રાજ્યના નવ સનદી અધિકારીઓની બઢતી અને બદલી, જાણો કોને ક્યા નિયુક્ત કરાયા?

IAS આલોક કુમાર પાંડેની પ્રમોશન સાથે મેનેજિંગ ડાયરેક્ટર ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ. ગાંધીનગર તરીકે બદલી કરાઈ છે. જ્યારે IAS રવિ કુમાર અરોરા જેઓ કેન્દ્રના એસ્ટેટ નિયામક, હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય, નવી દિલ્હીમાં ડેપ્યુટેશન પર છે તેમને તેમની જગ્યા પર પ્રમોશન આપીને ચાલુ રખાયા છે.

રાજ્યના નવ સનદી અધિકારીઓની બઢતી અને બદલી, જાણો કોને ક્યા નિયુક્ત કરાયા?
9 IAS officers promoted
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 8:57 AM

રાજ્ય સરકાર (State Government) દ્વારા IAS અધિકારીઓની બઢતી(Promotion) કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. રાજ્યના નવ સનદી અધિકારીઓની બઢતી અને બદલી (transfer)ના આદેશ થયા છે. જેમાંથી બે IAS અધિકારીઓ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર છે અને તેઓ ત્યાં જ સેવા આપતા રહેશે.

ડો. અજય કુમાર, 2006ની બેચના IAS જેઓ ડેપ્યુટેશન પર ભારત સરકારમાં શિક્ષણ વિભાગમાં શિક્ષણ મંત્રીના અંગત સેક્રેટરીના પદે કાર્યરત હતા તેઓ પ્રમોશન સાથે પોતાની સેવા ચાલું રાખશે. આવી જ રીતે વર્ષ 2006ની જ બેચના IAS જેનુ દેવનને પ્રમોશન સાથે સ્પેમ્પના અધિક્ષક અને નોંધણી મહાનિરીક્ષક ગાંધીનગર તરીકે બદલી થઈ સાથે તેમને આગામી આદેશ સુધી શ્રમ અને રોજગાર કમિશનર ગાંધીનગરનો વધારાનો હવાલો સોંપાયો.

AUDAના મુખ્ય કાર્યકારી અધિકારી એ.બી ગોરની પ્રમોશન સાથે વડોદરાના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે, જ્યારે IAS ડી.પી દેસાઈની પ્રમોશન સાથે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે બદલી કરાઈ છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ડો. એમ.ડી મોડિયા જેઓ CMOમાં ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી તરીકે ફરજ બજાવે છે તેમને તેમની જગ્યા પર પ્રમોશન આપીને ચાલુ રખાયા છે. ડી.જી પટેલને પ્રમોશન સાથે સહકાર કમિશનર અને સહકારી મંડળીઓ ગાંધીનગરના રજિસ્ટ્રાર તરીકે બદલી કરાઈ છે. ડી.પી દેસાઈની પ્રમોશન સાથે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે બદલી કરાઈ છે. જ્યારે એ.બી ગોરની પ્રમોશન સાથે વડોદરાના કલેક્ટર તરીકે બદલી કરાઈ.

IAS આલોક કુમાર પાંડેની પ્રમોશન સાથે મેનેજિંગ ડાયરેક્ટર ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ. ગાંધીનગર તરીકે બદલી કરાઈ છે. જ્યારે IAS રવિ કુમાર અરોરા જેઓ કેન્દ્રના એસ્ટેટ નિયામક, હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય, નવી દિલ્હીમાં ડેપ્યુટેશન પર છે તેમને તેમની જગ્યા પર પ્રમોશન આપીને ચાલુ રખાયા છે. આર.બી બારડ જેઓ વડોદરાના કલેક્ટર હતા તેમને પ્રમોશન આપીને વન અને પર્યાવરણ વિભાગમાં બદલી કરાઈ.

આ પણ વાંચોઃ

Surat: કેસ વધતા SMC એલર્ટ મોડમાં, હાઇ રિસ્ક કન્ટેનમેન્ટ ઝોન વિશે જાગૃતિ લાવવા શરૂઆત

આ પણ વાંચોઃ

Ahmedabad: અસારવા અને સોલા સિવિલમાં સ્ટાફમાં 29 લોકો કોરોના સંક્રમિત, ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સમાં ફફડાટ

g clip-path="url(#clip0_868_265)">