. જેને લઈને ગામના લોકોના જીવનધોરણમાં પણ સુધારો થવા લાગ્યો. આ બધો જ પરીશ્રમ ગામના પૂર્વ સરપંચ હિમાંશુ પટેલે પોતે સરપંચ હોવા દરમિયાન કરીને ગામને દેશ અને દુનીયાના નકશામાં એક ઓળખ અપાવી છે. જેને લઇને ગામના પૂર્વ સરપંચ હિમાંશુ પટેલને આગામી ચોથી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ સાથે યોજાનારા સંવાદમાં ભાગ લેવા માટે આમંત્રિત કરાયા છે. અને તેઓ સંવાદ દરમિયાન ગામડાને બદલવાના પથ પર લઈ જવા માટેના અનુભવને પણ સંવાદમાં રજૂ કરશે.

ગામના સ્થાનિક ઈલાબેન પટેલ કહે છે કે, અમારા ગામના પૂર્વ સરપંચે ગામમાં દશ વર્ષ દરમિયાન વિકાસ કર્યો છે. અને જેને લઈને હવે તેમને રાષ્ટ્રપતિએ બોલાવ્યા છે જેનાથી ગૌરવ છે. ગામના યુવક રાજુ પરમાર કહે છે. અમારા ગામે વિકાસ કર્યો છે અને અમારા ગામમાં સુખ સુવિધાઓ વધારી છે જેને લઇને ગામના અમારા સરપંચ હતા. તેમને હવે રાષ્ટ્રપતિએ નિમંત્રણ આપવાને લઇને ગામમાં પણ ખૂબ આનંદ થયો છે.

પુંસર ગામની મુલાકાત આમ તો દેશ અને વિદેશના અનેક પ્રતિનિધિ મંડળે લીધી છે. જેને લઈને દેશ અને વિદેશ સુધી ભારતીય ગામડાઓની પ્રગતીની વાસ્તવિક સ્થિતીનો સુંદર સંદેશો પણ પહોંચી શક્યો છે. દેશના અનેક સરપંચો પણ અહીં અવાર નવાર મુલાકાત લેવા માટે આવે છે. ગામનો અભ્યાસ કરીને પોતાના ગામને પણ સુંદર ગામ તરીકે વિકસાવવા માટેનો પ્રયાસ કરે છે. આમ હવે પુંસરી એક વિકાસ પામેલા ગામ તરીકે ઓળખ જ પામ્યું છે. એટલુ જ નહીં પરંતુ મોડલ ગામ તરીકે પણ જોવામાં આવે છે. પુંસરી ગ્રામ પંચાયતે પોતાની જ ટૂંકી આવકમાંથી ગામમાં શરુ કરેલા વિકાસને લઈને હવે રાજ્ય અને કેન્દ્ર સરકારે પણ વિશેષ પ્રોત્સાહન પુરુ પાડે છે.

આમ હવે પુંસરી ગામ તેના વિકાસની ગતિ પર દોડતું થઈ ચુક્યું છે. પુંસરી ગામના પૂર્વ સરપંચે અત્યાર સુધીમાં 23 રાજ્યમાં પ્રવાસ કર્યો છે અને અનેક ગામડાઓને માર્ગદર્શન પુરું પાડ્યું છે. જેને લઈને અનેક સરપંચો મારા સંપર્કમાં આવ્યા છે. એક ટીમ તૈયાર થઇ છે. આ તમામ બાબતોને લઇને રાષ્ટ્રપતિ ભવનને ધ્યાને આવ્યું હશે. જેથી હિમાંશુ પટેલને તક મળી છે. જ્યાં તેમને પ્રોત્સાહીત કરવામાં આવશે અને રાષ્ટ્રપતિ સાથે વન ટુ વન સંવાદ કરવાની તક પણ મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
